નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જ દેશમાં ઉત્સવોની સીઝને વધારે જોર પકડ્યું છે. તેથી બજાર પણ સજી ધજીને તૈયાર થઈ ચૂક્યું છે. મોલના સ્ટોરથી લઈને દુકાનો સુધી માલથી ભરાઈ ગયા છે. એફએમસીજી સેક્ટર થી લઈને ઓટો સેક્ટર સુધી તહેવારોની સિઝનની તૈયારીઓ સ્પષ્ટ જોવાઈ રહી છે. વળી ઉત્સવોની સીઝનના મહિના અનેક ક્ષેત્રો માટે ખૂબ જ શાનદાર સાબિત થાય છે. કેટલાક ક્ષેત્રો તો વર્ષના બાકી મહિનાઓથી પણ વધારે વકરો તહેવારોના મહિનાઓમાં કરી લે છે. આ કારણે તેમની તૈયારીઓ પણ સ્વાભાવિક લાગે છે.
ઉત્સવની સીઝનની અસર શેરબજાર પણ પર જોવા મળે છે. સાચી વાત છે કે જો કોઈ કંપની નો વકરો વધે છે તો તેનું ફાઇનાન્સિયલ સારું હશે. જો આમ હશે તો તેના શેર ચડશે. આ જ કારણ છે કે તહેવારોની સિઝન શેરબજારોમાં પૈસા લગાવવા વાળા રોકાણકારો માટે સોનેરી અવસર લઈને આવી છે. જો તમે કાળજીપૂર્વક સંશોધન કરો અને તહેવારોની મોસમના વેચાણને આગળ વધારતા શેરો પસંદ કરો, તો તેમાં નાણાંનું રોકાણ નફાકારક સોદો સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ સલાહકાર અનુસાર કે આ ફેસ્ટીવલ સિઝનમાં એવા ક્યાં 9 સ્ટોક છે, જે ધનવર્ષા કરશે અને આપણને માલામાલ કરી શકે છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.1) Tata Motors:- ટાટા મોટર્સ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક છે. તાજેતરના સમયમાં, કંપનીએ પેસેન્જર કાર માર્કેટમાં ઝડપી વિકાસ કર્યો છે. કંપની હાલમાં ભારતમાં સૌથી વધુ એસયુવીનું વેચાણ કરી રહી છે. કંપનીની ટાટા નેક્સન અને સબ-કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચની પહેલેથી જ ખૂબ માંગ છે. કંપનીએ તાજેતરમાં જ ટીગોર અને ટીયાગો ને સીએનજી વિકલ્પ સાથે ઉતારી છે. તેના સિવાય એક ઈવી પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એવામાં તહેવારની સિઝનમાં આ સ્ટોકમાં પૈસા લગાવવા એ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. અત્યારે આ સ્ટોક 398 થી 399 પર ટ્રેડ કરી રહ્યો છે. આનો 52 વીક હાઈ 536.70 છે. આ સ્થિતિથી પણ સ્ટોકમાં ગ્રોથ ની સંભાવનાઓ છે.
2) Tata Power:- ટાટા સમૂહની આ કંપની વીજળીનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ કરે છે. ટાટા પાવર પોતાના સેગમેન્ટની સૌથી મોટી કંપનીઓ માંથી એક છે. કંપની ગ્રીન એનર્જી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રીન એનર્જીમાં ટાટા સમૂહની આ કંપની અદાણી સમૂહ ના અદાણી પાવર અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થી ટક્કર લઈ રહી છે. ટાટા પાવરનો શેર હજુ 217 રૂપિયા ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે તેનો 52 સપ્તાહ નો ઉચ્ચ સ્તર 298.05 રૂપિયા છે પાછલા એક વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને 56% થી વધારે રિટર્ન આપ્યું છે.3) Renuka Sugar:- આ ભારતની સૌથી મોટી સુગર રિફાઇનરી અને ઇથેનોલ ઉત્પાદક છે. અત્યારે કંપની પાસે ₹4,000 ટન પ્રતિ દિવસની રિફાઇનિંગ ની ક્ષમતા છે. તેના સિવાય કંપની દરરોજ 600 કિલોમીટર ઈથોનોલ બનાવવામાં સક્ષમ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલ બ્લેંડિંગ નો વધારો આપી રહી છે. તેની સાથે જ ફ્લેક્સ ફ્યુન એન્જિન જેવી ટેકનીક આવી જવાથી ઇથેનોલ ની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. બીજી તરફ ફેસ્ટિવલ સીઝનમાં ખાંડની વધારે ડિમાન્ડથી તેને ઓછા સમયમાં ફાયદો થઈ શકે છે.અત્યારે આ 58.80 પર ટ્રેડ કરી રહી છે અને તેનો 52 સપ્તાહ નો ઉચ્ચ સ્તર 63.20 રૂપિયા છે
4) Reliance Industries:- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. તાજેતરમાં જ કંપનીની વાર્ષિક સામાન્ય બેઠક થઈ હતી જેમાં મુકેશ અંબાણીએ આવવા વાળા સમયની જાણકારી આપી હતી. કંપની રિટેલ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ઝડપી એક્વિઝિશન કરી રહી છે. તેની પેટાકંપની રિલાયન્સ રિટેલ પહેલાથી જ તેના ક્ષેત્રમાં ટોચ પર છે. રિલાયન્સ જીઓ જલ્દી જ 5જી ફોન લોન્ચ કરવા જઈ રહી છે. જેની કિંમત આઠથી બાર હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ દરેક ક્ષેત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના સ્ટોક ને આકર્ષિત કરે છે. અત્યારે આ સ્ટોક 2400 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે જે 2856.15 રૂપિયાના 52 વીક હાઈ લેવલ થી ઠીક ઠીક નીચે છે.5) Indusind Bank:- ફેસ્ટિવલની સિઝનમાં રોજિંદા સામાન, કપડા વગેરે સાથે વહનો અને મકાનો નું વેચાણ પણ વધી જાય છે. લોકો કાર અને ઘર ખરીદવા માટે તહેવારોના પવિત્ર અવસરની રાહ જોતા હોય છે. કાર અને ઘર ખરીદવાની બાબતમાં મોટાભાગના ગ્રાહકો બેંક ના ફાયનાન્સ પર નિર્ભર કરે છે. એવામાં ફેસ્ટિવલ સિઝનમાં બેન્કિંગ સ્ટોક ખૂબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઇન્ડુસિંડ બેંક ની વાત કરીએ તો અત્યારે આ 1158.75 પર ટ્રેડ કરી રહ્યો છે. આનો 52 સપ્તાહ નો ઉચ્ચ સ્તર 1275.80 રૂપિયા છે.
6) Vipul Organics:- વિપુલ ઓર્ગેનિક્સ લિમિટેડ સ્ટોક બ્રોકરેજ હાઉસની ફેવરિટ રહ્યો છે. હાલમાં તેના શેરની કિંમત 155.50 રૂપિયા છે. એક સમયે આ શેર રૂ. 228ને પાર કરી ગયો હતો. આ સ્ટોકનો આ 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર પણ છે, જે આ વર્ષે એપ્રિલમાં શેરે બનાવ્યો હતો.
7) Hercules Hoists:- આ સ્ટોક બજાજ ગ્રુપ નો ભાગ છે. હરક્યુલીસ હોઈસ્ટ લગભગ પાંચ દશક થી પોતાના સેગમેન્ટમાં અગ્રેસર છે. આ કંપની ક્રેનથી લઈને ભારે સામાન ઉઠાવવા વાળી મશીનરી બનાવે છે. તહેવારની ઋતુમાં આવા ઉત્પાદનોની ડિમાન્ડ વધી જાય છે. અત્યારે આ સ્ટોક 196 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે 52 સપ્તાહ નો ઉચ્ચ સ્તર 231.65 રૂપિયા છે.8) GTV Engineering:- આ એન્જિનિયરિંગ સેક્ટરની એક સ્મોલ કેપ કંપની છે. કંપની નો માર્કેટ કેપ હજુ લગભગ 75 કરોડ રૂપિયા છે. આજના કારોબારમાં આ સ્ટોક ભલે 0.5 ટકા ઘટ્યો હોય અને 225.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ આ આવતા સમયમાં ખુબ સરસ રીટર્ન આપી શકે છે. એક સમયે આ સ્ટોક 299 રૂપિયા સુધી જઈ ચૂક્યો છે, જે તેનો 52 સપ્તાહ નો ઉચ્ચ સ્તર પણ છે. પાછલા એક વર્ષ દરમિયાન આ સ્ટોકે તો એવું રીટન આપ્યું જે તમને હેરાન કરી દેશે. આ દરમિયાન સ્ટોક નો ભાવ શાનદાર 692 ટકા ઉપર ગયો છે. આ વર્ષે જ્યારે બજાર વિખરાયેલું છે, આને જાન્યુઆરીથી અત્યાર સુધી 400% થી વધારે રિટર્ન આપ્યું છે.
9) Mk Exim India:- એમકે એક્સીમ ઇન્ડિયા લિમિટેડ એક ગ્રોથ ઓરીએન્ટેડ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ્ટ છે, જે અનેક ડોમેનમાં કામ કરે છે. કંપનીનો મુખ્ય કારોબાર ફેબ્રિક, રેડીમેડ કપડા,રેડીમેડ ઘરેણા વગેરેના ઉત્પાદનનો છે. ફેસ્ટિવલની ઋતુમાં ફેબ્રિક થી લઈને કપડાં અને ઘરેણા સુધી ડિમાન્ડ વધે છે. લગભગ 230 કરોડ રૂપિયા એમકેપ વાળી આ કંપનીનો સ્ટોક અત્યારે 85 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જોકે પાછલા એક વર્ષમાં આ સ્ટકે 217 ટકા થી વધારે છલાંગ લગાવી છે.
( નોંધ:- શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી