મિત્રો તમે જાણો છો કે, ક્યારે અને ક્યાં લોકોને પૈસાની જરૂર પડી જાય તેનું કંઈ નક્કી નથી હોતું. આ સમયે લોકો પાસે લોન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. પરંતુ ઘણી વખત આપણી પાસે લોન વિશે પૂરી માહિતી ન હોવાને કારણે આપણે વધુ વ્યાજ આપીને લોન લઈએ છીએ. પરંતુ જો તમને લોન વિશે એ માહિતી મળી જાય કે સૌથી સસ્તી લોન કંઈ બેંક આપે છે. તો તમને ઘણો ફાયદો થઈ શકે છે.
જો કોઈ પણ વ્યક્તિને અચાનક એકા એક પૈસાની જરૂર પડી જાય અને તે વ્યક્તિને કોઈ પણ જગ્યાએ પૈસા ન મળે તો તેના માટે પસર્નલ લોન એક સારો વિકલ્પ હોય શકે છે. જયારે ઘણી એવી બેંકો છે જેનો વ્યાજ દર ખુબ જ ઓછો હોય છે અને ઘણી બેંક તો પ્રોસેસિંગ શુલ્ક પણ નથી લેતી. જો તમે પણ પસર્નલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને ઘણા સારા વિકલ્પ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બેંક વિશે માહિતી મેળવતા પહેલા આપણે એક કંડીશન માનીને ચાલીએ છીએ. જો તમને 5 લાખ રૂપિયાની પર્સનલ લોન જોઈએ છે, જેનાથી તમે પોતાની જરૂરિયાત પૂરી કરી શકો અને આ 5 લાખ રૂપિયા તમે પછીના 5 વર્ષમાં ભરી દેવાના છો, તેનો અર્થ એવો થયો કે 5 લાખ રૂપિયાની લોન તમે 5 વર્ષમાં ભરી દેશો. ચાલો તો તેના પર અલગ અલગ બેંકોની વર્તમાન વ્યાજ દર પર કેટલી ઈએમઆઈ થશે, તેના વિશે જાણી લઈએ.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા : યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પર્સનલ લોન માટે 8.9% નો વ્યાજ દર લે છે. તેમાં તમારી EMI 10,355 રૂપિયા થશે. સેન્ટ્રલ બેંક અને પંજાબ નેશનલ બેંક પણ આ વ્યાજ દરે જ પર્સનલ લોન આપે છે. PNB માં પ્રોસેસિંગ ફીસ પર પણ છૂટ આપવામાં આવે છે.
ઇન્ડિયન બેંક : ઇન્ડિયન બેંકમાં હાલની સ્થિતિમાં ખુબ જ સસ્તા દરે પર્સનલ લોન મળી રહી છે. આ બેંકમાં પર્સનલ લોન પર વ્યાજ દર 9.05% નું વ્યાજ થાય છે. તેની EMI 10,391 રૂપિયા થશે.
બેંક ઓફ મહારાષ્ટ્ર : સસ્તી પર્સનલ લોન આપનાર બેંકની લીસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્રનું નામ પણ સામેલ છે. તેમાં પર્સનલ લોન પર 9.45% વાર્ષિક વ્યાજ દર લાગે છે. બેંકની EMI 10,489 રૂપિયા થશે.
પંજાબ એન્ડ સિંઘ બેંક અને IDBI બેંક : પંજાબ એન્ડ સિંઘ બેંક અને IDBI બેંકમાં પર્સનલ લોન પર 9.5% નો વ્યાજ દર સાથે પર્સનલ લોન આપે છે. જો તમે 5 લાખ રૂપિયાની લોન 5 વર્ષ માટે લો છો તો દર મહીને 10,501 રૂપિયાની EMI થાય છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા : આ સિવાય તમને જણાવી દઈએ કે, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયા પણ સસ્તા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. જયારે આ બેંક પર્સનલ લોન પર કોઈ પણ પ્રોસેસિંગ ફીસ પણ નહિ લેતી. આ બેંકમાંથી પર્સનલ લોન લેવા પર વાર્ષિક વ્યાજ દર 9.6% લે છે. જેમાં તમારી EMI 10,525 રૂપિયા થાય છે.
આમ તમે પર્સનલ લોન લેવા માટે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે તમારી અનુકુળતાએ ઓછા વ્યાજદરે ઉપર આપેલ કોઈ પણ બેંકમાંથી પર્સનલ લોન લઈ શકો છો અને 5 વર્ષના સમય ગાળામાં તે રકમ ભરીને લોન ચૂકતે કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી