ઘરમાં AC ના કારણે વધુ બિલ આવી રહ્યું હોય તો અજમાવો આ ટિપ્સ, AC વાપરવા છતાં બિલમાં થશે ધરખમ ઘટાડો… જાણો ઓછું બિલ લાવવાના આ સિક્રેટ….

મિત્રો ભારતમાં હવે સખત ગરમીના દિવસો આવવાના છે એવામાં AC નો વધુ માં વધુ ઉપયોગ થવા લાગશે. AC વધારે ઉપયોગ થવાના કારણે વીજળીનું બિલ પણ વધારે આવવા લાગે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે વીજળી બચાવવા માટે તમારે કેટલીક ટિપ્સ જાણી લેવી જોઈએ. તો આવો જાણીએ એવી ટિપ્સ વિશે જે તમને AC ના વીજળીનું બિલ બચાવવામાં મદદ કરશે.

1) યોગ્ય તાપમાનની પસંદગી:- AC ને ક્યારેય પણ સૌથી ઓછા તાપમાન પર ન રાખવું. લોકો વિચારે છે કે AC ને 16 ડિગ્રી પર રાખવાથી સૌથી વધારે કુલિંગ થાય છે. જોકે બ્યુરો ઓફ એનર્જી એફિશિએંસી (BEE) પ્રમાણે વ્યક્તિના શરીર માટે આદર્શ તાપમાન 24 છે. એવામાં AC ને આ તાપમાન માટે ઓછો લોડ પડે છે અને વીજળી પણ બચે છે.2) ઉપયોગ ન થવા પર પાવર બટન બંધ કરવું:- વાત માત્ર એર કન્ડિશનની જ નથી પરંતુ કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ ન થવા પર તેનું પાવર બટન બંધ કરી દેવું જોઈએ. એટલે કે જો શક્ય હોય તો તેનો પ્લગ જ બહાર કાઢી દેવો. મોટાભાગે લોકો AC ને રિમોટથી બંધ કરે છે પરંતુ એવું ન કરવું જોઈએ કારણ કે જ્યારે કોમ્પ્રેસર નિષ્ક્રિય સ્થિતિમાં હોય ત્યારે ઘણી વીજળીનો બગાડ થાય છે.

3) ટાઇમર નો ઉપયોગ કરવો:- બધા AC ટાઈમર ની સાથે આવે છે. તેના માટે  તેને આખી રાત ચલાવવાની જગ્યાએ એક નિશ્ચિત સમય માટે તમે ટાઈમર સેટ કરીને વીજળી બચાવી શકો છો.4) સર્વિસિંગ જરૂરી:- દરેક ઉપકરણોને સર્વિસ ની જરૂર હોય છે. તેમાં AC નો પણ સમાવેશ થાય છે. ભારતમાં વિશેષ રૂપે આખા વર્ષ માટે ઘરોમાં AC નો ઉપયોગ નથી થતો અને તેમાં ડસ્ટ જામી જાય છે. જેથી મશીનને મુશ્કેલી થઈ શકે છે એવામાં આ વધારે વીજળીનો વપરાશ કરે છે.

5) બારી બારણા બંધ રાખવા:- જ્યારે પણ AC ચાલુ કરો તો પ્રયત્ન કરવો કે દરેક દરવાજા-બારી બંધ હોય. કારણ કે ત્યારે જ તમને ફાસ્ટ ફુલિંગ મળશે અને રૂમ જલ્દી ઠંડો થશે. તેનાથી વીજળી ની પણ બચત થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment