એક સમયે માત્ર 5000 હજાર રૂપિયા લઈને ભારત આવી હતી આ એક્ટ્રેસ, આજે છે આટલા કરોડ રૂપિયાની સંપતિ, જીવે છે લક્ઝરીયસ લાઇફ.

મિત્રો તમે ફિલ્મ દુનિયા અંગે ઘણું જાણતા હશો, તેમજ બોલીવુડના એક્ટર અને એક્ટ્રેસ છે જે આ ફિલ્મી દુનિયામાં આવે છે તેમજ જાય છે. તેમજ ઘણા ફિલ્મી સ્ટાર એવા છે જેઓ વિદેશથી અહીં ભારતમાં આવીને પોતાનું નામ કમાવ્યું છે. તેમજ બોલીવુડમાં તેના નામની ખુબ ચર્ચા પણ થાય છે. આવી જ એક એક્ટ્રેસ છે નોરા ફતેહી. જેણે હિન્દુસ્તાનમાં આવીને બોલીવુડમાં પોતાનું નામ કર્યું છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

જોન અબ્રાહનની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ગીત ‘દિલબર દિલબર’ થી ફેમસ થયેલી એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી 30 વર્ષની થઈ ગઈ છે. 6 ફેબ્રુઆરી 1992 માં મોન્ટ્રીયલ, કેનેડામાં જન્મેલી નોરા જ્યારે પહેલી વખત ઇન્ડિયા આવી હતી તો તેના ખિસ્સામાં માત્ર 5 હજાર રૂપિયા જ હતા. નોરાના કહ્યા અનુસાર ‘એ કેનેડા થી માત્ર 5000 રૂપિયા લઈને હિન્દુસ્તાન આવી હતી પણ જે એજેન્સીમાં હું કામ કરતી હતી, ત્યાં તે દર અઠવાડિયે મને 3 હજાર રૂપિયા મળતા હતા.’

નોરાના કહ્યા અનુસાર આટલા પૈસામાં ડેઇલી રૂટિન અને મહિનાનો ખર્ચ કાઢવો મુશ્કેલ હતો. પણ મે બધું જ ખુબ સમજદારીથી મેનેજ કર્યું અને આ જ કારણ હતું કે, અઠવાડિયે અથવા મહિનો પૂરો થવા પર મારા બધા પૈસા ખર્ચ થતા ન હતા.’ નોરા ફતેહીની instagram પોસ્ટને જોઈને ખબર પડે છે કે, તે ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટનીની ડાંસ ટીચર પણ રહી ચુકી છે. જેનો નોરા એ 2015 ની પોતાની એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.

નોરા મૂળ રૂપે મોરક્કન મુલની એક્ટ્રેસ છે. વર્ષ 2014 માં તેણે ડાયરેક્ટર કમલ સદાનાની ફિલ્મ ‘રોર… ટાઈગર્સ ઓફ દ સુંદરવન’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર પછી તે ‘ક્રેજી કુક્કડ ફેમીલી’, ‘મિસ્ટર એક્સ’, ‘રોકી હેન્ડસમ’ ‘સત્યમેવ જયતે’, સ્ત્રી, ભારત, બાટલા હાઉસ, મરજાવા, અને સ્ટ્રીટ ડાન્સર 3D માં નજર આવી ચુકી છે.

કમાણી : નોરા આજે બોલિવૂડની સૌથી વધુ ફેમસ અને માંગ ધરાવતી અભિનેત્રી બની ગઈ છે. જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે અને કામ કરી રહી છે.. આ અભિનેત્રીની કુલ સંપત્તિ 1.5 મિલિયન ડોલરની નજીક છે. જો આપણે રૂપિયામાં જોવા જઈએ તો આ રકમ 12 કરોડની આસપાસ થાય. નોરા અંદાજે દર વર્ષે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અને તેની કમાણી દર વર્ષે વધી રહી છે.

કેનેડામાં જન્મેલી નોરા ફતેહી એ ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ સ્પેશિયલ અપીરીયંસ આપી છે. તેમાં બાહુબલી, દ બીગનીંગ, પામ સામેલ છે. ફિલ્મમાં આઈટમ નંબર મનોહારીમાં તે નજર આવી હતી. નોરની સાચી ઓળખ રીયાલીટી શો ‘બીગ બોસ 9’ માં એક કન્ટસ્ટેન્ટ સામેલ થયા પછી મળી હતી.

ફિલ્મ ‘સત્યમેવ જયતે’, માં ‘દિલબર દિલબર’, ‘સ્ત્રી’ માં ‘કમરિયા’ અને બાટલા હાઉસમાં ‘ઓ સાકી સાકી’ જેવા ગીત ખુબ સારો ડાંસ કરી ચુકેલી નોરાને છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ માં જોવા મળી હતી. રેમો ડીસુજાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે.

નોરાની ટ્રેનિંગ ઇન્સ્ટ્રકટર મહેન્દ્ર મોહનના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે ખુબ મહેનતી છે. તે દરરોજ પ્રેક્ટીસ કરે છે અને આ જ કારણે તેને ટ્રેનિંગ દરમિયાન કોઈ ખાસ મુશ્કેલી નથી પડતી. નોરા ફતેહીને છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ માં જોવા મળી છે. નોરાએ આ ફિલ્મમાં માત્ર એક્ટ્રેસના રૂપે કામ કર્યું હતું. સાથે ફિલ્મના ગીત ‘ગર્મી’ માં જબરદસ્ત ડાન્સ મુવ્સ પણ દેખાડ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો નોરા જલ્દી જ અજય દેવગન ફિલ્મ ‘ભુજ: દ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ આ ભારતીય જાસુસના કેરેક્ટરમાં નજર આવશે. નોરાએ આ પાત્ર માટે ખુબ મહેનત કરી છે. તેણે આ માટે માર્શલ આર્ટસની ટ્રેનિંગ પણ લીધી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment