અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આ સિતારાઓની સગાઈના થોડા જ દિવસો બાદ તૂટી ગઈ સગાઇ.. લગ્ન સુધી પહોંચી જ નહિ, કોણ છે આ લીસ્ટમાં જુઓ
મિત્રો કોઈ પણ વ્યક્તિ માટે સગાઇ પછી આગળનું સ્ટેપ લગ્ન હોય છે. પરંતુ ઘણા લોકોની વાત સગાઇ બાદ પણ લગ્ન સુધી નથી પહોંચી શકતી. ક્યારેક સગાઇ થઇ ગયા બાદ પણ અમુક કારણોસર લગ્ન તૂટી જતા હોય છે. તેવી જ રીતે બોલીવુડમાં પણ ઘણા એવા સિતારાઓ છે જેના લગ્ન થતા થતા રહી ગયા છે. જી હા મિત્રો, આ સિતારાઓની સગાઇ તો થઇ ગઈ હતી પરંતુ તેની વાત લગ્ન સુધી પહોંચી જ ન શકી.
આ સિતારાઓની સગાઇ તૂટવાની પાછળ અલગ અલગ કારણ રહેલા છે. જેમાં કોઈની સગાઇ તેમના પરિવાર વાળાના કારણે તૂટી, તો કોઈ સિતારાઓએ સગાઇ પોતાની મરજીથી તોડી હતી. આજે અમે બોલીવુડના પાંચ એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમની સગાઇ તો થઇ હતી તે બંનેના પણ લગ્ન ન થઇ શક્યા.
પહેલા નંબર પર છે વિશાલ દાદલાણી અને સાક્ષી તંવર. સાક્ષી તંવર જે નાના પરદા પરની જાણીતી અભિનેત્રી છે અને તે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ઘણા ઓછા લોકોને જાણ હોય છે કે સંગીતકાર અને સિંગર વિશાલ દાદલાણીના લગ્ન સાક્ષી તંવર સાથે નક્કી થયા હતા. બંનેની સગાઇ પણ થઇ ગઈ હતી. પરંતુ કોઈ કારણસર થોડા દિવસ બાદ સગાઇ તૂટી ગઈ. ત્યાર બાદ વિશાલે પ્રીયાલી સાથે લગ્ન કરી લીધા અને સાક્ષી આજે પણ કુંવારી છે અને પોતાના મિસ્ટર પરફેકટની રાહે છે.
ત્યાર બાદ છે અક્ષય કુમાર અને રવિના ટંડન. એક સમયે અક્ષય અને રવિનાની પ્રેમની ચર્ચા ખુબ જ થતી હતી. 90 ના દાયકામાં બંનેએ ઘણી બધી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. તે દરમિયાન બંનેની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. તમને જણાવી દઈએ કે તે સમયે એવી ન્યુઝ આવી હતી કે અક્ષય કુમાર અને રવિના ટંડન બંનેએ સગાઇ કરી લીધી છે. પરંતુ થોડા સમય બાદ બંનેના બ્રેકપની ખબરો સામે આવી હતી. આજે બંનેના લગ્ન અલગ અલગ વ્યક્તિ સાથે થયા છે અને બંને પોતાના લગ્ન જીવનથી સુખી અને ખુશ છે.
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની પણ સગાઇ થઇ ગઈ હતી. પરંતુ તેમની વાત લગ્ન સુધી પહોંચી જ ન શકી. જો કે સગાઇ તૂટવાનું સાચું કારણ તો હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ખબરોનું માનીએ તો અભિષેક અને કરિશ્માની સગાઇ, કરિશ્માની માતા, બબીતાના કારણે તૂટી હતી. કરિશ્માની માતાને આ બંનેનો સંબંધ પસંદ ન હતો. કારણ કે તે સમયે કરિશ્મા બોલીવુડની ખુબ જાણીતી અને સફળ અભિનેત્રી હતી જ્યારે અભિષેકના નામ પર ફ્લોપ હીરોનો ટેગ લાગેલો હતો.
ચોથા નંબર પર આવે છે સલમાન ખાન અને સંગીતા બિજલાણી. એક સમય એવો પણ હતો જ્યારે સંગીતા બિજલાણી અને સલમાન ખાન એક બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. તમને જણાવી દઈએ કે બંનેની સગાઇ પણ થઇ ગઈ હતી અને કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ સોમી અલીના કારણે તેમનું બ્રેકપ થઇ ગયું. તે સમયે સલમાનના જીવનમાં સોમી અલી આવી ગઈ હતી અને સંગીતાએ પણ સલમાનને તેનાથી દુર રહેવાનું કહી દીધું હતું. પરંતુ સલમાન તેવું ન કરી શક્યા અને સંગીતાએ તે સગાઇ તોડી નાખી.
(ઉપરના જમણી બાજુનો સિંગલ ફોટો સોમી અલીનો છે)
તો આ હતા ચાર એવા જાણીતા બોલીવુડ કપલ કે જેની સગાઇ તો થઇ હતી પરંતુ વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ તેમનો સંબંધ તૂટી ગયો હતો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા