ખેતીમાં જો પારંપરિક પાક હટાવીને બાજરમાં માંગ હોય એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓની ખેતી કરવામાં આવે તો તમે ઉમ્મીદ કરતા ઘણી મોટી કમાણી કરી શકો છો. આજે અમે તમને એક એવી ખેતી વિશે જણાવશું જેના 50 છોડ લગાવીને તેના પાંદથી દર વર્ષે 1.50 લાખથી 2.50 લાખ રૂપિયા સુધીની તગડી કમાણી કરી શકો છો.
સૌથી મોટી વાત એ છે કે આ ખેતીમાં તમને ફક્ત એક વાર રોકાણ કરવાનું છે અને જિંદગીભર કમાણીની રકમ આવતી રહે છે. એટલે જ નહિ તેમાં કેન્દ્ર સરકાર પણ તમારી મદદ કરશે. અમે તમને તમાલપત્રની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. આ ખેતીની શરૂઆતમાં થોડી મહેનત પડે છે પરંતુ પછી પૈસાની ખુબ જ કમાણી થાય છે.
સરકાર આપે છે આટલી સબસીડી : બજારમાં તમાલપત્રની ખુબ જ માંગ રહે છે. તેવામાં તેની ખેતી કરવી એ નફાનો સોદો સાબિત થાય છે. તમાલપત્રની કરવી ખુબ જ આસાન છે. સાથે જ તેની ખેતી ખુબ જ સસ્તી થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો તમાલપત્રની ખેતીથી ખેડૂત ઓછા ખર્ચમાં વધુ નફો કમાઈ શકે છે.
તમાલપત્રની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ખેડૂતને રાષ્ટ્રીય ઔષધીય પાદપ બોર્ડ તરફથી 30% સબસીડી આપવામાં આવે છે. એક અનુમાન અનુસાર, તમાલપત્રના એક છોડથી દર વર્ષે લગભગ 3000 થી 5000 હજાર રૂપિયા સુધીની કમાણી થાય છે એટલે કે 50 છોડથી 1.50 લાખથી લઈને 2.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.
તમાલપત્રનો ઉપયોગ અમેરિકા, યુરોપ, ભારત સહિત ઘણા દેશોમાં ઘણા પ્રકારના વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ સૂપ, દમપુખ્ત, માંસ, સમુદ્રી ભોજન અને ઘણા શાક બનાવવામાં કરવામાં આવે છે.
જો કે ખાવાનું પીરસતા સમયે તેને હટાવી દેવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનમાં તનો ઉપયોગ બિરિયાની અને અન્ય મસાલેદાર વાનગી બનાવવામાં કરવામાં આવે છે. તમાલપત્રનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું મોટાભાગનું ઉત્પાદન ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઈટલી, ફ્રાંસ, ઉત્તર અમેરિકા અને બેલ્જિયમમાં કરવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી