અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
1971 માં પણ આપણા પાયલટ જવાનોને પકડી લેવામાં આવ્યા હતા….. જાણો કેવી રીતે એ છૂટ્યા.
આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને હાલ પાકિસ્તાન સરકાર દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પરંતુ ગતિવિધિના સમાચાર મુજબ તેમને રિહા કરવાની વાત સામે આવી છે. તો મિત્રો એ આપણી માટે ખુબ જ ખુશીના સમાચાર કહેવાય છે. પરંતુ આજે અમે તમને ભારતના આવા જ વિર જવાનો વિશે જણાવશું જે એક સમયે આવી જ રીતે પાકિસ્તાનમાં વિમાન ક્રેશમાં પડી ગયા હતા. એ કેવી રીતે આવ્યા તેની પણ ખુબ જ રોચક વાત છે. તો ચાલો જાણીએ તે પાયલટો વિશે કે કેવી રીતે તેઓ ભારત પરત ફર્યા.
અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે તેમનું નામ છે ધીરેન્દ્ર એસ. જાફા. જાફા અને તેમના સાથી મિત્રો એક વિમાનોનું પરીક્ષણ કરતા હતા અને તેમાં દુર્ઘટના સર્જાણી અને જાફા પાકિસ્તાનની જમીન પર જઈને પડ્યા. પરંતુ તેવો પાકિસ્તાનની જમીન પર પડ્યા ત્યાં તેમણે જોયું તો ત્યાં આજુબાજુ ગામના લોકો જાફાને તેની તરફ આવતા જોયા.
લોકો ત્યાં આવ્યા અને અલ્હાના નારા સાથે પાયલટ જાફાને મારવા લાગ્યા અને તેના કપડા ફાડી નાખ્યા અને લોકો તેની બધી વસ્તુ સાથે હતી તેને લુંટવા લાગ્યા. તેમની ઘડિયાળ, પર્સ, બંધુક જેવી વસ્તુઓ ત્યાંના લોકોએ લુંટી લીધી. પરંતુ થોડા જ સમયમાં ત્યાં પાકિસ્તાન આર્મીના જવાનો આવી પહોંચ્યા અને તેમણે ભીડને ભગાવી દીધી. પાકિસ્તાનના સૈનિકોએ પહેલા પૂછ્યું કે તમારી પાસે કોઈ હથિયાર છે. ત્યારે જાફાએ જવાબ આપતા કહ્યું કે આ ભીડે મારી બધી જ વસ્તુ લુંટી લીધી.
ત્યાર બાદ પાકિસ્તાન સૈનિકોએ જાફાને ઉઠવા કહ્યું પરંતુ તે ઉઠી શકે એમ ન હતા. કેમ કે તેની કમરમાં ફેકચર થઇ ગયું હતું. એટલે જાફાને સૈનિકો દ્વારા ઉઠાવીને આર્મી ટેન્ટમાં લઇ ગયા. અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી. પછી જાફા પર કબજો કરીને તેને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને એક જેલની કોઠરીમાં બંધ કરવામાં આવ્યા હતા. તેમના પર જેલમાં પણ ખુબ જ નજર રાખવામાં આવતી હતી. તેમને ટોઇલેટ લઇ જતા ત્યારે પણ આંખે પટ્ટી બાંધી દેવામાં આવતી હતી. જેના કારણે તે કંઈ પણ જોઈ ના શકે.
પરંતુ એક દિવસ ધીરેન્દ્ર જાફાને એક અલગ બિલ્ડીંગમાં બીજા રૂમમાં લઇ જવામાં આવ્યા. જાફા જેવા તે રૂમમાં એન્ટર થયા એટલે અચાનક એક અવાજ આવ્યો. જેફ સર….. અને તે હતા પાયલટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકર. પારુલકર સીધા જાફાને ભેટી પડ્યા. ત્યાં જાફાએ રૂમમાં જોયું તો 10 ભારતીય યુદ્ધબંધી પાયલટ હતા. ભારતીય ચહેરા જોઇને જાફાની આંખમાં તરત જ આંસુ આવી ગયા. ત્યારે ત્યાંના ઇન્ચાર્જ લીડર ઉસ્માન હનીફ આવ્યા અને બધા માટે કેક અને મીઠાઈ લઈને આવ્યા. તેમણે બધાને ક્રિસમસની શુભેચ્છા આપી અને જણાવ્યું કે હું આજે તમને ક્રિસમસની બધાઈ આપવા માટે આવ્યો છું. પરંતુ આપણા જવાનો ખુબ જ ખુશ હતા અને તેમણે ઉસ્માન હનીફને એક રીક્વેસ્ટ કરી કે અમે ભારતીય રાષ્ટ્રગાન કરી શકીએ. ત્યાર બાદ બે મિનીટનનું મૌન રાખીને આપણા દસ જવાનોએ પાકિસ્તાનની જેલમાં આપણું રાષ્ટ્રગીત ગુંજાવ્યું હતું. તે સાંજ ખુબ જ તેમના માટે યાદગાર બની ગઈ હતી. તે રાષ્ટ્રગાન થયું તેની તારીખ 25 ડીસેમ્બર 1971 છે.
પરંતુ આ દસ જવાનોને છોડવવા માટે એ સમયના નીતિ નિયોજન સમિતિના અધ્યક્ષ ડીપી. ઘર પાકિસ્તાન ગયા હતા અને પરત ફર્યા હતા. પરંતુ આ જવાનોને છોડાવવા માટે કોઈ પણ યોગ્ય નિર્ણય ન લઇ શક્યા. ત્યારે પારુલકર મલવિંદર સિંહ ખુબ જ ઉદાસ થઇ ગયા. અને તેમને પાકિસ્તાનથી ભાગવાનો વિચાર આવ્યો.
તેમણે એક દીવાલમાં 21 બાય 15 ઇંચનો એક છેદ કર્યો. અને ત્યાંથી તેમણે ભાગવાનો પ્લાન કર્યો. દીવાલને ખોતરવા માટે સ્ક્રુડ્રાઈવર અને નાના નાના ખીલી જેવા ધારદાર હથિયારો ભેગા કર્યા. અને રાત્રે તે રોજ દીવાલને ખોતરતા હતા. ત્યાં પાકિસ્તાનમાં ભારતીય સમજોતા પ્રમાણે ભારતના કેદીઓને મહીને વેતન આપવામાં આવતું હતું. પારુલકરને જાણ થઇ કે બહાર ઉભા રહેતા ગાર્ડને પઠાણી સુટ શીવતા આવડે છે. તો તેમણે પોતાના વેતન માંથી વધેલા પૈસાનું એક પઠાણી સુટ ગાર્ડ પાસે સિવડાવી નાખ્યું. તેનાથી બહાર તેને કોઈ ઓળખી ન શકે કે આ વ્યક્તિ ભારતના છે.
તેમણે ભાગવાનો પ્લાન 14 ઓગષ્ટના દિવસે બનાવ્યો હતો. કેમ કે તે દિવસે પાકિસ્તાનનો સ્વતંત્ર દિવસ હતો. અને પ્લાસ્ટરનું છેલ્લું પડ પણ ઉખડી ગયું હતું. પછી એ પડને કાઢીને પ્લાનના દિવસે તે લોકો દીવાલની બહાર કોઈ જુવે નહી એ રીતે નીકળ્યા અને બહાર ફિલ્મનું થિયેટર હતું તેમાંથી નીકળતી ભીડ સાથે ભળી ગયા. અને જેલ માંથી ભાગી ગયા.
પરંતુ તે લોકો પાકિસ્તાનમાં અફઘાનીસ્તાનની સરહદ પાસેપકડાય ગયા હતા. ત્યારે દિલીપ પારુલકરે ત્યાંના હવાલદારને કહ્યું કે ઉસ્માન હનીફ સાથે વાત કરાવો. ત્યારે ઉસ્માન હનીફે દિલીપ સાથે વાત કરી અને હવાલદારને જણાવ્યું કે બધાને જેલમાં પૂરી દો પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા. તરત જ રાવલપીંડી જેલમાંથી આપણા સૈનિકોને પકડવા માટે ત્યાંની આર્મી આવી અને ફરી બધાને જેલમાં એક ખુબ જ અંધારી કોઠરીમાં પૂરી દીધા. પછી તેને લાયલપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યાં એક દિવસ અચાનક પાકિસ્તાનના એ સમયના રાષ્ટ્રપતિ આવ્યા જુલ્ફીકાર અલી ભુટ્ટો આવ્યા.
ત્યાં અને બધા ભારતીય યુદ્ધબંધી કેદીઓને જણાવ્યું અને ઘોષણા કરી કે તમારી સરકારને તમારી કોઈ જ ચિંતા નથી. એટલા માટે આજે અમે તમને છોડી દેવાનો ફેસલો કર્યો છે અને તમારા વતન તમને સુરક્ષિત મોકલી દેવામાં આવશે.
ત્યાર બાદ 1 ડીસેમ્બર 1972 ના દિવસે યુદ્ધબંધી થયેલા આપણા બધા જ જવાનોને વાઘા બોર્ડર પર છોડવામાં આવ્યા હતા. પરંતુ તે લોકો જેવા ભારત વાઘા બોર્ડર પર આવ્યા હજારો લોકો તેની રાહમાં ફૂલો લઈને ઉભા હતા. વાઘા બોર્ડર પર તે સમયના પંજાબના મુખ્ય મંત્રી પણ સ્વાગત માટે હાજર રહ્યા હતા. વાઘા બોર્ડરથી 22 કિલોમીટર સ્વાગતના બેનર માર્યા હતા.
આ બધા દ્રશ્ય જોઇને જાફા અને તેમની સાથે હતા એ બધા જ સાથીઓ ખુબ જ ખુશ થયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા. ભારત સરકાર દ્વારા તેમને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. અને આખા ભારતે આપણા જવાનો પરત ફર્યા તેની ખુશી મનાવી હતી.
તો મિત્રો આવા જવાનો માટે લખો જય હિન્દ……
આ આર્ટીકલ BBC ન્યુઝ (હિન્દી) દ્વારા તેમજ અન્ય બીજી ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી પરથી લખવામાં આવ્યો છે. 👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી