ભિખારીને શું હોય? ભીખ માંગીને ખાવું, પીવુંને રહેવું. કોઈ પણ જાતની ચિંતા નહીં, ન ઘરની, ન કામની, કે ન રહેવાની. જ્યાં જગ્યા મળી ત્યાં ઝૂપડું બાંધીને રહી લેવાનું, ભૂખ લાગે તો ભીખ માંગીને ખાઈ લેવાનું, જેમાં કોઈ પૈસા આપે તો ખાવાનું. આ બધી આપણી માન્યતા છે પરંતુ ક્યારેક આવા ભિખારીની કહાનીઓ પણ સામે આવતી હોય છે. તો ચાલો આ વાતને વિસ્તારથી જાણી લઈએ.
જાણવા મળતી માહિતી અનુસાર એવી વિગત સામે આવી છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. શુક્રવારે મુંબઇના ગોવંડી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનની ટક્કરમાં આવતા એક ભિક્ષુકનું મોત નીપજ્યું હતું. જ્યારે રેલ્વે પોલીસ (જીઆરપી) ભિખારીના સંબંધીઓની શોધમાં ભિક્ષુકના ઘરે પહોંચી ત્યારે તેમના હોશ જ ઉડી ગયા હતા.આ સમગ્ર ઘટના વિશે માહિતી તમને જણાવી દઈએ કે હકીકતમાં રેલ્વે પોલીસને ઝૂંપડીમાંથી એક પૈસા ભરેલી બેગ મળી હતી. જેમાં સિક્કાઓ અને રોકડ એમ મળીને લગભગ 2 લાખ રૂપિયા હતા. જ્યારે પોલીસને તેની ગણતરી કરવામાં આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો.
એટલું જ નહીં, પરંતુ ભિખારીના ઘરેથી પોલીસને એક બેંક પાસબુક પણ મળી છે. જેમાં કુલ 8 લાખ 77 હજાર રૂપિયાની રસીદ પણ હતી. ભિખારીની ઓળખ બિરાદીચંદ આઝાદ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો.
આ સિવાય અમે તમને જણાવી દઈએ કે શુક્રવારે રેલ્વે લાઇન પસાર કરતી વખતે ટ્રેનની ટક્કરમાં તેનું મોત નીપજ્યું હતું. રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડ મળી આવ્યા છે. જેના પર રાજસ્થાનનું સરનામું લખેલું હતું.
જ્યારે ભિખારીના પડોશીઓને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે અગાઉ તેનો પરિવાર પણ બિરાદીચંદ આઝાદ સાથે રહેતો હતો. પરંતુ બાદમાં તેનો આખો પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો અને તે એકલો રહેતો. તેણે જીવન જીવવા માટે ભીખ માંગવાની શરૂ કરી દીધી હતી. હાલ તો પોલીસે ભીખારીના ઘરેથી મળેલા પૈસા કબજે કરી લીધા છે અને આધારકાર્ડ પર આપેલા સરનામે તેના પરિવારના સભ્યોને શોધવા જીઆરપીની ગાડી મોકલી હતી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google