મિત્રો, શિયાળો એટલે સ્વાસ્થ્ય માટેનો મહિનો કહેવામાં આવે છે. એટલે લોકો શિયાળામાં અવનવી આઇટમો બનાવીને ખાઈ છે. કહેવાય છે કે જે લોકોનું સ્વાસ્થય શિયાળામાં સારું રહે છે અથવા તો જેને શિયાળામાં શરદી કે કફની અસર નથી થતી તેઓ બીમાર બહુ ઓછા પડે છે અને તેનું આયુષ્ય પણ લાંબુ હોય છે.
જેમ અગાઉ વાત કરી તેમ આ શિયાળામાં લગભગ તમામ લોકોને કંઈક ગરમ ખાવાનું મન થતું હોય છે. પરંતુ તે જરૂરી નથી કે તમે જે વસ્તુઓ ખાઈ રહ્યા છો તે તમને ગરમ જ રાખે અને તે તમને સ્વસ્થ પણ રાખે. તેથી શિયાળાની ઋતુમાં તમે તમારા આહારમાં મગફળી ઉમેરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે. એવું કહેવાય છે કે મગફળીમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, ઓમેગા -3, ઓમેગા-6, ફાઈબર અને વિટામિન-ઇ વિપુલ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય શિયાળામાં મગફળીનું સેવન કરવાથી બીજા અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણી લઈએ તેના ફાયદા વિશે.
– 100 ગ્રામ મગફળીમાં 26 ગ્રામ પ્રોટીન હોય છે : મગફળીમાં પ્રોટીન અધિક માત્રામાં હોય છે. એટલે કે 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન મળી રહે છે. જે આપણી શારીરિક વૃદ્ધિ માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ કારણસર દૂધ પીવા માટે અસમર્થ છો, તો તમે મગફળીનું સેવન કરી શકો છો.
– હૃદયને સ્વસ્થ રાખે છે :આ સિવાય મગફળી શરીરને પોષકતત્વો પૂરા પાડવામાં તેમજ હૃદયરોગના જોખમોને ઘટાડવા માટે પણ ઉપયોગી છે. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ અને પોલિસેચ્યુરેટેડ ચરબી હોય છે. જે હૃદય માટે ખુબ સારી છે. આ સિવાય મગફળી પણ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડી શકે છે.
– સુગર પર નિયંત્રણ કરે છે :આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મગફળી શ્રેષ્ઠ છે. કારણ કે મગફળી આપણને શરીરમાં બ્લડ સુગરના લેવલને જાળવવામાં મદદ કરે છે. મગફળીના સેવનથી ખાંડનું પ્રમાણ જલ્દીથી સુધરે છે.
-વજન ઘટાડવામાં મદદ કરે છે : એ વાત સાચી છે કે મગફળી શરીરની ચરબી વધારે છે, પરંતુ તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ એટલા માટે કહી શકાય છે કે તેમાં રહેલા પ્રોટીન અને ફાઇબર આપણને વજન ઘટાડવામાં મદદ કરે છે. મગફળીના સેવનથી શરીરમાં ઓછું કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન થાય છે. તેના કારણે, મગફળી ખાવાથી તમારું પેટ ભરેલું લાગે અને તમને ઝડપથી ભૂખ નથી લાગતી.
-સગર્ભા સ્ત્રીઓ માટે મગફળીનું સેવન સારું છે : એવું પણ કહેવાય છે કે સગર્ભા સ્ત્રીઓ માટે મગફળીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેમાં જોવા મળતા ફોલેટ નામના તત્વની માત્રા ખુબ જ હોય છે.
-આ સિવાય મગફળી શરીરની અંદર કોષોના વિભાજનમાં પણ મદદ કરે છે. આ સાથે ફોલેટ એ બાળકને ગર્ભાશયની અંદર મગજની સમસ્યાઓથી બચાવે છે. તેમાં પણ જો શીંગની ચીક્કી કે જે ગોળમાંથી બનેલી હોય તે ખાવી સૌથી ઉત્તમ છે. તેમાં વાપરવા શુદ્ધ ગોળ લેવો, દવા વગરનો, જે મોટા ભાગે થોડો ડાર્ક કલરનો હોય. એકદમ પીળો કે સફેદ કલરનો હોય તે ગોળ મોટા ભાગે શુદ્ધ નથી હોતો. બાળકોને આ ચીક્કી ખાવરાવશો તો તેના શરીરનો ગ્રોથ જોરદાર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી