🧣 મિત્રો કોટન બધા પ્રકારના કાપડમાંથી સારી ગુણવત્તાવાળું ગણાય છે. લગભગ બધા લોકો કોટનના કાપડનો જ ઉપયોગ કરતા હોય છે. રેગ્લ્યુલર ડ્રેસ પહેરતા હોય તેમાં ઓછાડ વગેરેમાં પરંતુ મિત્રો કોટનના કાપડમાં એક સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેને ધોતા સમયે તેનો રંગ નીકળતો જાય છે અને કપડાનો કલર ડલ થતો જાય છે. માત્ર કોટન જ નહિ પરંતુ બીજા અન્ય કાપડમાંથી પણ આ રીતે રંગ નીકળી જતો હોય છે. જે આપણા કપડાની ચમક ઘટાડે છે. આજે અમે તમારા માટે ખુબ સારી ટ્રીક લાવ્યા છીએ જો તમે તેનો ઉપયોગ કરશો તો તમારા કપડાનો રંગ નહિ જાય અને તે લાંબો સમય સુધી નવા અને ચમકદાર જ રહેશે.તો ચાલો જાણીએ કે તે ટ્રીક શું છે.
🧣 મિત્રો જે ડાર્ક કલરના કપડા હોય છે તેમાં વધારે રંગ છૂટતો હોય છે. તો તે રંગ ન છૂટે તેના માટે તમારે માત્ર એક ખુબ જ સરળ ઉપાય કરવાનો છે. માત્ર એક જ વાર આ ઉપાય અપનાવશો અને ત્યારબાદ તમે કપડાને ધોશો તો ક્યારેય તેમાંથી કલર નહિ નીકળે. આ ઉપરાંત એક એવી ટ્રીક પણ જણાવશું જેના ઉપયોગથી તમારા કપડા મુલાયમ રહેશે.
🧣 મિત્રો આ ઉપાય માટે માત્ર બે જ વસ્તુ જોઇશે એક મીઠું અને બીજું ગરમ પાણી. આ બે વસ્તુનું નામ સાંભળતા જ તમને એવું થશે કે આ ઉપાય તો અમને પણ ખબર છે. ઘણા મિત્રોએ તો આ ઉપાય અપનાવ્યો પણ હશે. પરંતુ મિત્રો આ ટ્રીક ઘણા લોકો જાણતા હોય છે પરંતુ તે એ નથી જાણતા કે કેટલી માત્રામાં પાણી અને કેટલી માત્રામાં મીઠું રાખવું. મતલબ તેની સાચી રીતથી તે લોકો અજાણ હોય છે જેથી આ ઉપાય બાદ પણ તેમના કપડામાંથી કલર નીકળતો હોય છે. તો અહીં અમે તમને એક ચોક્કસ માત્રા જણાવીશું કે જે ૧૦૦% અસરકારક છે.
🧣 આ ઉપાય માટે ચાર લીટર ગરમ પાણી લઇ લો. (પાણીને એકદમ ઉકળતું નથી લેવાનું )
🧣 હવે તે પાણીમાં 200 ગ્રામ મીઠું ઉમેરો. (મિત્રો ચાર લીટર પાણીમાં 200 ગ્રામ મીઠું ઉપયોગમાં લેવાનું છે જ્યારે તમે એક લીટર પાણી લેતા હોય તો મીઠાની માત્રા ૫૦ ગ્રામ આવશે. તો આ રીતે બંનેનું પ્રમાણ આ રેશિયો મુજબ જાળવવું જોઈએ.)
🧣 હવે મીઠું ઉમેર્યા બાદ પાણીમાં મીઠું બરાબર ઓગળી જાય તે માટે તેને હલાવવાનું છે.
🧣મીઠું ઓગળ્યા બાદ તમારે જે કપડાને કલર જવાની શક્યતા હોય તેને તેમાં બોળી દેવાનું છે. બોળ્યા બાદ તેને ત્રણ કલાક સુધી તે પાણીમાં પલાળી રાખવાનું છે.
🧣ત્રણ કલાક પછી તમે જોશો તો પાણીમાં થોડો કલર નીકળ્યો હશે. મિત્રો આ રંગ વધારાનો રંગ હોય છે. હવે હળવા હાથે તેનું પાણી નીચોવી લો.
🧣 ત્યારબાદ તેને ફરી પાછું નોર્મલ પાણીમાં બોળો અને નીચોવી લો. આ રીતે તમારે ત્રણ વખત નોર્મલ પાણી લઇ અને ત્યારબાદ તેમાં નીચોવી લો ત્યારબાદ તેને સુકવી દો.
🧣 મિત્રો જ્યારે પણ કપડાને સૂકવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારે તેને તડકામાં ન સૂકવવા. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઉપાય જ્યારે તમે કપડાને પહેલી વાર ધોવો ત્યારે જ કરવાનો છે અને ત્યારબાદ દરેક વખતે તમે જે રીતે કપડા ધોવો છો તે રીતે જ ધોવાના છે.
🧣 હવે મિત્રો કપડાને મુલાયમ રાખવા માટે એક લીક્વીડ આવે છે પરંતુ તે લીક્વીડ બજારમાં ખુબ જ મોંઘા ભાવે મળે છે પરંતુ તમેં જ્યારે કપડાને છેલ્લી વખત પાણીમાં નિચોવતાં હોવ ત્યારે તે પાણીમાં બે ચમચી વિનેગર ઉમેરી દેવું ત્યારબાદ તે પાણીમાં કપડા નીચોવી લેવા. તેવું કરવાથી કપડા એકદમ મુલાયમ રહે છે. આ ટ્રીક તમે વોશિંગ મશીનમાં કપડા ધોતા હોય તો પણ અપનાવી શકો છો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી