અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો અંધવિશ્વાસ પાછળ પણ છે ખાસ વૈજ્ઞાનિક કારણ… 💁
👳 મિત્રો તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે આ સમયે પાણી ન પીવું જોઈએ. આ સમયે માથું ન ઓળાવવું જોઈએ વગેરે જેવી અનેક માન્યતાઓ આપણા સમાજમાં રહેલી છે જેને આજના મોર્ડન યુગમાં લોકો તેને અંધવિશ્વાસ પણ ગણતા હોય છે. પરંતુ મિત્રો આપણા વડીલોએ બનાવેલ દરેક માન્યતાઓ પાછળ કોઈને કોઈ ખાસ કારણ રહેલા છે. જે આજના સમયમાં લોકો નથી જાણતા. તો ચાલો જાણીએ કે શું છે તેની પાછળના વૈજ્ઞાનિક કારણો છે.
🦊 મિત્રો સૌથી પહેલી વાત કરીએ તો ઘણીવાર તમે સાંભળ્યું હશે કે બિલાડી રસ્તા પર આડી ઉતરે તો થોડી વાર અટકી જાવું જોઈએ નહિ તો આપણી સાથે અશુભ થાય છે. તો ચાલો જાણીએ કે વિજ્ઞાન શું કહે છે આ બાબત પર. તો મિત્રો પહેલાના જમાનામાં લોકો ઘોડા ગાડી અને બળદ ગાળાનો ઉપયોગ કરતા હતા. જંગલી બિલાડીઓની આંખ રાત્રે ખુબ ચમકતી હોય છે. જો ઘોડા કે બળદની સામે તે બિલાડી આવે તો તેને જોઇને તેમનું બેલેન્સ બગડી જતું, માટે એવો નિયમ બનાવ્યો હતો કે જ્યારે બિલાડી નીકળતી જોઈ જાવ તો ત્યાં ઘોડાગાડીને અટકાવી દેવી. સમય પસાર થતો ગયો અને બિલાડી ડોમેસ્ટિક પ્રાણી બની ગઈ પરંતુ લોકો તેને અંધવિશ્વાસ માનીને આગળ વધતા રહ્યા.
🍋 બીજું છે સાત મરચા અને બે લીંબુ દુકાન, ઘર તથા વેપારની જગ્યાએ લગાવવા. મિત્રો લીંબુ મરચા લટકાવવાનું કારણ લોકો એવું કહેતા હોય છે કે તેને લટકાવવાથી ખરાબ નઝરથી બચી શકાય છે. પરંતુ હકીકત એવી છે કે મિત્રો જે દોરામાં લીંબુ મરચા બાંધેલા છે તે લીંબુમાં રહેલા એસિડને એબસોર્બ કરે છે અને તેમાંથી આવતી સુગંધના કારણે કીડી મકોડા અને અન્ય જીવજંતુ દૂર રહે છે અને દુકાન કે ઘરમાં પ્રવેશતા નથી.
🙅 ઘણી વાર તમારા વડીલો પાસેથી તમે સાંભળ્યું હશે કે દક્ષીણ દિશા તરફ માથું રાખીને ન સુવું જોઈએ. તો તેની પાછળ પણ એક ખુબ જ સરસ લોજીક છે. આપણા શરીરની ચારેય બાજુ એક મેગ્નેટિક ફિલ્ડ બનેલી હોય છે. તેમજ પૃથ્વીની ચારેય બાજુ પણ એક મેગ્નેટિક ફિલ્ડ આવેલી છે. હવે તમે દક્ષીણ દિશામાં માથું રાખીને સુવાથી પૃથ્વી અને આપણી મેગ્નેટિક ફિલ્ડ અલાઈન થઇ જાય છે. જેના લીધે બ્લડપ્રેશર અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે માટે આવો નિયમ છે.
🌳 મિત્રો તમે જોયું હશે કે કોઈ અન્ય વૃક્ષ કરતા પીપળાના વૃક્ષને વધારે પૂજવામાં આવે છે. તેને ભગવાન માનવામાં આવે છે. મિત્રો સામાન્ય રીતે એવું હોય છે કે દિવસે વૃક્ષો ઓક્સીજન આપે છે જ્યારે રાત્રે તે કાર્બોન ડાયોક્સાઈડ આપે છે. પરંતુ મિત્રો પીપળો રાત્રે પણ ઓક્સીજન આપે છે. તેમજ તે સૌથી વધુ ઓક્સીજન પૂરું પાડતા વૃક્ષોમાંથી એક વૃક્ષ છે. આ ઉપરાંત પીપળાના પાંદમાંથી ઘણા પ્રાકારની આયુર્વેદિક દવાઓ પણ બને છે. જે તેને વધારે મહત્વ અપાવે છે. આજ બધા કારણોના લીધે પીપળાને ભગવાનની જેમ લોકો પૂજે છે.
🍥 તમે જોયું હશે કે કોઈ સારા કામ માટે જતું હોય તો તેને દહીં સાકાર ખવડાવવામાં આવે છે અને કહેવાય છે કે તેનાથી કાર્યમાં સફળતા મળે છે. હકીકતમાં દહીં આપણા પેટને ઠંડુ રાખે છે અને મહત્વના કામ કરતી વખતે પેટમાં કોઈ ગડબડ થવા દેતું નથી અને દહીંમાં રહેલી ખાંડ આપણને કેલેરી આપે છે. જેના કારણે આપણે કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ. માટે કોઈ પણ મહત્વનું કામ કરવા જતા હોય ત્યારે દહીં ખાવું જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી