ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દેવગન ફેમેલીને લગભગ બધા જ ઓળખે છે. કેમ કે આજે પણ તેવો ફિલ્મ જગતમાં પોતાના નામને જાળવીને ઉભા છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કાજોલ અને અજય દેવગનનું ખુબ જ રસપ્રદ પ્રેમ કહાની વિશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો કાજોલ અને અજય દેવગનના લગ્નને 21 વર્ષ પૂર્ણ થયા છે. કાજોલ અને અજયને બે સંતાન છે પુત્રનું નામ યુગ અને પુત્રીનું નામ ન્યાસા છે. અજય અને કાજોલનો પુત્ર યુગ હજુ સ્કુલમાં અભ્યાસ કરે છે અને તેનું પુત્રી ન્યાસા હાલ સિંગાપોરમાં અભ્યાસ કરે છે. અજય દેવગનની છેલ્લી ફિલ્મ “તાન્હાજી” આવી હતી. જેમાં કાજોલ અને અજય બંને સાથે દેખાયા હતા. કાજોલ કપિલ શર્માના શો માં પહોંચી હતી અને ત્યારે તેણે પોતાના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો.
કપિલ શર્માએ કાજોલને સવાલ કરતા કહ્યું હતું કે, એ વાત સાચી છે કે, તમારા લગ્નમાં મીડિયાને ખોટું સરનામું આપ્યું હતું ? જવાબ આપતા કાજોલ જણાવે છે કે, અજય અને મારા લગ્નનું ખોટું સરનામું મીડિયાને એટલા માટે આવ્યું કે, જો મીડિયાને સરનામું આપવામાં ન આવે અથવા જાણ ન કરું તો પણ મારા લગ્નના સ્થળને મીડિયાના લોકો શોધી લે. માટે મારા લગ્નના સ્થળનું સરનામું ખોટું આપ્યું, જેના કારણે કોઈ લગ્નના સ્થળને શોધી ન શકે. અજય દેવગન અને કાજોલનું પહેલું મિલન ફિલ્મ ‘હલચલ’ના શુટિંગ દરમિયાન થયું હતું. કાજોલ જણાવે છે કે, ફેલાઈ વાર મેં અજયને એક ખૂણામાં બેઠેલા જોયા ત્યારે તેનાથી હું બિલકુલ પણ ઈમ્પ્રેસ ન થઈ. કાજોલ આગળ જણાવે છે કે, એ ફિલ્મ હલચલના સેટ પર હું શૂટ કરવા માટે તૈયાર હતી. મેં પૂછ્યું કે મારા હીરોના રોલમાં કોણ છે ? ત્યારે કોઈએ સીધો અજય દેવગન તરફ ઈશારો કર્યો. ત્યારે અજય દેવગન એક ખૂણામાં શાંતથી બેઠો હતો.
કાજોલ જણાવે છે કે, મારી અને અજય વચ્ચે ફિલ્મના સેટ પર જ મિત્રતા વધી હતી. થોડા સમય બાદ અમે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. પરંતુ આ જોડીની જાણવા જેવી બાબત એ છે કે બંનેમાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યો ન હતો. બંને વચ્ચે પ્રેમમાં બધું આપમેળે જ થવા લાગ્યું. બંને એકબીજાની આંખોના ભાવને ઓળખી જતા.એક ઈન્ટરવ્યૂ દરમિયાન કાજોલે જણાવ્યું કે, અમે બંને રાત્રે ડીનર માટે જતા, ત્યારે અજય જુહુમાં રહેતા અને એ સમયે હું સાઉથ બોમ્બેમાં રહેતી. ડીનર માટે જઈએ ત્યારે અડધો કલાક કરતા વધારે સમય અમે કારમાં જ પસાર કરતા.
લગ્ન પહેલા કાજોલ અને અજયએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યા હતા. ચાર વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અજય અને કાજોલ બંનેના પરિવારને આ રીલેશનથી કોઈ પ્રોબ્લેમ ન હતો. પરંતુ કાજોલના પિતા આ સંબંધને લઈને ખુશ ન હતા, કેમ કે તેઓ ઇચ્છતા હતા કે કાજોલ તેના કરિયર પર ફોકસ કરે. પરંતુ એ સમયે કાજોલે તેના પિતા સાથે ચાર દિવસ સુધી વાત કરી ન હતી. બાદમાં કાજોલના પિતા એગ્રી થઇ ગયા હતા.
પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન થયા એ સમયે પણ બંનેમાંથી કોઈએ પ્રપોઝ કર્યું ન હતું. કાજોલ અને અજય બંને એક સાથે રહેવા ઇચ્છતા હતા. લગ્ન કરવા માટે કોઈ સ્થળ બુક કર્યું ન હતું. તેમણે પોતાના ઘરે લગ્ન કરી લીધા હતા અને મીડિયાને ખોટું એડ્રેસ આપી દીધું હતું. કાજોલ અને અજય દેવગને મરાઠી અને પંજાબી રીતિરિવાજ સાથે લગ્ન કર્યા છે.
જ્યારે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ આવ્યું એ સમયે કાજોલને પ્રેગનેન્સી હતી. પરંતુ એ સમયે તેનું મિસકેરેજ થઇ ગયું હતું. કાજોલ જણાવે છે કે, એ ફિલ્મએ ખુબ જ સારી કમાણી કરી હતી, પરંતુ હું એ સમયે હોસ્પિટલ દાખલ હતી.