અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક લોકપ્રિય સ્કીમ છે. તેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જુન 2015 એ કરી હતી. તેના દ્વારા લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર થયા બાદ દર મહિને ₹1,000 થી લઈને 5000 રૂપિયા સુધી પેન્શન મળે છે. તેમાં તમે દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરીને પેન્શન ના હકદાર બની શકો છો. લાભાર્થીનું મૃત્યુ થયા બાદ તેના જીવનસાથીને દર મહિને પેન્શનની સંપૂર્ણ રકમ મળતી રહેશે.
આ સ્કીમમાં સબસ્ક્રાઇબ કરવા વાળા લોકોની સંખ્યા માર્ચ 2022 ના અંત સુધી 4.01 કરોડ થઈ ચૂકી છે. આમાં, લાભાર્થીની ઉંમર અને રોકાણના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે. અટલ પેન્શન યોજના નો લાભ કોઈપણ ભારતીય વ્યક્તિ ઉઠાવી શકે છે. પરંતુ તેમની ઉંમરને લઈને સરકારે લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા નક્કી કરી છે.અટલ પેન્શન યોજના નો લાભ ઉઠાવવા વાળા વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 40 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા. તેવી જ રીતે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ નું તેમાં રજીસ્ટ્રેશન નથી થઈ શકતું. અટલ પેન્શન યોજના નો લાભ ઉઠાવવા માટે તમારી પાસે એક બેંક ખાતુ કે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોવું જોઈએ. આ બેંક ખાતુ તમારા આધાર કાર્ડ થી જોડાયેલું હોવું જોઈએ. સરકારે તાજેતરમાં જ તેના નિયમોમાં બદલાવ કર્યો છે. કરદાતાઓ હવે આનો લાભ લઈ શકશે નહીં. એટલે કે, જો તમે આવકવેરાના દાયરામાં આવો છો, તો તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો.
કોને મળશે ફાયદો:- મોદી સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા આપવાના ઉદ્દેશ્ય સાથે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 99 લાખથી વધારે નવા અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. તેને મેળવીને આ સ્કીમમાં સબસ્ક્રાઇબ કરવા વાળા લોકોની કુલ સંખ્યા 2022 ના અંત સુધી 4.01 કરોડ થઈ ચૂકી હતી.યોજનાથી કેવી રીતે જોડાવું:- અટલ પેન્શન યોજના નો લાભ લેવા માટે તમારી પાસે એક બેંક ખાતુ કે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોવું જોઈએ. આ બેંક ખાતુ તમારા આધાર કાર્ડ થી જોડાયેલું હોવું જોઈએ. જ્યારે તમે અટલ પેન્શન યોજના માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરશો તો તમને તમારો આધાર નંબર આપવો પડશે. આધાર નંબરની સાથે જ તમારે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ પણ આપવી પડશે જેથી દર મહિને તેનું પ્રીમિયમ તેની જાતે જ તમારા ખાતામાંથી કપાઈ જાય. તેની સાથે જ તમારી પાસે એક મોબાઈલ નંબર હોવો જોઈએ. તમારું એક ઓળખ પત્ર પણ હોય જેથી તમારા રહેઠાણની પુષ્ટિ થઈ શકે.
કેટલું આપવું પડશે પ્રીમિયમ:- અટલ પેન્શન યોજના માટે તમારે ખૂબ જ ઓછું પ્રીમિયમ આપવું પડશે. જો તમે 18 વર્ષના હોવ તો અને દર મહિને ₹1,000 નું પેન્શન લેવા ઇચ્છતા હોવ તો તેમાં દર મહિને માત્ર 42 રૂપિયા જ જમા કરાવવા પડશે. જો પેન્શન 5000 રૂપિયા મહિને લેવા હોય તો દર મહિને 210 રૂપિયા પ્રીમિયમ જમા કરાવવું પડશે. આ રકમ ઉંમરની સાથે વધતી જશે. આ પેન્શન 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ થી તમને દર મહિને આજીવન મળતી રહેશે.લાભાર્થી નું મૃત્યુ થયા બાદ તેના જીવનસાથી ને દર મહિને પેન્શનની સંપૂર્ણ રકમ મળતી રહેશે. પતિ-પત્ની બંનેના મૃત્યુ બાદ અટલ પેન્શન યોજનાનું સંપૂર્ણ ભંડોળ તેમના બાળકોને સોંપવામાં આવશે.કેવી રીતે મળશે ફાયદો:- અટલ પેન્શન યોજના ની અરજી કરવી ખૂબ જ સરળ છે. તમારું ખાતું જે બેંકમાં હોય ત્યાં જઈને અટલ પેન્શન યોજના નું ફોર્મ લઈ લો. ફોર્મ ને ભરીને તેને બેંકમાં જમા કરાવી દો. બેંકમાં ફોર્મ જમા થયા બાદ તમારું અટલ પેન્શન યોજનાનું ખાતું શરૂ થઈ જશે. તેનું પ્રીમિયમ તમારી સુવિધા પ્રમાણે દર મહિને કે વર્ષે કપાતું રહેશે. 60 વર્ષની ઉંમર થતાં જ તમને પેન્શન નો લાભ મળવાનો શરૂ થઈ જશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી:- તેના માટે તમારે સૌથી પહેલા અટલ પેન્શન યોજના ના મોબાઈલ એપ પર કે પછી https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html લિંક પર જવું પડશે. ત્યારબાદ તમારે APY એપ્લિકેશન પર ક્લિક કરવું પડશે. હવે તમારા આધાર કાર્ડ ની ડિટેલ ટાઈપ કરો. ત્યારબાદ આધારથી જોડાયેલા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) આવશે. વન ટાઈમ પાસવર્ડને યોગ્ય કૌંસમાં દાખલ કરો. તે પછી બેંકની વિગતો આપો, જેમાં એકાઉન્ટ નંબર અને સરનામું ટાઈપ કરો. બેંક આ જાણકારીઓની તપાસ કરશે ત્યારબાદ તમારું ખાતું સક્રિય થઈ જશે. ત્યારબાદ તમે નોમીની અને પ્રીમિયમ જમા કરાવવા વિશે જાણકારી આપો. વેરિફિકેશન માટે ફોર્મ ને ઈ સાઇન કરીને અટલ પેન્શન યોજના માટે તમારું રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી