લગ્ન પહેલા ક્યારેય પણ સ્ત્રી પુરુષ વચ્ચે આ સંબંધ ન હોવો જોઈએ…. પણ આજકાલ આ સબંધો લગ્ન પહેલા જ બંધાઈ જાય છે.

લગ્ન પહેલા ક્યારેય પણ સ્ત્રી પુરુષ વચ્ચે આ સંબંધ ન હોવો જોઈએ…. પણ આજકાલ આ સબંધો લગ્ન પહેલા જ બંધાઈ જાય છે.

મિત્રો આજે અમે તમને ખુબ જ મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેની જાણકારી આજે દરેક વ્યક્તિને હોવી ખુબ જ આવશ્યક છે. તો આજે અમે તમને જણાવશું કે લગ્ન પહેલા ક્યારેય પણ અંગત સંબંધો ન બનાવવા જોઈએ. જો આપણે ધર્મની વાત કરીએ તો આપણા ઋષિમુનીઓએ ક્યારેય પણ અંગત સંબંધોને ખરાબ નથી દર્શાવ્યા. પરંતુ તેને એક સારી દ્રષ્ટિ અને સમાજ હિત માટે આવશ્યક માનવામાં આવે છે.

પરંતુ તેમ છતાં પણ અંગત સંબંધો માટે અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં એક સૌથી મોટો નિયમ છે વિવાહ. એટલે કે સ્ત્રી હોય કે પુરુષ બંનેએ લગ્ન બાદ જ અંગત સંબંધો માણી શકે છે. લગ્ન વગર જ અંગત સંબંધો બાંધવા પાપ માનવામાં આવે છે. આવું માત્ર હિંદુ ધર્મમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક ધર્મમાં કહેવામાં આવ્યું છે. જેમ કે આપણે બાઈબલમાં જોઈએ તો તેમાં લખેલું છે કે જો કોઈ વ્યક્તિ અવિવાહિત રહે અને સન્યાસ લઇ લે તો ખુબ જ સારું કહેવાય પરંતુ જો કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની કામ ઇન્દ્રિ પર કાબુ ન રાખી શકે તો તેણે વિવાહ કરી લેવા જોઈએ. પરંતુ જો કોઈ વ્યક્તિ અનૈતિક સંબંધો બનાવીને ઈશ્વરના નિયમોને તોડે છે તો ઈશ્વર તેને નિશ્વય રીતે સજા આપે છે.

આગળ એ પણ લખ્યું છે કે ઈશ્વરે યૌન ક્રિયા માટે પતિપત્ની બંનેને બનાવ્યા છે જેથી નૈતિક અને અનૈતિક સંબંધોમાં ફર્ક જોવા મળે. કુરાનમાં પણ હંમેશા નૈતિક સંબંધો રાખવા માટે જ કહેવામાં આવ્યું છે.

જો આપણે આપણા વેદો અનુસાર જોઈએ તો અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી અને પુરુષના યૌન સંબંધ માત્ર લગ્ન થયા બાદ સક્રિય થવા જોઈએ. ઋગ્વેદમાં પણ લગ્ન બાદ અંગત સંબંધો માટે અનુમતિ આપવામાં આવી છે.

લગ્ન પહેલા જો અંગત સંબંધો બનાવવામાં આવે તો ઘણા બધા ગેરફાયદાઓ છે. જે લગ્ન જીવનને બરબાદ પણ કરી શકે છે. આપણા શાસ્ત્રમાં કુલ સોળ પ્રકારની લગ્ન વિધિ છે. એટલે કે 16 પ્રકારે લગ્ન થાય છે. જેમાં બધા લગ્ન સંસ્કારમાં લગ્ન બાદ અંગત સંબંધો માણવાની છૂટ આપવામાં આવી છે.

જો લગ્ન પહેલા અંગત સંબંધો સક્રિય કરવામાં આવે તો બંને વ્યક્તિના જીવનમાં લગ્ન જીવન બાદ પ્રેમ સંબંધો તુટવા કરે છે. કેમ કે લગ્ન થઇ ગયા બાદ બંને વચ્ચે સંબંધોમાં કોઈ ચાહના નથી રહેતી. પારદર્શકતા દુર થઇ જાય છે. જેના કારણે પ્રેમ દિવસે દિવસે ઘટવા લાગે છે.

ઘણી બધી શારીરિક સમસ્યાઓ પણ થાય છે. લગ્ન સંબંધ પહેલા જો અંગત સંબંધો માણવામાં આવે તો આપણી શારીરિક સ્થિતિ કથળવા લાગે છે. જેના કારણે સ્ત્રી અને પુરુષના અમુક અંગો વહેલા કમજોર થવા લાગે છે. પરંતુ જો લગ્ન બાદ યોગ્ય રીતે સંબંધો બનાવવામાં આવે તો તેનાથી શારીરિક જીવન સ્વસ્થ પણ રહે છે. પરંતુ જો લગ્ન પહેલા અનૈતિક સંબંધો બનાવવામાં આવે તો એચઆઈવી થવાની સંભાવના પણ વધારે રહે છે. કેમ કે સામેની વ્યક્તિના આરોગ્ય વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

પરંતુ આપણા શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો લગ્ન સંબંધ બાદ અંગત સંબંધોને સક્રિય કરવામાં આવે તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ દુર રહે છે. લગ્ન જીવન સ્ત્રી અને પુરુષ માટે એક સુવ્યવસ્થા છે. જેને માત્ર સ્ત્રી અને પુરુષના અંગત સંબંધો માટે જ લગ્ન જીવનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે સામાજિક સંતુલન પણ જળવાઈ રહે છે.

તો મિત્રો લગ્ન પહેલા ક્યારેય પણ અંગત સંબંધો ન માણવા જોઈએ. પરંતુ આજકાલના યુવાનોમાં આ બાબત એક સમસ્યા બની ગઈ છે. જેના કારણે આજે લોકો કામયુંક્ત થતા જાય છે. અને દિવસે દિવસે કામવાસનામાં લીન થતા જાય છે જેના કારણે ઘણી વાર યુવા પેઢીનું ભવિષ્ય પણ મુશ્કેલીમાં આવી જતું હોય છે. તો લોકોમાં લગ્ન પહેલા અંગત સંબંધો નૈતિક નથી માનવામાં આવતા, એટલા માટે લગ્ન પહેલા ક્યારેય પણ સંબંધો ન બાંધવા જોઈએ.

તો મિત્રો તમારું શું કહેવું છે લગ્ન પહેલા અંગત સંબંધો યોગ્ય છે કે નહિ તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment