પ્રાચીન ભારતના આ 8 મંદીરો જે છે ખગોળશાસ્ત્ર અને વસ્તુકલાનો બેનમુન નમુનો… જરૂર જાણો આ મંદિર વિશે.

પ્રાચીન ભારતનાં 8 વિશાળ મંદિરો જે છે ખગોળશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટીએ બેનમુન કલાકારી.

પ્રાચીન સમય મા મંદિરો બનાવમાં આવતાં હતાં.ત્યારે વાસ્તશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર નો ઉપયોગ કરી ને મંદીર નું નિમાર્ણ કરવામાં આવતું હતુ.

રાજા,મહારાજા ઓ પોતાના ખજાના ને છુપાવવા માટે મંદીર નું નિર્માણ કરતા અને ખજાના પાસે પહોચવા  માટે ગુપ્ત રસ્તાથી અવરજવર કરતા.

આજે આવા જ 8 પ્રાચીન મંદિરો વિષે તમને જણાવીશું જે તમારા માટે એક નવી જાણકારી બની રહેશે અને તમને નવા મંદિરો વિશે પણ જાણવાનું મળશે. તો ચાલો આપણે તે મંદિરો વિશે જાણીએ.

1) કરણી માતા નું મંદિર

કરણી માતાનું મંદિર બિકાનેરમાં આવેલુ છે.આ મંદીર મા લગભગ 20,000 કાળા રંગ ના ઉંદર રહે છે. કરોડોની સંખ્યામાં શ્રધાળુઓ માનતા પૂર્ણ  કરવા આવે છે. કરણી દેવીને દુર્ગાનું ઍક સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદીરને ઉંદરનું મંદીર પણ કહેવામાં આવે છે. ઉંદરનું અહીં સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવે છે. ધોળા રંગનો  ઉંદર જોવા મળે તો માનતા પૂર્ણ  થઈ તેમ માનવામાં આવે છે.

2)કન્યાકુમારી મંદીર

કન્યાકુમારી વિસ્તારને દેશ નો સૌથી નીચેનો વિસ્તાર ગણવામાં આવે છે. આ મંદીર દરિયા  કિનારે બાંધવામાં આવ્યુ છે. આ મંદીર પાર્વતી માતાના કન્યારૂપને પૂજવામાં આવે છે. આ મંદીરમાં પુરુષોને પ્રવેશ કરવા માટે કમરથી ઉપર નાં કપડા ઉતારવા પડે છે. પૌરાણિક કથા અનુસાર દેવી નાં લગ્ન પૂર્ણ  ન થયા તો વધેલા દાળ-ભાત ને જમીન મા દાટવામા આવ્યાં હતાં. જે પથ્થર બની ગયા. આજે પણ આ મંદીરની આસપાસ ની જગ્યા પર તેં પથ્થર જોવા મળે છે.

આ મંદીર પાસે સૂર્યોદય અને સૂર્યાસ્તનું અનોખું સૌંદર્ય જોવા મળે છે.આ મંદીર ને સુર્ય નું મંદીર નાં નામે પણ ઓળખવામાં આવે છે. સુર્યને અરબસાગરમા ડૂબતા જોવાનું પણ અલગ દ્રશ્ય છે.

3)કૈલાસ પર્વત,મેરુ પર્વત

હિમાલય પર્વતનાં સૌથી ઉંચેનાં ભાગમાં માનસરોવરમા આવેલુ પવિત્ર મંદીર છે. પૌરાણિક વાર્તાનાં અનુસાર આ જગ્યા પર શિવજી બિરાજમાન છે. આ ધરતીનું મુખ્ય કેન્દ્ર છે જગતની સૌથી ઉંચી જગ્યા પર આવેંલું  છે. માનસરોવર પાસે કૈલાસ પર્વત અને સામે મેરુ પર્વત છે. આ બધી જ જગ્યાને શિવ અને દેવલોક કહેવામાં આવે છે.

4) શનિ શીંગ્ળાપુરમહારાષ્ટ્રના અહંમદ જીલ્લાના શિગ્ળાપૂર નું વિશ્વપ્રસિદ્ધ શનિદેવનું મંદીર જેમાં  શનિદેવની મૂર્તિ પર કોઈ ઘુમ્મટ કે કોઈ જાતનું બાંધકામ વગર તેં એક સગેમરમરના ચબૂતરા ઉપર સ્થાપિત છે. શિગળાપૂર શહેરમાં  શનિદેવની એટલી છાયા કે કૃપા છે કે કોઈ પણ નાં ઘરે દરવાજા કે તિજોરી નથી. કેમ,કે ત્યાં કોઈ પણ જાતની ચોરી થતી નથી. તેં લોકો એવું માને છે કે જે ચોરી કરશે તેને શનિદેવ શાપ  આપશે.

5)સોમનાથ મંદીર

સોમનાથ મંદીર ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં  વેરાવળમાં આવેલુ છે. આ મંદીરનું  નિર્માણ ચંદ્રદેવ કર્યું હતુ. આ મંદીરને 17 વખત નષ્ટ કરવામાં આવ્યુ છે. પરન્તુ આ મંદીરને પૃણનિર્માણ કરવામાં આવ્યુ છે. સોમનાથ મંદીરને  હિન્દૂધર્મનું મહત્વનું મંદીર ગણવામાં આવે છે. આ મંદીર ની ગણતરી 12 જ્યોંતિલિન્ગ મા થાય છે.પ્રાચિન સમયમા આ જ્યોંતિલિન્ગ હવામા ઝુલતૂ હતુ. તેમ કહેવામાં આવે છે કે,24 જ્યોંતિલિન્ગ ની સ્થાપનાં કરવામાં આવી હતી જેમા સોમનાથ નું જ્યોંતિલિન્ગ વચ્ચે આવેલુ હતુ.અહિયાં શ્રીકૃષ્ણએ દેવત્યાગ કર્યો હતો.

6)કામારેવ્યા નું મંદીર

કામારેવ્યાનું મંદીર અસમનાં ગહવાટીમા આવેલુ છે. અહિયાં ત્રિપુરાસુંદરી,મતંગી અને કમલા દેવીની મૂર્તિ સ્થાપિત છે. બીજી તરફ 7 દેવીની મૂર્તિઓ અલગ અલગ મંદિરમા સ્થાપિત છે. માતાના 51 શક્તિપીઠ માંથી એક શક્તિપીઠ અહિયાં આવેલુ છે.આ મંદીરને તાંત્રિક નો ગઢ પણ કહેવામાં આવે છે.

7)અજંતા ઇલોરા ની ગુફા

અંજ્તા અને ઇલોંરાની ગુફાઓ મહારાષ્ટ્રનાં ઓરગાબાદમાં આવેલી છે. આ ગુફાઓ પર્વતોમાંથી બનાવવામા આવી છે. 29 ગુફાઓ અંજ્તાઓમા આવેલી છે અને 34 ગુફાઓ ઇલોંરામા આવેલી છે.આ ગુફાઓને રાજકૂટવંશનાં સમય મા બનાવવામાં આવી છે.

8)જ્વાળાદેવી મર્દીર

હિમાચલ પ્રદેશનું કાગદાધાટનાં દક્ષિણભાગમા 30 કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા મહાસત્તા કે 51 શક્તિપીઠમાથી એક શક્તિપીઠ છે અહિયાં માતા ની જીભ કાપી હતી.હજારો વર્ષો થી અહિયાં સ્થાપિત દેવીનાં મોઢામાંથી અગ્નિ નીકળે છે. આ મંદીરની ખોજ પાંડવોએ કરી હતી. વૈજ્ઞાનિક માને છે કે અહી મૃત જવળામુખી ની નીશાની છે. હજારો વર્ષો થી આ મંદીર મા નવ જ્વળા પ્રગટ છે.આ નવ દેવી મહાકાળી,મહાલક્ષ્મી,સરસ્વતી,અન્નપૂણા,ચંડી, વીંદ્યંવશિની, હિંગળાજ ભવાની, અંબિકા,અંજનાદેવી કે સ્વરૂપ છે.

તો આ હતા પ્રાચીન ભારતના મહાન 8 મંદિરો જે પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment