વાળને પોતાની મરજી પ્રમાણે કપાવવા અને જ્યારે મન કર્યું ત્યારે કલર કરાવવા આ વસ્તુઓ ખૂબ જ સામાન્ય છે. જોકે એક સમુદાય એવો પણ છે જ્યાં ધર્મથી જોડાયેલા નિયમોને કઠોરતા પૂર્વક પાલન કરવામાં આવે છે. તેને અંતર્ગત મહિલાઓને ન તો વાળ કાપવાની મંજૂરી છે ન તો શરીરના વાળ હટાવવાની છૂટ છે.
હિન્દુ ધર્મમાં જ્યાં બાળકનો જન્મ થયાના થોડા મહિના બાદ મુંડન કરાવવાનો રિવાજ છે. તો એક એવો ધર્મ પણ છે જેના અંતર્ગત છોકરીઓને નાનપણથી લઈને છેલ્લા શ્વાસ સુધી વાળ કપાવવાની મંજૂરી નથી હોતી. એટલું જ નહીં તેઓ પોતાના શરીરના વાળ પણ નથી હટાવી શકતી. તમને આ બધું વાંચીને નવાઈ લાગશે, પરંતુ ખબર નથી કે કેટલાય સમયથી એનાબેપ્ટિઝમ ક્રિશ્ચિયન ચર્ચ સાથે સંકળાયેલ અમીશ સમુદાય આ નિયમોનું પાલન કરે છે. સમય ભલે બદલાઈ ગયો હોય પરંતુ તેમની વચ્ચેની આ વસ્તુઓમાં કોઈ મોટા બદલાવ નથી આવ્યા, જેના કારણે મોડર્ન એજમાં પણ સમુદાયના મોટાભાગના લોકો આના પ્રમાણે જ પોતાની જિંદગી વિતાવી રહ્યા છે.
1) વાળ કાપવા ને માનવામાં આવે છે શરમજનક:- અમીશ સમુદાયની મહિલાઓ પોતાના વાળને લઈને બીબલિકલ નિયમોનું પાલન કરે છે. તેના પ્રમાણે તેમને વાળ કપાવાની મંજૂરી નથી હોતી. તેની સાથે જ મહિલાઓને પોતાના વાળની ઉપર અંબોડો વાળીને કે તેને ઢાંકીને રાખવાના હોય છે. માત્ર ઘરની અંદર જ તેઓ પોતાના વાળ ખોલી શકે છે. જો મહિલાઓ પોતાના વાળ કાપે છે તો તેને અત્યંત શરમજનક માનવામાં આવે છે.2) શરીરના વાળ:- આ નિયમો ના આધીન મહિલાઓને સેવ કરવાની પણ છૂટ નથી હોતી. એટલે કે તે પોતાના શરીરના વાળને પણ નથી હટાવી શકતી. તેને કવર કરવા માટે અમીશ મહિલાઓ એવા કપડાં પહેરે છે જે મોટાભાગે લાંબી સ્લીવ ના હોય છે. અને તેની લંબાઈ પગના તળિયા સુધી હોય છે. આ સાથે તે પગમાં ડાર્ક કલરનાં મોજાં પહેરે છે.
3) વાળ ધોવા માટે:- વાળને ધોવા માટે મહિલાઓ માટે કોઈ ખાસ નિયમ નથી. એટલે કે કોઈપણ રીતનો ઉપયોગ કરી શકે છે. આજના સમયની અમીશ મહિલાઓ હેર વોશ કરવા માટે બીજી મહિલાઓની જેમ જ બજારમાંથી મળતા શેમ્પૂનો ઉપયોગ કરે છે.
4) પરસેવા માટે:- જોકે મહિલાઓને બગલ સેવ કરવાની પણ મંજૂરી નથી તે કારણે તેમને પરસેવો વધારે થાય છે અને તે દુર્ગંધનું કારણ પણ બની શકે છે. તેથી તેઓ ડીઓડ્રેન્ટ્સ નો ઉપયોગ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે તેમને મંજૂરી હોય છે. જો તેની જગ્યાએ તેઓ સેવ કરે છે તો તેમને સજા પણ આપવામાં આવે છે.
5) પરંતું એક હકીકત આ પણ:- આ બધા નિયમો ખૂબ જ કઠોર છે જેનું પાલન અમીશ સમુદાયની મહિલાઓ જરૂર કરે છે. જો કે સમયની સાથે તેમાં કેટલીક છૂટછાટ પણ મળી છે. આ ધર્મનું અનુસરણ કરવાવાળા કેટલાક ભાગની અમીશ મહિલાઓને સેવિંગ થી જોડાયેલી છૂટ છે. વળી કોઈના જો વધારે ભારે વાળ હોય તો તેમને વાળ પાતળા કરે તેવા કાંસકાનો ઉપયોગ કરવા દેવામાં આવે છે, જેથી માથાનો અંબોડો થોડો હલકો થઈ શકે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી