મિત્રો જો કે હિંગ ખાવાથી ભોજનના સ્વાદમાં વધારો થાય છે. પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે, હિંગ ખાવાથી તમારા પેટને લગતી ઘણી બીમારીઓ પણ દુર કરી શકાય છે. આથી જ લગભગ દરેક ભારતીય ઘરોમાં હિંગનો ઉપયોગ વઘાર કરવામાં ઉપયોગ થાય છે. પરંતુ આ જ હિંગ જો નકલી હોય તો તમને નુકશાન થઈ શકે છે. ચાલો તો અસલી અને નકલી હિંગની ઓળખ કેવી રીતે કરવી જોઈએ તે જાણી લઈએ.
હિંગ સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. આયુર્વેદમાં ઘણા રોગોને દુર કરવા માટે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પેટને લગતી બીમારી દુર કરવા, શ્વસન પ્રણાલીને મજબુત કરવા, માસિક ધર્મથી રાહત અપાવવા અને દાંતના દુખાવામાં રાહત આપવામાં હિંગ ઉપયોગી છે. પરંતુ આ બધા લાભ ત્યારે મળે છે, જયારે તમે અસલી હિંગનું સેવન કરો ત્યારે.
વાસ્તવમાં આજે બજારમાં દરેક પ્રકારના ખાદ્ય પદાર્થમાં ભેળસેળ જોવા મળે છે. તેમાં હિંગ પણ સામેલ છે. દરેક ઘરમાં હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં તમે અસલી હિંગનો ઉપયોગ કરો છો કે નકલી તેની ખબર હોવી જોઈએ. ચાલો તો આજે આ લેખમાં આપણે અસલી અને નકલી હિંગની ઓળખ કરી લઈએ.
અસલી અને નકલી હિંગમાં અંતર : અસલી હિંગ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. અસલી હિંગને ઓળખવા માટે થોડા ઉપાય અજમાવી શકો છો. જે નીચે પ્રમાણે છે.
1 ) હિંગને બાળીને : અસલી અને નકલી હિંગની ઓળખ તેન બાળીને પણ કરી શકાય છે. આ માટે હિંગને બાળો, તેને બાળવાથી લૌ ચમકદાર બને છે, અને હિંગ બળી જાય છે તો તે અસલી છે. અને જો તે બળતી નથી તો તે નકલી છે.
2 ) હિંગને પાણીમાં ઘોળો : હિંગને પાણીમાં નાખો અને હિંગ પાણીમાં નાખતા જ પીગળી જાય અને તેનો રંગ સફેદ દૂધ જેવો થઈ જાય તો તે અસલી હિંગ છે. નહિ તો નકલી હિંગનું સેવન ન કરો.
3 ) હિંગની સુગંધ : અસલી હિંગમાં ખુબ જ તેજ સુગંધ હોય છે. જો હાથ પર લાગી જાય તો લાંબા સમય સુધી તેની સુગંધ રહે છે. સાબુથી હાથ ધોવાથી તેની સુગંધ જતી નથી. જયારે નકલી હિંગની સુગંધ પાણીથી હાથ ધોવાથી નીકળી જાય છે.
4 ) હિંગની કિંમત : અસલી અને નકલીની ઓળખ તેની કિંમત પરથી પણ કરી શકાય છે. અસલી હિંગ ખુબ જ મોંઘી હોય છે. તેને દરેક વ્યક્તિ ખરીદી નથી શકતી. જયારે નકલી હિંગ અસલી હિંગની તુલનામાં ઘણી સસ્તી છે.
5 ) હિંગનો રંગ : હિંગનો રંગ જ તેની ઓળખ કરાવી દે છે. અસલી હિંગનો રંગ હળવો ભૂરો હોય છે. આ માટે તમે હિંગને ઘીમાં નાખો, જો ઘી માં નાખોને હિંગ ફૂલી જાય છે અને તેનો રંગ હળવો લાલ હોય તો તે અસલી હિંગ છે. હિંગમાં કોઈ ફેરફાર ન થાય તો સમજી લો કે તે નકલી છે.
નકલી હિંગ ખાવાથી થતા નુકશાન : 1 ) અસલી હિંગ ગેસ, અપચોની સમસ્યાને ઠીક કરવામાં ફાયદાકારક હોય છે. જો તમે નકલી હિંગનો ઉપયોગ કરો છો તો તેનાથી પાચનતંત્રને નુકશાન થાય છે.
2 ) નકલી હિંગ હૃદય રોગનું પણ કારણ બની શકે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ અનિયંત્રિત થઈ શકે છે. હૃદય રોગથી બચવા માટે નકલી હિંગનું સેવન ન કરવું જોઈએ.
3 ) ગર્ભાવસ્થામાં અને સ્તનપાન કરતી મહિલાઓ માટે પણ નકલી હિંગ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તેમાં માતાની સાથે બાળકને પણ નુકશાન થાય છે.
હિંગને હંમેશા કાચના વાસણમાં જ ભરવી જોઈએ. સાથે જ પાવડર વાળી હિંગ ન ખરીદવી જોઈએ. તેમાં ભેળસેળની સંભાવના વધુ રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી