અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🔱 મહામૃત્યુંજય મંત્રની સ્થાપના….. 🔱
🔱 “ૐ ત્રયમ્બકં યજામહે । સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ । 🔱
🔱 ઉર્વારૂકમિવ બન્ધનામ્ । મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।” 🔱
🔱 મિત્રો મહામૃત્યુંજય મંત્ર એક એવો મંત્ર છે જેનાથી મૃત્યુ પણ ગભરાય જાય છે. આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમદૂત પણ પ્રાણ લેતા પહેલા ઘણી વાર વિચાર કરે છે. કેમ કે આ મંત્ર સ્વયં મહાકાલને પ્રસન્ન કરે છે. જેની ઉપર મહાકાલ પ્રસન્ન થઇ જાય તેને મૃત્યુનો શું ભય હોય. મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ એટલા માટે થઇ છે કેમ કે કાળને પણ પરાજિત કરી શકાય.Image Source :
🔱 એક વાર યમરાજે મહાકાલના આ મંત્રને નજરઅંદાજ કર્યો અને પ્રાણ લેવાની ભૂલ કરી હતી. પરંતુ તુરંત જ તેને અહેસાસ થઇ ગયો કે મહામૃત્યુંજય મંત્રનું અપમાન કર્યું તો મહાકાલની ક્રોધાગ્ની ભસ્મ કરી દેશે. આ વાત તે સમયની છે જ્યારે ભગવાન શિવજીના ભક્ત માર્કંડ ઋષિને સંતાન ન હોવાથી તે ખુબ જ દુઃખી હતા. તેની કુંડળીમાં સંતાન યોગ હતો જ નહિ. પરંતુ તેને સંતાન પ્રાપ્ત કરવાની ચાહના ખુબ જ હતી. એટલા માટે તેણે વિચાર્યું કે દેવોના દેવ મહાદેવ પુરા સંસારના વિધાન બદલી શકે છે તો મારું વિધાન શા માટે ન બદલી શકે. એટલા માટે તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કરવાનો નિર્ણય કર્યો અને તેની આરાધનામાં લીન થઇ ગયા.
🔱 માર્કંડ ઋષિ ઘણા સમય સુધી તપસ્યામાં લીન હોવાને કારણે ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને તેને કહ્યું કે “હું વિધાન બદલીને તને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું.” આ સાંભળીને માર્કંડ ઋષિ ખુબ જ ખુશ થઇ જાય છે. પરંતુ ત્યારે પછી મહાદેવ દ્વારા કહેવામાં આવેલી વાતથી તરત આગળની ક્ષણે જ માર્કંડ ઋષિના મુખ પરથી પ્રસન્નતા છીનવાય જાય છે. ભગવાન શિવજી તેને કહે છે કે પુત્ર પ્રાપ્તિની પ્રસન્નતાની સાથે સાથે જ ખુબ જ જલ્દી ખુબ જ મોટા દુઃખને ભોગવવું પડશે. પરંતુ તે દુઃખ કયું હશે તે મહાદેવ દ્વારા ન કહેવામાં આવ્યું.
🔱 પછી તરત જ માર્કંડ ઋષિને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય છે. જેનું નામ માર્કંડેય પાડવામાં આવ્યું. માર્કંડ ઋષિ ખુબ જ પ્રસન્ન થયા. પરંતુ તેને જ્યોતિષોએ જણાવ્યું કે આ બાળક અલ્પ આયુ છે અને તેનું આયુષ્ય માત્ર 12 વર્ષની જ હશે. માર્કંડ ઋષિની ખુશી દુઃખમાં બદલી ગઈ અને તેની પત્ની ઉપર તો દુઃખોના ડુંગર મંડરાવા લાગ્યા હતા. ત્યારે માર્કંડ ઋષિ પોતાની પત્નીને આશ્વાસન આપે છે કે જે સદાશિવ ભગવાને માર્કંડેયના જન્મનું વરદાન આપ્યું તે જ તેના પ્રાણનું રક્ષણ પણ કરશે અને લાંબી આયુષ્યનું વરદાન પણ આપશે.
🔱 સમય વિતવાની સાથે સાથે માર્કંડેય મોટો થવા લાગ્યો માર્કંડ ઋષિએ તેને શિવ મંત્રની દીક્ષા દીધી, પરંતુ સમયની સાથે સાથે માર્કંડની પત્નીની ચિંતા પણ વધવા લાગે હતી. માતા પિતાને પરેશાન જોઈને માર્કંડેય તેનું કારણ પૂછ્યું. તો માતા એ માર્કંડેયને તેની ઓછી આયુષ્ય છે તે વાત જાણવી દીધી. પરંતુ માર્કંડેય કોઈ પણ પરેશાની વગર માતા પિતાને એ વિશ્વાસ અપાવ્યો કે તે તેના દુઃખોને દુર કરવા માટે સદાશિવ પાસેથી લાંબી આયુષ્ય માટે વરદાન અવશ્ય લેશે.
🔱 ત્યાર પછી માર્કંડેયએ શિવજીની આરાધના માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને આ મંત્રનો અખંડ જાપ કરવા લાગ્યા. ભગવાન શિવજીની આરાધના કરતા કરતા તે સમય નજીક આવી ગયો જેનો બધાને ડર હતો. માર્કંડેયની આયુષ્ય બાર વર્ષની થતા જ યમદૂત તેને લેવા માટે આવી ગયા. પરંતુ યમદુતોએ જોયું કે માર્કંડેય મહાકાલની આરાધનામાં લીન છે તો તેને થોડી વાર માટે પ્રતીક્ષા કરી. પરંતુ માર્કંડેય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા જ રહ્યા.
🔱 સમય વીતી રહ્યો હતો પરંતુ યમદુતોનું સાહસ ન થયું કે તે મંત્રના જાપ કરતા માર્કંડેયના પ્રાણોને હરી ન શક્યા અને તે પાછા ચાલ્યા ગયા. તે વાત યમદુતોએ યમરાજને કીધી. આ વાત સાંભળીને યમરાજે કીધું કે માર્કંડના પુત્રને હું ખુદ લઈને આવીશે. અને ત્યાર પછી યમરાજ માર્કંડેયને લેવા માટે પહોંચી ગયા. યમરાજને પોતાની સામે જોઇને ખુબ જ જોરથી મંત્રનો જાપ કરવા લાગે છે અને શિવલિંગને બથ ભરી લે છે.
🔱 આ જોઇને માર્કંડેયને શિવલિંગથી અલગ કરીને ખેંચવાની કોશિશ કરે છે. ત્યારે એક ખુબ જ ભયંકર ત્રાડ પડી અને આખી ધરતી ધ્રુજવા લાગી અને એક પ્રચંડ પ્રકાશ ઉત્પન્ન થયો જેમાંથી સ્વયં મહાકાલ હાથમાં ત્રિશુળ લઈને પ્રકટ થાય છે. ભગવાન શિવજીએ કહ્યું ” તે મારી સાધનામાં લીન ભક્તને હરવાનો પ્રયાસ શા માટે કર્યો. યમરાજ મહાકાલના પ્રચંડ રૂપને જોઇને ભયભીત થઇ જાય છે અને મહાકાળને કહે છે કે, “હે આદિ નાથ શંકર તમે જ મને દરેક જીવના જીવનપ્રાણ હરવાનું નિષ્ઠુર કામ સોંપ્યું છે અને હું તેજ કામ કરી રહ્યો છું મને ક્ષમા કરો પ્રભુ” ત્યારે ભગવાન શિવજીનો ક્રોધ શાંત થાય છે અને ત્યારે ભગવાને કહ્યું કે, “હું મારા ભક્તની આરાધનાથી પ્રસન્ન છું અને મારા ભક્તને લાંબી આયુષ્યનું વરદાન આપું છું. હવે યમરાજ તું આને નહિ લઇ જઈ શકે.”
🔱 ત્યાર બાદ યમરાજે કહ્યું કે પ્રભુ તમારી આજ્ઞાનું હું સમ્માન કરું છું હવે હું માર્કંડેય દ્વારા રચિત મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવા વાળા કોઈ પણ ભક્તને કોઈ પણ હાની નહિ પહોંચાડું.
🔱 આવી રીતે માર્કંડેયને દીર્ઘ આયુનું વરદાન મળી ગયું અને ભગવાન શિવજીના ભક્તોને મૃત્યુથી બચાવનારો મહામૃત્યુંજય મંત્ર પ્રાપ્ત થઇ ગયો. કહેવામાં આવે છે કે સોમવારે મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવાથી મહાકાલની કૃપા થાય છે. ઘણા બધા અસાધ્ય રોગો અને પરેશાની દુર થાય છે. તો મિત્રો આ છે મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિનો ઉદ્દેશ્ય.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી