બૃહસ્પતિ નું વૃશ્વિક રાશિમાં પરિવર્તન આ ૪ રાશિના જાતકોને મળશે સિદ્ધિ…… થશે ધનનો વરસાદ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

✍ 11 ઓકટોબર 2018 ના દિવસે 7 : 16 મિનીટે આ રાશિના જાતકોને મળશે સિદ્ધિ…. ✍

🌓 મિત્રો પોતાની પરમ શુભતા માટે જાણીતો બૃહસ્પતિ ગ્રહ 11 ઓક્ટોબર 2018 ના દિવસે સાંજે 7 : 16 મિનીટે વૃશ્વિક રાશિમાં એટલે કે મંગળ ગ્રહના ઘરમાં પ્રવેશ કરે છે. બૃહસ્પતિના રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં હશે જે બૃહસ્પતિનું નક્ષત્ર છે. તેનો મતલબ એવો થાય છે કે આવતા સમયમાં ગુરુ બળની અવસ્થામાં રહેવાનો છે. જેના ફળ રૂપે તે વ્યક્તિને બૃહસ્પતિનો યોગ ખુબ જ સારો છે. તો તેવા જાતકોને જીવનમાં ઉલ્લેખનીય પ્રગતિ થવાની છે.Image Source :

🌓 બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન આમ તો 12 રાશિઓ પર અસર કરે છે પરંતુ મિત્રો 12 માંથી 4 રાશિઓ એવી છે જેને બૃહસ્પતિ ગ્રહ ખુબ જ માલામાલ કરશે અને તેનું ભાગ્ય અધિક વૃદ્ધિ પામશે. તો ચાલો જાણીએ કે કંઈ છે તે ચાર રાશિ.

🌓 મિત્રો સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે. નોકરી અને વ્યવસાયની દિશામાં તેમને ચારેય બાજુથી સફળતા પ્રદાન થશે. અને ખાસ વાત તો એ છે કે આ રાશિના જાતકો પર શનિ દેવાની કૃપા પણ ચાલી રહી છે. એટલા માટે શનિની સાવધાની આ રાશિના જાતકોએ ખાસ રાખવાની છે. વિદેશ સાથે જોડાયેલા કાર્યને કરવા માટે આ રાશિના જાતકોએ ખુબ જ સાવધાની રાખવાની છે. જો સંભવ હોય તો તેનાથી બચવાની કોશિશ કરવાની અને બૃહસ્પતિની કૃપાથી આ રાશિના વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની જ છે.Image Source :

🌔 બીજી રાશિ છે તુલા રાશિ. બૃહસ્પતિ તમારી રાશિથી દ્રિતીય ભાવમાં ગોચર કરશે જેનું આગમન સરળતાથી થઇ રહ્યું છે. તો આ રાશિના જાતકો માટે સફળતાનો માર્ગ લઈને આવી રહ્યું છે. જે લોકો નોકરી કરવા માટે ઉત્સુક છે તેવા લોકોને આ સમયે નોકરી મળવાની પૂરી સંભાવના રહેલી છે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળવાની છે અને નવા વ્યવસાયનો રસ્તો પણ ખુલશે. પરંતુ આ રાશિના જાતકોએ પોતાનું તથા ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન દેવાનું છે.

🌔 ત્રીજી રાશી છે મકર. આ રાશિના જાતકો માટે તો સૌથી સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. લાંબા સમયના સંઘર્ષ પછી બૃહસ્પતિ તમારા લાભ ભાવમાં ગમન કરવા જઈ રહ્યા છે. એકાદશ ભાવનું ગુરુનું ગોચર ચતુર્દિશ વિકાસ માનવામાં આવે છે. તમને રોજી, રોજગાર, પ્રસિદ્ધિ , ધન વગેરેના બધા જ ક્ષેત્રમાં સફળતા નિશ્વિત કહી શકાય છે. પરંતુ આખું વર્ષ તમારે કોઈ પણ નશાનું સેવન ન કરવું જોઈએ. પરંતુ જો નશો કરશો તો તમે તમારી સફળતાને ખોઈ બેસશો.Image Source :

🌎 ચોથી રાશિ છે કુંભ. આ રાશિમાં દશમ ભાવનું ગોચર તમારા માટે ફળકારી રહેશે. પરંતુ અહિયાં તમારે નોકરીમાં વારંવાર પરિવર્તન નથી કરવાનું અને વિદેશ જવા માટે જાતકને ઘણી વાર મોકો મળશે. વ્યવસાય કરનારા જાતકોને પ્રારંભમાં થોડી સમસ્યાઓ ઉભી થાય પરંતુ ઉતરાર્ધમાં પૂરું ફળ અને પુણ્ય મળશે. આ દિવસોમાં લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવાનો છે આ દિવસોમાં મૃત્યુંજય મંત્રનો 108 જાપ અવશ્ય કરે તેનાથી તમારી પ્રગતિ ચોક્કસ પણે પ્રાપ્ત થશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment