અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
લગ્ન પહેલા જ પૂછી લો છોકરાને આ પાંચ પ્રશ્ન… નહિ તો, જીવનમાં આગળ જતા ક્યારેય પસ્તાશો, પછી કોઈને કહી નહિ શકો.
દરેક વ્યક્તિ માટે લગ્ન એ જીવનનો ખુબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય હોય છે. લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેની આખી જિંદગી બદલાઈ જતી હોય છે. પરંતુ લગ્ન પહેલા ઘણી બધી એવી વાતો હોય છે જેને જણાવી દરેક વ્યક્તિ માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે.તમારા ભાવી જીવનસાથીની અમુક વાતોની જાણ તમારે લગ્ન પહેલા જ કરી લેવી જોઈએ. જો એ નકારવામાં આવે તો લગ્ન બાદ તમે પસ્તાવો પણ કરી શકો છો. કેમ કે લગ્ન બાદ તમારી જવાબદારીઓ ખુબ જ વધી જાય છે. તેમજ ક્યાંકને ક્યાંક તમારી સ્વતંત્રતા પર પણ રોક લગાવવામાં આવતો હોય છે. એટલા માટે લગ્ન પહેલા જીવનસાથીની અમુક વિશેષ જાણકારી મેળવી લેવી જોઈએ.
તો આજના અમારા આ લેખમાં અમે તમને જણાવશું કે લગ્ન પહેલા તમારે તમારા પાર્ટનરને ક્યાં ખાસ જરૂરી એવા પાંચ સવાલો પૂછવા જોઈએ, જેથી તમે આગળ જતા એક સુખી લગ્નજીવન વિતાવી શકો. તો ચાલો જાણીએ એ પાંચ સવાલ વિશે. જે પરણેલા લોકોને પણ ઉપયોગી છે.
સૌથી પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે, “તમે આ લગ્ન કોઈના દબાણમાં આવીને તો નથી કરી રહ્યા ને.” કેમ કે આજકાલ વધારે પડતા છોકરા છોકરીઓના પહેલેથી જ અફેર હોય છે. માટે સૌથી પહેલો અને જરૂરી સવાલ આ પૂછવો કે તમે આ લગ્ન તમારી મરજીથી જ કરી રહ્યા છો કે પછી પારિવારિક અને સામાજિક દબાવના કારણે કરો છો. કારણ કે ઘણી વાર છોકરો કે છોકરી દબાણમાં આવીને લગ્ન તો કરી લે છે પરંતુ લગ્ન બાદ એક બીજાથી સંતુષ્ટ ન હોવાને કારણે બંનેનું જીવન બર્બાદ થઇ જતું હોય છે.
બીજી તમારા પાર્ટનરના શોખ અને આદતો તેમજ તેમની પસંદ નાપસંદ વિશે પૂછી લેવું પણ ખુબ જ આવશ્યક છે. આવું કરવાથી અડધી વાત પોતાની રીતે જ ક્લીયર થઇ જાય છે. આ ઉપરાંત તેમની પાસેથી એ પણ જાણવાની કોશિશ કરવી કે તેમને ક્યાં પ્રકારનો છોકરો કે છોકરી પસંદ છે. પોતાના જીવનસાથીમાં તે કંઈ વસ્તુ ઈચ્છે છે, તેને કેવા પ્રકારની વાતો પસંદ છે. ગંભીર વાતોમાં તેમની રૂચી છે કે હરવા ફરવામાં રસ છે વગેરે જેવી વાતો જાણી લેવી એ ખુબ જ આવશ્યક હોય છે.
ત્યાર બાદ તમારા ભાવી રોમાંચ વિશે શું વિચારે છે તે પણ લગ્ન પહેલા જાણી લેવું જરૂરી છે. આ એક ખુબ જ જરૂરી ટોપિક છે. લોકો આ મુદ્દાને સહજ હોવાને કારણે દરેક વખતે નજરઅંદાજ કરી દેતા હોય છે. લગ્ન પહેલા તમારા જીવનસાથી રોમાન્સ વિશે શું વિચારે છે તે જાણવું ખુબ જ જરૂરી છે. આ વાતની ચોખવટ છોકરા અને છોકરી બંનેએ કરી લેવી જોઈએ અને ખાસ કરીને છોકરીઓએ કારણ કે અમુક છોકરાઓ સગાઈ બાદ ઘણા ડીમાન્ડીંગ બની જતા હોય છે અને આગળ જતા લગ્ન પહેલા જ જાતિય સંબંધ રાખવા માટે દબાણ કરતા હોય છે.પરંતુ જાતિય સંબંધો પછી કોઈ કારણોસર જો સગાઈ તૂટી જાય તો સૌથી વધુ દુઃખ થાય છે. એટલા માટે લગ્ન પહેલા જાતીય સંબંધો વિશે તેમનો શું અભિપ્રાય છે તે પણ જાણી લેવો જોઈએ.
ચોથી વસ્તુ છે. જીવન સાથીને તેના લક્ષ્ય વિશે પૂછવું. લગ્ન પહેલા એ જાણવું ખુબ જ જરૂરી છે કે તમારા જીવન સાથીનું લક્ષ્ય શું છે. તે પોતાના કરિયરમાં શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને જો તમે એક છોકરી છો અને તમારે લગ્ન બાદ પણ નોકરી કરવાની ઈચ્છા છે તો છોકરાને ખાસ પૂછી લેવું કે, શું મારા લગ્ન બાદ હું નોકરી કરું તો તમને કોઈ વાંધો તો નથીને ? કારણ કે, લગભગ નોકરી કરતી મહિલાઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે જે લગ્ન બાદ તેના કરિયર પ્રત્યે તેને પ્રેરિત કરે. જો પહેલા જ આ વાત ક્લીયર કરવામાં આવે તો આગળ જતા કોઈ મત ભેદ થવાની સંભાવના રહેતી નથી અને બંનેનું જીવન સુખમય રહે છે.
લગ્ન પહેલા ફેમેલી પ્લાનિંગ વિશે પણ જાણી લેવું એ સૌથી યોગ્ય છે. લગ્ન પહેલા ફેમેલી પ્લાનિંગ વિશે તમારા જીવનસાથી શું વિચારે છે તે ખાસ જાણી લેવું જોઈએ. વાત આગળ વધે તે પહેલા જ નક્કી કરી લેવું જોઈએ કે લગ્ન બાદ કેટલા સમય પછી બાળકની જવાબદારી તે ઉઠાવવા માંગે છે અને ભવિષ્યમાં તમારા જીવનસાથી કેટલા બાળકોની ઈચ્છા ધરાવે છે. આ વાત જાણવી ખુબ જ આવશ્યક છે. જે તમારા લગ્નજીવનને વધારે મધુર બનાવશે.
મિત્રો જો આજના સમયમાં આ રીતે જરૂરી વાતોની જાણ હોય તો આગળ જતા લગ્નજીવનમાં સમસ્યાઓ નથી આવતી. માટે ભલે થોડું અજુગતું લાગે પણ આ વસ્તુની જાણ કરી લેવી એ બંને ભાવી માટે સૌથી મહત્વનું છે. તેનાથી એક ફાયદો એ પણ થશે કે તમારા બંનેના વિચારો કેટલા મળે છે.
તો મિત્રો આ વિષય પર તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા