અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🙆♂️ તણાવથી દૂર રેહવાની ટીપ્સ 🙆♂️
💁♂️ મિત્રો અમે આજ તમારી સાથે શેર કરી રહ્યા છીએ કે કઈ રીતે તણાવ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરે છે તેમજ કઈ રીતે તેને દૂર કરી શકાય. આજના સમયમાં 90% લોકો તણાવથી ઘેરાયેલા હોય છે. અને ક્યારેક તો આ તણાવ એટલો વધી જાય છે કે તે Depression નું રૂપ લઇ લે છે. મિત્રો તણાવની બીમારી ઘણી ગંભીર બીમારીઓથી પણ ખતરનાક હોય છે. કેન્સર, એઇડ્સ વગેરે જેવી ગંભીર બીમારી કરતા પણ વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.
💁♂️ મિત્રો તમને કદાચ જીયા ખાનનો કિસ્સો તો યાદ હશે. એક સૂંદર પ્રભાવશાળી અભિનેત્રી. તેની પેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે કામ કરવાની તક મળી હતી. પરંતુ ખૂબ જ દુઃખની વાત એ છે કે તે જીયા ખાને પણ તણાવમાં આવીને આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો હતો. આ આત્મહત્યાની પાછળ કોઈ પ્રકારનું દુઃખ, અસફળતા અને તણાવ હોય છે. જો તમારા મનમાં કોઈ ગાઢ દુઃખ,તણાવ અથવા તો કોઈ અસફળતાનો સામનો કરી રહ્યા છો તો આ લેખ જરૂર વાંચો. કારણ કે તણાવ એ જિંદગી માટે ધીમું ઝેર સાબિત થઇ જાય છે.
😞 આપણે બધા જાણીએ જ છીએ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો ઉદાસીનો અનુભવ કરતી હોય છે. ઘણી વાર આપણે અમુક કલાક કે અમૂક દિવસો સૂધી કોઈ વાતને લઈને દુઃખી તથા ઉદાસ રહેતા હોઈએ છીએ. કોઈ એક વાતને લઈને આપણું મન પરેશાન રહે છે.
😞 તણાવનું સૌથી મોટું લક્ષણ છે ઉદાસી. જ્યારે ઉદાસી આપણા જીવનમાં ઘર કરી જાય છે ત્યારે આપણે તણાવનો શિકાર બની જઈએ છીએ. આ તણાવમાંથી આવાવું ખૂબ જ મૂશ્કેલ બની જાય છે. કારણ કે ક્યારેક આપણા સમાજમાં તણાવમાં રેહતા લોકોને પાગલ સમજવામાં આવતા હોય છે. તેથી તણાવ વાળી વ્યક્તિ સમાજના દરથી ખૂલીને પોતાનો તણાવ વ્યક્ત કરી શકતા નથી.
😞 વ્યક્તિ પોતાની જાતને એકદમ નીચી અનુભવે, કોઈ તેને પ્રેમ નથી કરતુ તેવું અનુભવે આ પ્રકારની ફિલિંગને લોકો તણાવ કહે છે. પરંતુ હકીકતમાં તેને તમે તણાવ નાં કહી શકો. તણાવ કોઈ એક નકારાત્મક વિચાર પર વારંવાર અઠવાડિયા કે મહિનાઓ સૂધી વિચારવું તેને કહેવાય છે.
😒 કોઈ ઉકેલ મળવાની દિશા ક્યાય સૂજે નહિ અને ચારેય બાજુથી વ્યક્તિ માત્ર નકારાત્મકતાથી ઘેરાયેલો રહે છે. તેના જીવનમાં તેને કોઈ આશા નજર નથી આવતી જેના કારને તે સતત ઉદાસ રહે છે. અને પછી વધારે સમય આ એક જ ચિંતા માણસને Depression માં લાવે છે.
😒 Depressionના સમયે માણસ આત્મહત્યા વિશે ખૂબ જ વિચારે છે. જ્યાં સૂધી તેને કોઈ રસ્તો ન મળે ત્યાં સુધી તે સતત આવા વિચારો કર્યા કરે છે. અને તેના કારણે તે જાન લેવાની હરકતો પણ કરી શકે છે. જેમ કે કોઈ બસ જતી હોઈ તો જાણી જોઇને તેની સાવ નજીકથી નીકળું અથવા તો બસ આવતી જોઇને વચ્ચે ઉભા રહી જવું જ્યાં સુધી એકદમ નજીક નાં આવી જાય ત્યાં સૂધી ત્યાંથી ખસવું નહિ, અથવા તો પોતાના મિત્રોને વારંવાર કહેતા રેહવું કે હવે આપણે કદાચ મળશું કે નહિ વગેરે જેવી હરકતો કરે છે, તેમજ વાતો કરે છે.તો મિત્રો આ પ્રકારનું વધારે Depression ક્યારેક જીવલેણ પણ બની જતું હોય છે. તો તરત જ તેનો કોઈ સચોટ ઈલાજ કરાવવો.
💪 મિત્રો આ વસ્તુ જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે Depression સામે લડવા માટે સક્ષમ બની શકશો:- 💪
કહેવાય છે કે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે અને ખાલી પડેલા મગજમાં વધારે પડતા નકારાત્મક વિચારો આવે છે. તેથી પોતાની જાતને વધારે વ્યસ્ત રાખો સર્જનાત્મક કાર્યમાં.
🧘♀️ જો આપણે યોગા,વ્યાયામ,ધ્યાન વગેરે રોજ કરીએ તો તેનાથી તણાવમાં રેહવાની સ્થિતિ 50% ઓછી થઇ જાય છે. માટે રોજ સવારે વહેલા ઉઠી જાવ અને યોગ તેમજ વ્યાયામ કરો તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
🎧 તણાવ હોય ત્યારે ઊંઘ ન આવે તે સ્વાભાવિક છે પરંતુ ક્યારેય તે પરિસ્થિતિમાં દવા ન લેવી. દવા લેવાના બદલે એક હળવું મ્યુઝીક ચાલુ કરી સૂઈ જવું થોડી વારમાં ઊંઘ આવી જશે.
🙏 Belive in God. તમારી ઉપર પણ કોઈ શક્તિ છે એ વાતને સ્વીકારી ભગવાનની પ્રાથના કરતા રહેવું. અને એક વાતનો સ્વીકાર કરી લેવો કે જીવનમાં દરેક વસ્તુ તમારા નિયંત્રણ પર નથી ચાલતી. આ હકીકતને માની લેવી અને આગળ વધવું.
👍 Live in Present. જો આપણે જોઈએ તો 90% ચિંતા આપના ભવિષ્ય અને ભૂતકાળને લઈને હોઈ છે. પરંતુ મિત્રો તેમાંથી કદાચ 5% જ મુશ્કેલી તમારા જીવનમાં આવે છે. જ્યારે તમે તો વિચારી વિચારીને ચિંતિત રહેતા હોય છે. અને ખાસ કરીને ભૂતકાળનો અફસોસ કર્યા કરતા હોઈએ છીએ. પરંતુ ખરેખર આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાં આપણા આજને ખોઈ બેસતા હોઈએ છીએ તેથી હમેશા આજમાં જીવો.ખોટી ચિંતા ન કરો.
📚 પ્રેરણાત્મક સુવિચારો વાંચો તેમજ વાર્તાઓ પણ વાંચો તેનાથી તમને નવી ઉર્જા મળશે.
👨💼 મિત્રો તણાવમાં રહેવાથી વ્યક્તિ પોતાનું ધ્યાન રાખવાનું બંધ કરી દે છે. પરંતુ આ પરિસ્થિતિમાં તમારું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. સારા કપડા પહેરો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત નિયમિત ખોરાક લો.
🎧 મિત્રો પોતાની જાતને ઘરમાં બંધ રાખીને ન બેસો. રોજ થોડી વાર માટે ઘરેથી બહાર નીકળો. તેમજ સારું મ્યુઝીક સાંભળો.
📗 મિત્રો તમે જો તમારી વાત કોઈને નથી કહી શકતા તો તેને તમારી પર્સનલ ડાયરીમાં લખો અને મન હળવું કરી લો તેમજ કોઈ ત્રણ એવી વાત તમે તમારી ડાયરીમાં લખો કે જેના માટે તમે આભારી છો. પોતાની જાતને માફ કરતા શીખો .તમારી સાથે કઈ ખરાબ થઇ રહ્યું છે કારણ વગર તો તેના માટે તમારી જાત પર આરોપ ન લગાવો.પરંતુ તેને સકારાત્મક રીતે વિચારો તેની પોસીટીવ સાઈડને વિચારો.
🤲 વિચારો કે મુશ્કેલી ભગવાન હંમેશા તેજ વ્યક્તિને આપે છે જેના પર ભગવાન ને પૂરો ભરોસો છે. તેના માટે આ બે લાઈન હમેશા યાદ રાખો કે “ભગવાને એને બધું આપ્યું કારણ કે તેને ભગવાન પર ભરોસો છે પરંતુ ભગવાને આપણને બધું નથી આપ્યું માત્ર હિંમત આપી કારણ કે ભગવાનને આપણા પર ભરોસો છે.” માટે હિંમતથી કામ લો. અને આગળ વધો
😯 હંમેશા ખરાબ ઘટનાને અને વાતોને યાદ કરવાને બદલે તમારી સારી યાદોને યાદ કરો જેથી તમને તણાવમાં રાહત મળે અને જીવન જીવવામાં સરળતા રહે.અને જીવનમાં હમેશા હસતા રહો.
💁♂️ તો મિત્રો આ રીતે સારી વસ્તુઓનું પાલન કરીને તમે તારી જાતને તણાવ રહિત બનાવી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ