શું છે ગુડ ટચ અને બેડ ટચ ? તમારા બાળક કે બાળકીની સંપૂર્ણ સુરક્ષા માટે તેને આ જાણકારી અવશ્ય આપો.

આપણો સમાજ જેમ જેમ વિકસિત થઈ રહ્યો છે, તેની સાથે જ મનુષ્યની અપરાધિક ભાવના પણ વધતી જાય છે. માનવીમાં છેલ્લા યુગમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલાં અપરાધિક મગજવાળા લોકો સમાજની વસ્તુઓને નિશાન બનાવતા હતા. પરંતુ હાલના વર્ષોમાં નાના બાળકોને નિશાનો બનાવવા લાગ્યા છે. માનવતા પશુતામાં પરિણમતી જોવા મળી રહી છે. નાના બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. જે પોતાનો યૌન આકર્ષણના કારણે દુરપયોગ કરે છે. કારણે કે તે જાણે છે નાની ઉંમરના બાળકો નબળા તથા નાસમજ હોય છે અને તે બીજા લોકો સાથે ઝડપથી હળી મળી જાય છે, બાળકો ઝડપથી અન્ય પર વિશ્વાસ કરી લે છે. આ રીતે અપરાધી ઘરમાંથી કે પાડોશ કે પછી જાણીતું જ હોય છે. ઘણી વખત બાળકોને સ્કૂલ કર્મચારીની સાથે સ્કૂલ લઈ જનારા ટ્રાન્સપોર્ટના લોકો પણ અપરાધી હોય શકે છે.

બાળકો પ્રતિ વધતા અપરાધનું  કારણ બાળકોમાં જાગૃતતાની ઉણપ છે. માતા-પિતા પોતાના બાળકોના તરફ કર્તવ્યમાં ફક્ત સારું શિક્ષણ, ખાન-પાન, કપડાં, મોટાને માન આપવું અને સારા સંસ્કાર આપવા સુધી જ સિમિત માને છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા તો બાળકોમાં યૌન શિક્ષણ આપવાની સાથે બાળકોને Good Touch and Bad Touch વિશે જાણકારી આપવી પણ ખુબ જ જરૂરી છે. માતા-પિતાએ પોતાના બાળકોને Good Touch and Bad Touch વિશે સમજાવતા સંકોચ અનુભવે છે, જેના કારણે બાળકો યૌન શોષણના શિકાર શકે છે, કારણ કે બાળકને તેના વિશે જાણકારી જ હોતી નથી. 

સારો સ્પર્શ (Good Touch) – જો કોઈ તમને સ્પર્શ કરે, અને એ સ્પર્શ તમને સારો લાગે કે સામાન્ય લાગે તો તેને સારો સ્પર્શ એટલે કે ગુડ ટચ કહેવાય.

ખરાબ સ્પર્શ (Bad Touch) – જ્યારે તમને કોઈ ખરાબ રીતે સ્પર્શ કરે જેમાં તમને ખરાબ અનુભવ થાય કે અસામાન્ય લાગે તો તેને ખરાબ સ્પર્શ એટલે કે બેડ ટચ કહેવાય. જો કોઈ અજાણી કે જાણીતી વ્યક્તિ અંગોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તેને પણ ખરાબ સ્પર્શ કહેવાય. બાળકોને Good Touch and Bad Touch વિશે કેવી રીતે સમજાવું ? – બાળકોને જણાવો કે તેમની સાથે કંઈ પણ થાય તે તમારી સાથે શેર કરે. બાળકોના બદલતા વ્યવહાર વિશે માતા-પિતાએ જાણકારી રાખવી જોઈએ. તેવામાં નાની ઉંમરમા જ બાળકોની સાથે વિશ્વાસનો સંબંધ કાયમ રાખવો જરૂરી છે. બાળકો અને માતા-પિતાના પ્રેમ અને વિશ્વાસનો સંબંધ રહેવો ખુબ જ જરૂરી છે. જ્યાં બાળકો ડર કે સંકોચ વિના માતા-પિતા સાથે પોતાના મનની કોઈ પણ વાત જણાવી શકે.

બાળકોને તેમની શારીરિક રચના વિશે પણ જણાવે – આપણે બાળકને સમજાવી શકીએ છીએ કે આપણા શરીરમાં ઘણા અંગ એવા હોય છે જે બધાને દેખાય છે પરંતુ ઘણા અંગ એવા હોય છે જેને ફક્ત આપણે જ જોઈ શકીએ તથા તે અંગને અડી શકીએ છીએ. જેને આપણે પ્રાઇવેટ પાર્ટ અથવા  ગુપ્ત અંગ કહીએ છીએ. તે પ્રાઇવેટ પાર્ટ વિશે બાળક કે બાળકીને સમજ આપો તથા ત્યાં કોઈને અડવા નહીં દેવાનું, તેના વિશે સમજ આપો.

બાળકોને પોતાના શરીરના માલિક બનાવો – જ્યારે બાળક 3 થી 4 વર્ષનું થાય ત્યારે તેને સમજાવો કે, તેનું શરીર ફક્ત તેનું જ છે. તેના શરીર પર તેનો અધિકાર છે કોઈ અન્ય દ્વારા શરીરને અડવામાં આવે તો તેનો વિરોધ કરો, અને તરત જ આવીને એ માતા-પિતા જાણ કરે એવી સમજ આપો.બાળકોને ના પાડવાનું શીખવો – બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર કરવો જરૂરી છે. બાળકોના મનનો ભય દૂર કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહી છે તો ડર્યા વિના તેનો સામનો કરો. મોટા અવાજે બુમો પાડીને આસ-પાસના લોકોને ભેગા કરો.

બાળકોના વ્યવહાર પર નજર રાખો – બાળકોની સાથે જ્યારે કંઈ ખોટું થાય છે ત્યારે તેના વ્યવહારમાં પરિવર્તન જોવા મળે છે. તેવામાં તમારે તેના મનને વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ તેની સાથે ખૂલીને વાત-ચીત કરો.

નોંધઃ આ Good Touch and Bad Touch ફક્ત બાળકીઓ એટલે કે છોકરીઓને સમજાવું  એવું નથી. આ માહિતી બાળકો એટલે કે નાના છોકરાઓને પણ આપવી ખુબ જ જરૂરી છે. સમાજમાં બનતી ઘટનાઓમાં છોકરીઓના કિસ્સા બહાર આવે છે. પરંતુ છોકરા સાથે નાની ઉંમરમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે જે તેઓ કોઈને કહી શકતા નથી. તેથી દીકરો હોય કે દીકરી બંનેને Good Touch and Bad Touch વિશે માતા-પિતાએ સમજ આપવી જરૂરી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment