મિત્રો આમ જોઈએ તો બોલીવુડ એ ખુબ જ મોટું છે તેમજ વર્ષોથી કલાકારો લોકોનું મનોરંજન કરી રહ્યા છે. પણ આ બોલીવુડમાં ઘણી એવી જોડીઓ પણ છે જે ક્યારેય સાથે કામ નથી કરવા માંગતી. જો કે દરેકના કારણો વિચિત્ર અને અલગ અલગ છે. જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
ફિલ્મના પડદા પર એવી ઘણી જોડીઓ છે તેના ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે અને વારંવાર તેમને જોવાથી ચાહકોને ખુબ આનંદ થાય છે. પરંતુ બીજી બાજુ આ ઉદ્યોગમાં એવા ઘણા સ્ટાર્સ છે જે એકબીજા સાથે કામ ન કરવાની કસમ લઈને બેઠા છે. આજે તમને તેના કેટલાક કારણો વિશે વિગતવાર આવા સ્ટાર્સ વિશે જણાવીશું.અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર પણ એવા અભિનેતા ઓમાંના એક છે, જેનું હૃદય લગ્ન પછી બીજી સ્ત્રી તરફ આગળ વધી ગયું હતું. સાથે કામ કરતી વખતે અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વચ્ચે નિકટતા વધી હતી. પરણિત અક્ષય કુમારે સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા પર પોતાનું હૃદય ગુમાવ્યું. ટ્વિન્કલ ખન્નાને જ્યારે તેમના અફેરના સમાચાર મળ્યા ત્યારે તેમના સબંધોમાં અણબનાવ આવી ગયો હતો. તેના કારણે ટ્વિન્કલ ફરીથી અક્ષય પર પ્રિયંકા સાથે કામ ન કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. અક્ષય કુમાર ટ્વિન્કલ ખન્નાને શૂટિંગના સેટ પરથી લઈ ગયા હતા અને ત્યારબાદ અક્ષય કુમારે નિવેદન કરીને કહ્યું હતું કે, હવે તે પ્રિયંકા સાથે કામ કરશે નહિ. આ પછી પ્રિયંકાએ પણ અક્ષય કુમાર સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન : સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સંબંધ થોડા સમય માટે ચર્ચામાં રહ્યો છે. બંને 1999 ની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ દરમિયાન નજીક આવ્યા હતા. દિગ્ગજ અભિનેતા અજય દેવગને પણ આ ફિલ્મમાં બંનેની સાથે કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે સલમાન અને ઐશ્વર્યાએ એક બીજાને પોતાનું દિલ આપ્યું હતું. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મથી સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. 2002 માં જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યાનો સંબંધ તૂટી ગયો ત્યારે ચાહકોને મોટો આંચકો લાગ્યો. તેમના સંબંધ તુટવા પાછળ ઘણા કારણો હતા.અજય દેવગન અને કંગના રનૌત : અજય દેવગનનું નામ પરણિત હોવા છતાં પણ કોઈ બીજી એક્ટ્રેસને પ્રેમ કરવામાં સામેલ છે. બોલીવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતનું નામ સહિત અનેક અભિનેત્રીઓ સાથે અજય દેવગણનું નામ જોડાયેલું છે. 4 ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે કંગના અને અજય દેવગન એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા, જો કે શરૂઆતમાં તે એક કેઝ્યુઅલ સંબંધ હતો પરંતુ બાદમાં તે જ્યારે કંગનાના દિલમાં અજય માટે ફીલિંગ્સ આવી ત્યારે તે એકદમ ગંભીર બની ગયા હતા. જો કે રિપોર્ટ્સ અનુસાર અજય કોઈ પણ કિંમતે કાજોલને છોડવાના મુડમાં ન હતો અને તે આ વિશે એકદમ સ્પષ્ટ હતો અને આવી પરિસ્થિતિમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઘણા લોકો માને છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ કાજોલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કાજોલે અજયને કંગનાથી દુર રહેવાની ચેતવણી પણ આપી હતી.
ઋત્વિક રોશન અને કરીના કપૂર ખાન : સુપરસ્ટાર્સ ઋત્વિક રોશન અને કરીના કપૂર ખાને તે જ સમયે બોલિવૂડમાં પગ મુક્યો હતો, જો કરીનાએ એક ભૂલ ન કરી હોત, તો બંનેએ એક જ ફિલ્મથી ડેબ્યુ કર્યું હોત. ખરેખર ઋત્વિકની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માં કરીનાને પહેલા સાઇન કરવામાં આવી હતી, જો કે તેને થોડા દિવસો બાદ શુટિંગ છોડી દીધું હતું. આવી સ્થિતિમાં ઋત્વિક કરીના સાથે કદી કામ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ આગળ જતા બંનેની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માં સાથે જોવા મળ્યા હતા.શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા : અક્ષય કુમાર અને અજય દેવગનની જેમ શાહરૂખ ખાનનું દિલ પણ પરણિત હોવા છતાં બીજી હસીના પર આવી ગયું હતું. જ્યારે સાથે કામ કરતા શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા નજીક આવવા લાગ્યા. ડોન ફિલ્મ દરમિયાન બંને વચ્ચે સંબંધ પાક્યો હતો. જો કે તેના પરિવારજનો તરફ નજર કરતા શાહરૂખ પાછો વળી ગયો અને પછી બંને સ્ટાર્સ સાથે કામ કરી શક્યા નહિ.
રણબીર કપૂર અને સોનાક્ષી સિંહા : રણબીર કપૂરનું માનવું છે કે, તેના લુકને કારણે સોનાક્ષી તેનાથી મોટી લાગે છે. આવી સ્થિતિમાં રણબીર ક્યારેય સોનાક્ષી સાથે જોડી બનાવવા માંગતો નથી.અમિતાભ બચ્ચન અને રેખા : મહાનાયક અમિતાભ બચ્ચન અને સદાબહાર અભિનેત્રી રેખા ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. બંને ચાહકોને છેલ્લે 1981 માં આવેલી ફિલ્મ સિલસિલામાં એક સાથે ફિલ્મી પડદા પર જોવા મળ્યા હતા. પરણિત હોવા છતાં પણ બીગ બી રેખાના પ્રેમમાં પડી ગયા હતા, આ સંબંધની જાણ જ્યારે જયા બચ્ચનને થઈ ત્યારે તેને સમજદારીપૂર્વક બાબતને સમજીને આ મામલો હેન્ડલ કર્યો હતો. 1981 પછી રેખા અને બિગ બીએ સાથે મળીને કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી