અક્ષય કુમારની આવનારી 7 ધમાકેદાર ફિલ્મો….એમાંથી આ ૨ ફિલ્મો રેકોર્ડ તોડી નાખશે…જાણીને તમે હેરાન રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

🧔 અક્ષય કુમારની આવનારી 7 ધમાકેદાર ફિલ્મો…. જાણીને તમે હેરાન રહી જશો…🧔

હાલમાં અક્ષય કુમારનું ફિલ્મ આવ્યું 2.O જેણે બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી દીધી અને તેમાં અક્ષય કુમારનું વિલનનું પાત્ર હતું. પરંતુ તે ફિલ્મે ઘણી સફળતા પ્રાપ્ત કરી. પરંતુ મિત્રો આ તો માત્ર ટેઈલર જ હતું પિક્ચર તો હજુ બાકી છે.
Image Source
કારણ કે નજીકના ભવિષ્યમાં હજુ અક્ષય કુમારના 7 એક થી એક ચડિયાતા ફિલ્મો આવશે. આ લેખ જરૂર એકવાર વાંચો કારણ કે દમદાર પાત્ર સાથે બોલીવુડમાં બોક્સ ઓફિસમાં ધમાલ મચાવશે તેમની આવનારી 7 ફિલ્મો.
મિત્રો અક્ષય કુમારની આવનારી ફિલ્મ છે “CRACK”.અક્ષયના ફેવરીટ નિર્માતાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ એક અલગ જ પ્રકારની ફિલ્મ છે. બેબી, હોલીડે વગેરે જેવી ફિલ્મોથી થોડી હટકે ફિલ્મ હશે. તે આવતા વર્ષે 2019 માં રીલીઝ થશે.
Image Source
ત્યાર બાદ આવશે અક્ષય કુમારની ફિલ્મ “કેસરી”. આ ફિલ્મમાં લીડ રોલમાં રહેશે અક્ષય કુમાર અને તેની સાથે હશે પરીનીતી ચોપરા. આ ફિલ્મને ડાઈરેકટ કરશે અનુરાગ સિંઘ. 2019 માં હોળીના ત્યોહાર પર આ ફિલ્મ રીલીઝ થશે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ અક્ષય કુમાર અને કરણ જોહરે કરેલુ છે અને તેમના ફોટો પણ વાઈરલ થઇ ચુક્યા છે.

Image Source
હજુ એક ફિલ્મમાં જોવા મળશે અક્ષય કુમારની જેનું નામ છે “હાઉસફુલ 4”. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે બોબી દેવોલ, કૃતિ સેનન, રીતેશ દેશમુખ, બમન ઈરાની અને અન્ય બીજા અભિનેતાઓ અને આ ફિલ્મ દિવાળી ઉપર 2019 માં રીલીઝ થશે.

Image Source
હાઉસફુલ 4 બાદ ફરી પાછા એક કોમેડી ફિલ્મ કરશે અક્ષય કુમાર. હા મિત્રો, હેરા ફેરીની સીરીઝમાં આવનારી ફિલ્મ “હેરા ફેરી 3” માં પણ અક્ષય કુમાર જોવા મળશે. હેરા ફેરીના પાર્ટ 3 માં ફરી પાછા અક્ષય કુમાર કામ કરશે. આ ફિલ્મ 2019 માં ફ્લોર પર આવી જશે મતલબ તેના પર કામ ચાલુ થઇ જશે અને જો બધું કામ પૂર્ણ થઇ જશે. તો તે 2019 માં જ રીલીઝ થઇ જશે નહિ તો પછીના સમયમાં. મિત્રો વિચારો કે તેમની હેરા ફેરી અને ફિર હેરા ફેરી બંને ફિલ્મો સુપર હીટ રહેલી છે તો તેનો પાર્ટ 3 પણ તેટલો જ જોરદાર હશે. ખરું ને?

Image Source
ત્યાર બાદ આવશે યશરાજ બેનરમાં તેમની નવી ફિલ્મ જેનું નામ છે “પૃથ્વીરાજ ચૌહાણ”. અક્ષય કુમારે પોતે જ જણાવ્યું છે કે તેઓ યશ રાજ ફિલ્મ સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. જે ધ ગ્રેટ લીડર પૃથ્વીરાજ ચૌહાણ પર હશે. હા મિત્રો, પૃથ્વીરાજ ચૌહાણ પર એક બાયોપીક બનશે જેને ડાઈરેકટ કરશે ચંદ્ર પ્રકાશ ત્રિવેદી અને અક્ષય કુમાર આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો દમદાર રોલ પ્લે કરશે.

Image Source
જો બધું ઠીક રહેશે તો આ ફિલ્મ પણ 2019 માં રીલીઝ થશે. પરંતુ મિત્રો આ ફિલ્મનું બજેટ ઘણું હાઈ છે. અને કામ પણ ખુબ વધારે છે તો આ ફિલ્મ કદાચ પોસ્ટપોન થઈને જાન્યુઆરી 2020 માં રીલીઝ થશે. પરંતુ આ ફિલ્મમાં હિંદુ સમાજના જગત પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા નિભાવતા દેખાશે અક્ષય કુમાર. અને આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ધામાલ મચાવવા આવી રહી છે.

Image Source
ત્યાર બાદ અક્ષય કુમારની હજુ એક ફિલ્મ આવશે જે જુલાઈ 2019 માં રીલીઝ થશે. તે ફિલ્મનું નામ છે “ગુડ ન્યુઝ”. કરણ જોહર પોતાના ધર્મા પ્રોડક્શનથી પ્રોડ્યુસ કરશે અને આ ફિલ્મમાં કરીના કપૂર, દીલ્જીત ડોસા અને કાયરા અડવાણી પણ દેખાશે.

Image Source
ત્યાર પછી હજુ એક કન્ફર્મ ડેટ વાળી ફિલ્મ રીલીઝ થશે જે 15 ઓગસ્ટ 2019 ના રીલીઝ થશે. આ ફિલ્મનું નામ છે “મિશન મંગલ”. આ ફિલ્મ  મિશન મંગળ પર આધારિત છે જે ISRO ના મંગળ મિશન પર આધારિત છે. જેમાં વૈજ્ઞાનિકોએ મંગળ પર જવાનો પ્રયત્ન કર્યો હતો તેના પર આ ફિલ્મ બનશે. અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં દેખાશે વિદ્યા બાલન, નિત્યા મેનન, સોનાક્ષી સિન્હા, તાપસી અને શરમન જોશી. આ ફિલ્મને ડાઈરેકટ કરશે જગલ શક્તિ અને આ ફિલ્મ 100% 15 મી ઓગસ્ટ 2019 માં રીલીઝ થશે જેની ટક્કર થશે જોહન ઇબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ થી.

તો મિત્રો આ ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ જોવાની વધારે ઉત્સુકતા રહેશે તે કમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

 

 

Leave a Comment