જાપાની કાર નિર્માતા ટોયોટા એ ભારતમાં હાલમાં જ સીએનજી થી ચાલતી ગાડી Glanza લોન્ચ કરી છે. ફેક્ટરી દ્વારા ફીટ કરેલી સીએનજી કીટ મેળવવા વાળી આ બ્રાન્ડનું પહેલું મોડલ છે. કાર નિર્માતા CNG સેગમેન્ટમાં મારુતિ સુઝુકીના વર્ચસ્વને પડકારવાની યોજના બનાવી છે. બીજી તરફ મારુતિ સુઝુકી એ પણ થોડા દિવસ પહેલા બલેનોનું સીએનજી મોડલ લોન્ચ કર્યું છે. બલેનો ભારતીય બજારમાં ખૂબ જ પોપ્યુલર છે.
મારુતિ બલેનો સીએનજી અને ટોયોટા ગ્લૈન્જા સીએનજી બંને કારો માં ઘણી સામ્યતાઓ છે. જો તમે પણ એક સીએનજી કાર ખરીદવા ઈચ્છતા હોય અને બંનેમાંથી કોઈ એક કારને ખરીદવા માટે મૂંઝવણમાં હોવ તો અહીંયા તમને બંનેની તુલના કરીને જણાવી રહ્યા છે કે કઈ કાર તમારા માટે સૌથી સારી રહેશે.1) ડિઝાઇન અને લુક:- મારુતિ સુઝુકી બલેનોમાં એક સ્કલ્પ્ટેડ બોનેટ, ક્રોમથી ઘેરાયેલી જાળીદાર ગ્રિલ, પહોળા એર ડેમ અને ઈન્ટીગ્રેટેડ LED DRLs સાથે LED હેડલેમ્પ્સ, ઈન્ડિકેટર-માઉન્ટેડ ORVM, ફ્લેયર્સ વ્હીલ કમાન અને રેપ-અરાઉન્ડ LED ટેલલાઈટ્સ સાથે આવે છે. બીજી તરફ, Toyota Glanza ને મસ્ક્યુલર હૂડ, ક્રોમ-સ્લેટેડ ગ્રિલ, L-shaped DRLs સાથે પ્રોજેક્ટર LED હેડલાઇટ્સ, સ્પ્લિટ-ટાઇપ LED ટેલલાઇટ્સ અને રૂફ માઉન્ટેડ એન્ટેના છે. બંને કારમાં 16-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. Toyota Glanza જોવામાં વધુ આકર્ષક છે.
2) એન્જિન અને માઇલેજ:- બલેનો એસ સીએનજી અને ગ્લૈન્જા ઈ-સીએનજી બંનેમાં 1.2-લિટર ઇનલાઇન-ફોર કે-સિરીઝ એન્જિન ઉપલબ્ધ છે. આ એન્જિન 76.4hpનો મહત્તમ પાવર અને 98.5Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ટ્રાન્સમિશન માટે, બંને હેચબેકમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. ખાસ વાત એ છે કે બંને કારમાં 30.61km/kgની ઇંધણ કાર્યક્ષમતા જોવા મળે છે.3) ઇન્ટિરિયર અને ફીચર્સ:- બંનેમાં 6 એર બેગ અને એક ડ્યુઅલ ટોન ડેશબોર્ડ પર અલગ અલગ કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. બલેનોમાં કાળા અને નીલ રંગનું કોમ્બિનેશન મળે છે. જ્યારે ગ્લૈન્જામાં કાળા અને બેઝ કલરનો સેટઅપ છે. બંને કારમાં લેધરેટ અપહોલ્સ્ટ્રી, હેડ-અપ ડિસ્પ્લે, કીલેસ એન્ટ્રી, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 9.0-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, છ એરબેગ્સ અને 360-ડિગ્રી-વ્યૂ કેમેરા છે.
4) તમારે કઈ કાર ખરીદવી જોઈએ?:- ભારતમાં મારુતિ સુઝુકી બલેનો એસ-સીએનજી ની કિંમત 8.28 લાખ રૂપિયાથી 9. 21 લાખ રૂપિયા એક્સ શોરૂમ ની વચ્ચે છે જ્યારે ટોયોટા ગ્લૈન્જા ઈ-સીએનજી 8.43 લાખ રૂપિયાથી લઈને 9.46 લાખ રૂપિયા એક્સ શોરૂમ વચ્ચે ઉપલબ્ધ છે. બલેનો ખરીદવા થી 25 હજાર રૂપિયા સુધી બચી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી