મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે ઉનાળાના દિવસો શરુ થતા જ સ્કુલ કોલેજમાં વેકેશન શરુ થશે. અને તમે ઉનાળાની ઉકળાટ ભરેલી ગરમીથી બચવા માટે કોઈ ઠંડી જગ્યાએ જ ફરવાનો પ્લાન બનાવશો. આથી જ જો તમે ઉનાળામાં ફરવા માટે કોઈ ઠંડી જગ્યાએ ફરવા જવા માંગતા હો તો તમારે આ લેખ છેલ્લે સુધી જરૂરથી વાંચવો જોઈએ.
મે મહિનામાં ગરમી પોતાની ચરમસીમા પર હોય છે. જયારે મે મહિનામાં બાળકોને વેકેશન પણ શરુ થઇ ગયું હોય છે. જેના કારણે ઘણા લોકો વેકેશન કરવા માટે કોઈ સારા લોકેશનની તલાશ કરતા હોય છે. એવામાં તમે પણ મે મહિનામાં કોઈ જગ્યાએ ફરવા જવા માંગતા હો તો તમે કેટલીક ઠંડી જગ્યાએ પ્રવાસ કરીને તક અદ્ભુત આનંદ મેળવી શકો છો. ચાલો તો અમે તમને જણાવી દઈએ મે મહિના શાનદાર જગ્યાના નામ, જ્યાં તમે પોતાનું ઉનાળુ વેકેશન પસાર કરી શકો છો.
1 ) શિમલા, હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશની રાજધાની શીમલાને દેશની ફેમસ ટ્રાવેલ ડેસ્ટીનેશન્સમાં ગણવામાં આવે છે. જયારે શિમલાથી માત્ર 355 કિલોમીટર દુર સ્થિત છે. એવામાં શિમલાનો પ્રવાસ કરીને તમે કુફરી મોલ રોડ, જાખું મંદિર, ક્રાઈસ્ટ ચર્ચ, અને અર્કી કિલ્લાનો પ્રવાસ કરી શકો છો.
2 ) હરીપુરધારા, હિમાચલ પ્રદેશ : મે માં ફરવા માટે તમે હિમાચલ પ્રદેશના અતિ સુંદર હિલ સ્ટેશન હરિપુરધારા તરફ પણ પ્રવાસ કરી શકો છો. અહીંનું અહાલાદક દ્રશ્ય પ્રવાસીઓને ખુબ જ પસંદ આવે છે. જયારે ભીડ ભરેલી જગ્યાથી દુર હરિપુરધારામાં ફેમીલીની સાથે ટાઈમ શેર કરવો બેસ્ટ રહે છે. હરિપુરધારા દિલ્હીથી 334 કિલોમીટર દુર આવેલું છે.
3 ) નેનીતાલ, ઉત્તરાખંડ : ગરમીઓમાં ફરવા માટે ઉત્તરાખંડનું નેનીતાલનો પ્રવાસ પણ બેસ્ટ સાબિત થઈ શકે છે. મે માં નેનીતાલનું દ્રશ્ય હૃદયને ખુબ જ આકર્ષિત કરે છે. અહીં તમે નેની ઝરણું, મોલ રોડ, સ્ત્રો વ્યુ પોઈન્ટ અને બોટનિકલ ગાર્ડનને જોઈ શકો છો.
4 ) મસુરી, ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં સ્થિત મસુરીને પહાડોની રાણી કહેવામાં આવે છે. જયારે ફેમીલીની સાથે મસુરી ફરવું ખુબ જ યાદગાર અનુભવ સાબિત થઇ શકે છે. મસુરીમાં તમે કેમ્પ્ટી ફોલ્સ, કંપની ગાર્ડન અને લાલ ટીબ્બાનું મનમોહન દ્રશ્ય જોઈ શકો છો. સાથે જ મસુરીમાં તમે પેરાગ્લાઈડીંગ અને ટ્રેકિંગ, જેવી પ્રવૃતિઓ પણ કરી શકો છો.
5 ) પંચમઢી હિલ્સ, મધ્યપ્રદેશ : મે મહિનાની ગરમીથી રાહત મેળવવા માટે તમે મધ્યપ્રદેશના સુંદર હિલ સ્ટેશન પંચમઢી તરફ પણ પોતાનો પ્રવાસ કરી શકો છો. પંચમઢીમાં સ્થિત સુંદર વોટર ફોલ, પાંડવ ગુફા અને સાતપુરા નેશનલ પાર્કમાં પણ તમે પરિવારની સાથે ખુબ જ એન્જોય કરી શકો છો.
6 ) ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લીંગ માંથી એક માનવામાં આવે છે. એવામાં મે મહિના દરમિયાન તમે પરિવારની સાથે ઓમકારેશ્વરનો પ્રવાસ પ્લાન કરી શકો છો. સાથે જ તમે અહિલ્યા ઘાટ અને કાજલ રાણી ગુફાને પણ જોઈ શકો છો. અહી તમે પ્રવાસ કરીને ભગવાનના પાવન સાનિધ્યનો અનુભવ કરી શકો છો.
7 ) શ્રીનગર, જમ્મુ-કાશ્મીર : ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવતું જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરની ટ્રીપ પણ તમારા માટે બેસ્ટ ટ્રીપ સાબિત થઇ શકે છે. અહીનું કુદરતી વાતાવરણ તમને પરમ ઠંડક અને શાંતિનો અનુભવ કરાવે છે. જયારે ગરમીઓમાં શ્રીનગર નો પ્રવાસ કરીને તમે માત્ર બરફની ચાદર ઓઢેલ પર્વતોને જ નહિ જોતા પણ સાથે ડલ ઝીલ, મુગલ ગાર્ડન, વુલર ઝીલ અને શાલીમાર બાગ પણ જોઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી