બાથરૂમમાં આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે…અત્યારે જ દુર કરો તેને.. નહિ તો વાસ્તુદોષ ક્યારેય નહિ દુર થાય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

મિત્રો આપણા ઘરમાં બાથરૂમ ખુબ જ મહત્વનું હોય છે. સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ આપણી દિનચર્યાની શરૂઆત બાથરૂમથી જ થાય છે. તેથી બાથરૂમમાં વાસ્તુશાસ્ત્રનું દોષ આવેલો હોય તો તેને દૂર કરવો જોઈએ.

તેથી જ આજે અમે તમને બાથરૂમના અમુક વાસ્તુ દોષ વિશે જણાવીશું. આ દોષ દૂર થશે તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થશે અને તમને ધનલાભ થવાની શક્યતા રહે છે. તો ચાલો જાણીએ આ વાસ્તુદોષ ક્યાં ક્યાં હોય છે અને તેને દુર કરવા માટે આપણે ક્યાં ક્યાં ઉપાયો અપનાવી શકીએ છીએ.

સૌથી પહેલા વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમના દરવાજાની સામેની બાજુએ ક્યારેય અરીસો રાખવો ન જોઈએ. કારણ કે જો બાથરૂમની સામેની બાજુએ અરીસો રાખીએ તો નકારાત્મક ઉર્જા બહાર જવાને બદલે અરીસા દ્વારા પાછી આવે છે. એટલા માટે ક્યારેય પણ બાથરૂમના દરવાજાની સામે અરીસો ન રાખવો જોઈએ.

ત્યાર બાદ મિત્રો બાથરૂમમાં નળ હંમેશા વ્યવસ્થિત રાખવા જોઈએ. બાથરૂમમાં હંમેશાં નળ ટપકતો રહે તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સાથે સાથે આર્થિક નુકસાન પણ થાય છે. અહીં માત્ર બાથરૂમના જ નહીં ઘરમાં કોઈપણ નળને ટપકતા રાખવા જોઈએ નહિ. આમ કરવાથી ઘરમાં પૈસા ઝડપથી ખર્ચ થાય છે.

બાથરૂમમાં ક્યારે પણ પાણી વેસ્ટ જવા દેવું જોઈએ નહીં. જ્યારે પણ પાણીની ડોલ અથવા પાણીનો ટાંકો ભરાય જાય ત્યાર બાદ તુરંત જ નળ બંધ કરી દેવો અને પાણી છલકાવા દેવું નહિ. પાણી બગાડવું જોઈએ નહીં. જો આ રીતે પાણીનો બગાડ કરવામાં આવે તો તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તેમના પર નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેની સાથે સાથે  પૈસામાં પણ નુકસાની આવે છે. જેમ તમે પાણીનો ખોટો વ્યય કરો છો તેમ પૈસાનો પણ વ્યય થવા લાગે છે. માટે બાથરૂમમાં કે અન્ય જગ્યાએ પાણીનો બગાડ કરવો જોઈએ નહિ.બાથરૂમમાં રાખવામાં આવતી ડોલ પણ વાસ્તુશાસ્ત્રથી પ્રભાવિત થાય છે. તમારા બાથરૂમમાં હંમેશા લીલા રંગની ડોલ રાખવી જોઈએ. લીલો રંગ સુખ અને સૌભાગ્યનું  પ્રતીક છે. આ ઉપરાંત બાથરૂમમાં ખાલી ડોલ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. ડોલને હંમેશા પાણીથી ભરેલી જ રાખવી. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને લક્ષ્મી બંને આવે છે.

બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ અને બાથરૂમની જમીનનું સ્તર ઘરના સ્તર કરતા નીચું હોવું જોઈએ. આમ કરવાથી બાથરૂમમાં રહેલી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી.

જેમ આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ બાથરૂમને પણ સ્વચ્છ રાખવું જોઈએ. જો બાથરૂમ સ્વચ્છ હશે તો ભગવાનના આશીર્વાદ ઘરના સભ્યો પર રહે છે.

બાથરૂમ કોઈપણ ખૂણામાં એક મીઠાનો ગાંગડો રાખવો જોઈએ. આ મીઠાનો ગાંગડો ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને સમાવી લે છે.

બાથરૂમમાં હંમેશા ઇલેક્ટ્રિક  વસ્તુઓ જેવી કે ગીઝરને હંમેશા દક્ષિણ પૂર્વમાં જ લગાડવા જોઈએ. બાથરૂમમાં હંમેશા આછા કલરની સ્ટાઈલ લગાડવી જોઈએ. આમ કરવાથી બાથરૂમમાં હંમેશા શાંતિ રહે છે અને કંકાસ પણ દૂર થાય છે.

તો મિત્રો તમારા બાથરૂમ સંબંધી વાસ્તુદોષ હોય તો અમારો આ આર્ટીકલ વાંચીને બાથરૂમમાં રહેલ વાસ્તુદોષ દૂર કરજો. ત્યાર બાદ તમારા ઘરમાં વાસ્તુદોષના કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ દુર રહેશે. મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે પણ જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment