આપણા દૈનિક જીવનમાં આપણે કેટલાક એવા કામ કરતાં હોઈએ છીએ કે જેની અસર લાંબા સમય સુધી આપણા પર રહે છે. ન જાણે કેટલીક વાર આપણે કેટલાક લોકો પાસેથી એવી વસ્તુઓ લઈ લઈએ છીએ અથવા તો કોઈને એવી વસ્તુઓ આપી દઈએ છીએ જેની અસર આપણાં દૈનિક જીવન પર થવા લાગે છે. જેના કારણે ધનની હાનિની સાથે સુખ-સમૃદ્ધી પણ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુના હિસાબથી કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ કોઈ પાસે પૈસા ચુકવ્યા વિના ન લેવી જોઈએ.
મિત્રો એવી માન્યતા છે કે એ વસ્તુઓને લેવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. તમારે આ વસ્તુઓ ભૂલથી પણ કોઈ પાસેથી પૈસા વગર દાનમાં ન લેવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.મીઠું : ઘરમાં ઘણી વાર મીઠું ખાલી થઈ જવા પર તમે પાડોશી પાસેથી કે પછી તમારા સંબંધી પાસેથી મીઠું લીધું હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. આમ તો, આ એક સામાન્ય વાત છે, કે વળી થોડા મીઠાના પણ પૈસા શું દેવા. પરંતુ તમારે ભૂલથી પણ મીઠાને પૈસા વગર લેવું ન જોઈએ અને દેવું પણ ન જોઈએ. આવું કરવાથી માણસ વિના કારણથી જ કર્જમાં ડૂબવા લાગે છે. મીઠાનો સંબંધ શનિ સાથે માનવામાં આવ્યો છે. તેનું દાન લેવું શનિને અપ્રસન્ન કરે છે. કોઈ પણ પાસેથી ઉધાર મીઠું લેવું રોગ-દોષને આમંત્રણ આપે છે.
કાળા તલ : વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાળા તલને કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવા જોઈએ. આવું કરવાથી પણ ધનની હાનિ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, કાળા તલનો સંબંધ શનિની સાથે જ, રાહુ-કેતુની સાથે પણ છે. તલ લેવાથી આ ત્રણેયનો પ્રતિકુળ પ્રભાવ જીવનમાં પડે છે. તેથી જ, ખાસ કરીને શનિવારના દિવસે કોઈ પણ પાસેથી તલને વિનામુલ્યે ન લેવા જોઈએ.
સોઈ : એવી માન્યતા છે કે, સોઈને પણ વિનામુલ્યે ઘરમાં ક્યારેય પણ ન લાવવી જોઈએ. સોઈને વિનામુલ્યે ઘરમાં લાવવી એ અજાણતા જ નકારાત્મકતાને આમંત્રણ આપે છે. એવું કહેવામાં આવે છે કે, સોઈને વિનામુલ્યે ઘરમાં લાવવાથી ઘરના લોકોમાં ઝગડો થવા લાગે છે. શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે, સોઈને કોઈ પણ પાસેથી દાનમાં લેવાથી તે તેવો જ વ્યવહાર કરે છે, કે જે તેનો સ્વભાવ છે અને આપસી મતભેદ થાય છે.રૂમાલ : કેટલાક લોકો તેના સંબંધીઓને રૂમાલ ભેટ રૂપે આપે છે. પરંતુ ભૂલથી પણ રૂમાલને દાનના રૂપમાં કે પછી ભેટના રૂપમાં,એટ્લે કે વિનામુલ્યે ન લેવો અથવા ન આપવો. આવું કરવાથી તે વ્યક્તિ સાથે લડાઈ-ઝગડો થવા લાગે છે કે જેના પાસેથી તમે રૂમાલ લીધો હશે. એવી પણ માન્યતા છે કે રૂમાલને કોઈ પણ પાસેથી સીધો ન લેવો જોઇએ. જો કોઈ પણ વ્યક્તિનો રૂમાલ તમારી પાસે આવી જાય તો, પણ તેને હાથમાં ન લેવો જોઈએ. જો કોઈ પણ વ્યક્તિનો રૂમાલ તમારી પાસે આવી જાય તો તરત જ તેને પાછો આપી દેવો જોઈએ. હંમેશા રૂમાલને ખરીદીને જ ઉપયોગ કરવો જોઈએ.
બાકસ : બાકસ સીધું જ અગ્નિને સૂચવે છે. એવું માનવમાં આવે છે કે, ક્યારેય કોઇની પાસેથી બાકસ ઉધાર ન લેવું જોઈએ, આવું કરવાથી ઘરના લોકોની વચ્ચે ગુસ્સો વધે છે. જેના કારણે લડાઈ-ઝગડા થવાની સાથે જ ઘરની શાંતિમાં પણ ખામી આવી જાય છે અને વ્યર્થ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેલ : વાસ્તુશાસ્ત્ર અનુસાર તેલ પણ કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવું જોઈએ. આવું કરવાથી ઘરની શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે અને ધનની હાનિ થવા લાગે છે. મુખ્ય રૂપથી સરસવના તેલને કોઈ પણ પાસેથી દાનમાં ન લેવું જોઈએ. તેલનું દાન લેવાથી જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે મુખ્યરૂપથી શનિદેવની શિલા પર ચઢાવવામાં આવે છે. તેથી જ ભૂલથી પણ કોઈ પણ પાસેથી તેલને વિનામૂલ્યે ન લો. આવું કરવાથી શનિદેવ અપ્રસન્ન થઈ જાય છે.પૂજનસામગ્રી : માન્યતા અનુસાર કોઈ પણ પાસેથી પૂજાની સામગ્રી વિનામુલ્યે ન લેવી જોઈએ. આવી સામગ્રીથી કરવામાં આવેલું પૂજન કોઈ પણ ભગવાનને પસંદ નથી અને પુજાનું સંપૂર્ણ ફળ પણ મળતું નથી, જેનાથી કલહ-કલેશ વધે છે.
દૂધ : દૂધને કોઈ પણ પાસેથી વિનામુલ્યે ન લેવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિ કર્જમાં ડૂબવા લાગે છે અને ઘરમાં અશાંતિ આવે છે.
લોખંડ : લોખંડનો સંબંધ શનિદેવથી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કોઈ પણ પાસેથી લોખંડની સામગ્રી, જેમ કે, લોખંડના વાસણ અથવા તો કોઈ પણ લોખંડની અન્ય વસ્તુને વિનામુલ્યે ન લેવી જોઈએ. આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થવાની સાથે જ, આર્થિક હાનિ પણ થાય છે. જો કોઈ લોખંડની સામગ્રી દાનમાં લે છે, તો તે વ્યક્તિ પર શનિનો પ્રતિકૂલ પ્રભાવ પાડવા લાગે છે, જે અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારના દિવસે કોઈ પણ પાસેથી લોખંડનું દાન ન લેવું જોઈએ.દહીં : લગભગ એવું જોવા મળે છે કે, દહીં મેળવવા માટે સ્ત્રી પાડોશી પાસેથી થોડું દહીં વિનામુલ્યે જ લઈ આવે છે અને તેનાથી પોતાના ઘરમાં દહીં પણ જમાવે છે. ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને પૈસા વ્યર્થ જગ્યા પર ખર્ચ થવા લાગે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી