મિત્રો જયારે ઘરમાં ગરીબી આવે છે ત્યારે અનેક રીતે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી તમારે પહેલેથી જ પોતાના ઘરમાંથી અમુક વસ્તુઓને બહાર કરી દેવી જોઈએ. નહિ તો તમને નુકશાન થઈ શકે છે.
ચાણક્યનીતિ એ નીતિ શાસ્ત્રમાં જીવનથી સંબંધિત દરેક પાસાઓ વિશે વાત કરી છે. જાણકારો જણાવે છે કે, ચાણક્યને આર્થિક, રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયોનું સારું જ્ઞાન હતું. ઘણી પરિસ્થિતિમાં તેઓ દર્શન અને કુટનીતિનો યોગ્ય ઉપયોગ કરવાનું જાણે છે. મહાન બૃદ્ધિજીવીઓમાં ગણાતા ચાણક્ય એ નીતિ શાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે, ઘરમાં ગરીબી આવતા પહેલા ઘણા સંકેત મળે છે. આ સંકેતો દ્વારા જાણી શકાય છે કે, ઘરમાં આર્થિક સ્થિતિ કેવી રહેશે.
પહેલો સંકેત : આચાર્ય ચાણક્ય કહે છે કે, પરિવારમાં કલેશ થવો એ આર્થિક સ્થિતિ માટે શુભ નથી માનવામાં આવતું. કહેવાય છે કે, જે લોકોના ઘરમાં આવું થાય છે ત્યાં ધીરેધીરે ગરીબી આવે છે. ચાણક્ય કહે છે કે, વ્યક્તિએ હંમેશા ગૃહ કલેશથી બચવું જોઈએ.
બીજો સંકેત : તુલસીના છોડને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે, જો તુસલીનો છોડ સુકાવા લાગે છે તો તેનો અર્થ છે કે, ઘરની આર્થિક સ્થિતિ બગડવાની છે. ચાણક્ય કહે છે કે, જયારે પણ ઘરમાં તુલસીનો છોડ સુકાય જાય તરત જ લીલો છોડ વાવવો જોઈએ.
ત્રીજો સંકેત : ચાણક્ય કહે છે કે, કાંચનું તૂટવું અશુભ માનવામાં આવે છે. નીતિ શાસ્ત્ર અનુસાર કાંચ તૂટવો આર્થિક સ્થિતિ માટે અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં કાંચ તૂટે છે ત્યાં આર્થિક સંકટ આવવાની શક્યતા રહેલી છે. આથી લોકોએ કાચનો ઉપયોગ ખુબ જ સાવધાનીથી કરવો જોઈએ.
ચોથો સંકેત : ચાણક્ય કહે છે કે, જે ઘરમાં દરરોજ પૂજા પાઠ થાય છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. કહેવાય છે કે, જે લોકો પૂજા પાઠથી અચાનક દુર થઈ જાય છે તેના ઘરમાં આર્થિક સંકટ આવે છે.
પાંચમો સંકેત : નીતિ શાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં વડીલોનું સમ્માન થાય છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ચાણક્ય કહે છે કે, જે લોકોના ઘરમાં વડીલોને આદર આપવામાં નથી આવતું તેની આર્થિક સ્થિતિ નબળી બને છે. આથી વડીલોનું સમ્માન કરવું જોઈએ.
ગરીબી નિવારણ માટેનું સમાધાન : 1) જે ઘરમાં દરરોજ ઝગડાઓ થાય છે તેમણે હળીમળીને તેનું સમાધાન કરવું જોઈએ. ઝગડાથી ઘરના લોકોની ઉન્નતિમાં અડચણ આવે છે.
2 ) તેમજ જે ઘરમાં પૂજા પાઠ થવાનું બંધ થઈ ગયું હોય તેમણે ફરી ભગવાનની કૃપા બને એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. પૂજા પાઠ કરવાથી મનની શાંતિ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
3 ) આ સિવાય જ્યાં વડીલોને માન નથી આપવામાં આવતું ત્યાં ઘરની સ્થિતિ નબળી બને છે. આથી હંમેશા ઘરમાં વડીલોને માન અને આદર આપો.
4 ) ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહે એ માટે હંમેશા તેનું ધ્યાન રાખો. આ સિવાય તુલસીનો છોડ સુકાવા લાગે તો તેને તરત જ બદલી નાખો.
આમ આપણને ચાણક્ય પોતાની નીતિ દ્વારા ઘરની આર્થિક સ્થિતિ નબળી પડવા પર શું કરવું જોઈએ તેનું સચોટ નિવારણ આપે છે. તેનું પાલન કરવું આપણા માટે જરૂરી છે. ચાણક્ય એ આર્થિક સંકટથી બચવા માટે અનેક ઉપાયો આપ્યા છે. આમ આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો એક સંતુષ્ટ અને સફળ જીવન જીવી શકાય છે.આમ જો તમારા ઘરમાં આવા કોઈ સંકેત દેખાય તો તમારે તરત જ તેનું નિવારણ લાવવું જોઈએ. નહિ તો ઘરની આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી