બેકિંગ સોડા એ ખુબ જ કામની વસ્તુ છે. ભોજન બનાવવાથી લઈને બ્યુટી પ્રોડક્ટ સુધી અને ઘરેલુ સારવાર માટે પણ તેના અનેક પ્રયોગ કરવામાં આવે છે, જેના વિશે ઘણા લોકો જાણતા હોય છે. પરંતુ શું તમે જાણો છો, કે બેકિંગ સોડા તમારા પગને લગતી દરેક સમસ્યાને ચપટીમાં દૂર કરવાની શક્તિ રાખે છે ? જી હા મિત્રો, તમે દિવસભર પગરખાં પહેરો છો, તો બેકિંગ સોડા તમારા માટે કામની વસ્તુ છે. રાત્રે સૂતા પહેલા થોડો બેકિંગ સોડા તમારા બુટમાં નાખવાથી પગને લગતી અનેક સમસ્યાને દૂર કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે.
પગમાંથી આવતી ગંધ :
જો તમે દિવસભર બુટ પહેરીને રાખો છો, તો તમારા પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધથી તમે છુટકારો મેળવવા માંગો છો, તો હવે જ્યારે તમે પગરખાં પહેરો ત્યારે, તમે પગરખાંની અંદર થોડો બેકિંગ સોડા નાખી દો. અથવા તો થોડો બેકિંગ સોડા સોક્સમાં લગાવી દો. આમ, કરવાથી તમે ઘણી વાર સુધી પગરખાં પહેરી રાખશો, તો પણ તમારા પગમાંથી દુર્ગંધ નહિ આવે.બેકિંગ સોડાની મદદથી પગની દુર્ગંધને દૂર કરવા માટેની બીજી રીત : અડધી ડોલથી પણ ઓછું પાણીને ગરમ કરો અને તેની અંદર 2 ચમચી બેકિંગ સોડાને નાખી દો. હવે આ પાણીની અંદર તમારા પગ રાખીને 10 મિનિટ સુધી બેસી જાવ અને પછી પગને સાફ ન કરો, તેને આમ જ, સુકાવા દો. આમ, કરવાથી તમારા પગમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
પગમાં પરસેવો અને ફંગલ ઇન્ફેકશનથી રાહત માટે :
ઘણી વાર એવું થતું હોય છે કે, ઘણા લોકોને પગમાં પરસેવો ખુબ જ થતો હોય છે, જે કારણથી વધારે વાર બુટ પહેરવાથી ફંગલ ઇન્ફેકશન થઈ જાય છે. જો તમને પણ પગમાં ફંગલ ઇન્ફેકશન થઈ જાય છે અથવા પરસેવો થઈ જાય છે, તો પગરખાં પહેરતા પહેલા તેની અંદર થોડો બેકિંગ સોડા નાખી દો. આમ કરવાથી તમને પગમાં પરસેવો ઓછો થશે અને બેક્ટેરિયા પણ નહિ થાય અને ફંગલ ઇન્ફેકશનથી પણ રાહત મળશે. બેકિંગ સોડા પગમાં રહેલા જમ્સ અને બેક્ટેરિયાનો નાશ કરી દે છે.બુટની દુર્ગંધ દૂર કરવા : જો તમારા બુટમાંથી દુર્ગંધ આવે છે અથવા તેને ઉતારતાની સાથે જ દુર્ગંધ આવવા લાગે છે, તો આ દુર્ગંધને દૂર કરવા માટે પણ બેકિંગ સોડાનો ઉપયોગ જ સહેલો છે. રાત્રે સૂતા પહેલા થોડો બેકિંગ સોડા બુટમાંમાં નાખીને રાખી દો. સવારે બુટમાંથી બેકિંગ સોડાને દૂર કર્યા વગર જ તેને પહેરી લો. રાતભરમાં તમારા બુટમાંથી દુર્ગંધ પણ નીકળી જશે અને જ્યારે તમે સાંજના સમય પર બુટને ઉતારશો, ત્યારે તમે જોશો કે તમારા પગ પહેલા કરતાં પણ વધારે સોફ્ટ અને ચમકદાર થઈ ગયા છે.
સ્ટીકીનેસથી છુટકારો :
ઘણી વાર બુટની ગંદગી અને પગમાં પરસેવો થતો હોવાના કારણે, આ બંને એકબીજાને મળી જાય છે, તેથી બુટમાં સ્ટીકીનેસ આવી જાય છે. આવું હંમેશા કેનવાસ શૂઝ પહેરવાથી અથવા વિના મોજા પહેરવાના કારણે થતું હોય છે. આવી સ્થિતિમાં બેકિંગ સોડાને બુટમાં નાખીને પહેરવાથી આ સમસ્યાથી દૂર થવાય છે. માત્ર બુટ પહેરતા પહેલા, તેની અંદર થોડો બેકિંગ સોડા નાખીને રાખી દો અને આરામથી જેટલી વાર સુધી તમારે વોક કરવું હોય તેટલી વાર સુધી તમે કરી શકો છો. તમારા પગમાં ચિપ-ચિપ નહિ થાય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી