અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
જાણો પુલવામામાં શહીદ થયેલા પરિવારના માટે આખા ભારત માંથી એકઠા થયા આટલા રૂપિયા.. રકમ જાણીને તમને પણ ગર્વ થશે.
આપણે બધા જાણીએ છીએ કે પુલવામા હુમલામાં બાદ શહીદો માટે દુઃખ હતું તો તેમના પરિવાર માટે આખા ભારતના લોકોએ તેમના પરિવાર માટે ચિંતા વ્યક્ત કરી છે. દરેક શહીદોના પરિવાર જનો માટે “ભારત કે વિર” નામની એપ્લીકેશન અને વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પર્સનલ યથા યોગ્ય સહાય કરી શકે છે અને કરોડો પરિવારોએ શહીદોના પરિવારો માટે મદદ કરી છે.
“ભારત કે વિર” સાથે જોડાયેલા એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ દેશના લોકો શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ કરી રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને આપણા દેશના લોકોએ એ સાબિત કરી બતાવ્યું છે કે ભલે જવાનો શહીદ થયા પરંતુ તેના પરિવારો આ દેશના પરિવાર છે. તે એકલા નથી આખો દેશ તેમની સાથે છે. અર્ધ સૈન્ય બાલ સાથે જોડાયેલા બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોની મદદનો સિલસિલો હજુ ચાલુ જ છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારોને કુલ કેટલી સહાય મળી.
પુલવામા હુમલા પહેલા CRPF ના ટ્વીટર એકાઉન્ટમાં ફોલોવર્સની સંખ્યા 275000 હતી. પરંતુ પુલવામા હુમલા બાદ તરત જ ફોલોવર્સની સંખ્યા વધીને 425000 થઇ ગયા છે. જે આપણા માટે ખુબ જ ગર્વની વાત છે.
14 ફેબ્રુઆરીના પુલવામામાં હુમલો થયો ત્યાર બાદ આજ સુધીમાં દેશવાસીઓએ શહીદ થયેલા જવાનોના પરિવારોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાન આપ્યા છે. જ્યારે આજથી છેલ્લા બે વર્ષ પહેલા માત્ર 20 કરોડ રૂપિયાની જ સહાય હતી. જે ખુબ જ સામાન્ય લોકોએ કરી હતી. જ્યારે હાલ આ હુમલા પછી મોટા મોટા ઉદ્યોગપતિઓએ પણ ખુબ જ દાન કર્યું છે અને બોલીવુડના મહાનાયકોએ પણ મદદ જાહેર કરી હતી. જેમાં આ બધાની વચ્ચે ફિલ્મ સ્ટાર અક્ષય કુમારના કહેવા પર સિન્ડીકેટ બેંકમાં આર્મી વેલ્ફેર ફંડ કેઝ્યુલિટી એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. આ એકાઉન્ટમાં પણ તમે પૈસા જમા કરાવીને અર્ધસૈન્ય બળની મદદ કરી શકો છો.
તે બેંક એકાઉન્ટની ડીટેલ જેમાં તમે પૈસા જમા કરાવી શકો છો.
બેંકનું નામ :- સિન્ડીકેટ બેંક, એકાઉન્ટનું નામ :- ARMY WELFARE FUND BATTLE CASUALTIES, એકાઉન્ટ નંબર :- 90552010165915, IFSC કોડ :- SYNB0009055.
આ એકાઉન્ટ મિત્રો તમે યથાશક્તિ ગમે એટલા પૈસા જમા કરાવી શકો છો. આ પૈસાનો ઉપયોગ શહીદોની પત્ની, તેના બાળકો અને તેના માતાપિતાની મદદ કરવા માટે થાય છે. તો મિત્રો આ ખાતામાં બની શકે તો પૈસા જમા કરાવજો જેનાથી આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા છે તેમના પરિવારની રક્ષા થાય એ આપણું સૌભાગ્ય ગણાશે.
તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય દ્વારા 2017 ના વર્ષમાં શહીદ થયલા જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે એટલે કે આર્થિક મદદ કરવા માટે “ભારત કે વિર” www.bharatkeveer.gov.in નામની વેબસાઈટ અને એક એપ્લીકેશન પણ લોંચ કરી હતી.
આ વેબસાઈટ મોબાઈલ એર પર જઈ દેશનો નાગરિક શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદ કરી શકે છે. લોકો ઈચ્છે તો ભારત સરકારના વિર ફંડમાં પણ પૈસા દાનમાં આપી શકાય અથવા તો સીધા શહીદ પરિવારના ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. વેબસાઈટના હોમપેઈજ પર Contribute to ના લીંક પર ક્લિક કરવાનું. જેમાં Bravhearts અને ભારતના કોપર્સનું ઓપ્શન સામે આવશે. બ્રેવહાર્ટસની લીંક પર ક્લિક કર્યા બાદ જે પેઈજ ખુલશે તેના પર પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના ફોટા દેખાશે. ત્યાંથી જે જવાનના પરિવારને દાન આપવા માંગો છો તે જવાનના ફોટા પર ક્લિક કરવાનું. ત્યાં તમને એ પણ જાણવા મળી જશે કે તેમના પરિવારને કેટલું દાન આપવામાં આવ્યું છે અને તેની સાથે જોડાયેલી બીજી પણ માહિતી મળી રહેશે.