મિત્રો આપણે આપણા ઘરની સજાવટને લઈને ખુબ જ સજાગ હોઈએ છીએ. પણ ઘણી વખત અમુક વસ્તુઓ તરફ આપણું ધ્યાન જતું નથી હોતું. ખરેખર તો ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક વસ્તુઓ હોવી જરૂરી છે જયારે અમુક વસ્તુઓ ઘરમાં ન પણ હોવી જોઈએ. જો નકામી વસ્તુઓ ઘરમાં પડી રહે તો તમને ભારે નુકશાન થઇ શકે છે.
ઘરમાં એવી ઘણી વસ્તુઓ રહેલી હોય છે, જેને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખવી સારી ગણવામાં આવતી નથી. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એવી વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પરિવારના સદસ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. દરેક ઘરમાં વીજળીના ઉપકરણો, પાણીના નળ ખરાબ થવા સામાન્ય સમસ્યા છે. પરંતુ જો નળ, ટ્યૂબલાઈટના બલ્બ વારંવાર ખરાબ થઈ રહ્યા હોય તો તેને બિલ્કુલ પણ સામાન્ય સમજવું જોઈએ નહીં. ઘરમાં આવી વસ્તુઓનું વારંવાર ખરાબ થવું ગ્રહ દોષને દર્શાવે છે. આ વિષયમાં વધારે જાણકારી આપી રહ્યા છે જ્યોતિષ એવં વાસ્તુ સલાહકાર.ઇલેક્ટ્રીક સમાન ખરાબ થવો:- વાસ્તુ શાસ્ત્ર માને છે કે, જો ઘરમાં રાખેલ ઇલેક્ટ્રીક સામાન અચાનક ખરાબ થઈ જાય કે પછી વારંવાર ખરાબ થઈ જતા હોય, ઘરની ટ્યૂબલાઈટ વારંવાર ફ્યૂઝ થઈ રહી હોય, તો તે ઘરમાં રાહુ દોષ તરફ ઈશારો છે. માનવામાં આવે છે કે, રાહુ દોષના કારણે દુર્ઘટના થવાની સંભાવનાઓ વધી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો, ઘરના મુખ્ય સ્થાન પર લાલ સ્વસ્તિક બનાવી લેવા અને ઘરમાં બિલ્કુલ પણ ગંદકી ભેગી થવા દેવી નહિ.
નળનું વારંવાર ખરાબ થવું:- જળ તત્વને મુખ્ય રૂપથી ચંદ્રમા અને શુક્ર ગ્રહ સાથે સંબંધિત ગણવામાં આવે છે. અમુક કેસમાં તેનો સંબંધ મંગળ ગ્રહ સાથે પણ હોય છે. જો તમારા ઘરના રસોડા, બાથરૂમ કે કોઈ બીજી જગ્યાએ રાખેલા નળથી સતત પાણી ટપકી રહ્યું હોય તો તેને ઘર માટે ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. ઘરના બાથરૂમમાં નળમાંથી ટપકતા પાણીના ટીપાંમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. એવામાં પાણીનું વ્યર્થ થવુ કે વહેવું ઘર માટે સારું ગણવામાં આવતું નથી. આવું થાય તો ઘરમાં વધારાના ખર્ચા થવાની આશંકા રહે છે.ઘરમાં વારંવાર ક્લેશ:- જો કોઈ વ્યક્તિના ઘરમાં વારંવાર કોઈ કારણ વગર સતત ઝઘડા થતાં હોય અને વાદ-વિવાદ એટલો વધી જાય કે સંબંધમાં તિરાડ પડવા લાગે અને તૂટવાની પરિસ્થિતી આવી જાય, ઘરના સદસ્યોમાં મનમોટાવ બન્યો રહે તો એવામાં પરિવાર માટે માનવામાં આવે છે કે મંગળ ગ્રહની સ્થિતિ સારી નથી. તે માટે જરૂરી છે કે, તમે તમારા ઘરમાં સૂર્ય પ્રકાશની પર્યાપ્ત વ્યવસ્થા કરો. આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જે તમને અમુક મોટા નુકશાન થવાથી બચાવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી