અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 આ દસ નાની નાની આદતોને છોડો અને અમીર બનો…… 💁
💁 મિત્રો શાસ્ત્રો અનુસાર આપણી અંદર ઘણી બધી એવી નાની નાની આદતો હોય છે જે આપણને ધનવાન નથી બનવા દેતી. આજે અમે જણાવશું તે રીતે ઘરમાં ત્રણથી ચાર કામ એવા થતા હોય તે કરવાથી લક્ષ્મીજી ક્યારેય ઘરમાં નિવાસ નથી કરતા. તે જગ્યા પર ગરીબી ખુબ જ રહે છે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી દસ એવી આદતો જે તમને હંમેશા ગરીબ બનાવી રાખે છે.
💁 ઘણા બધા લોકોને તેના ઘરનું બાથરૂમ સાફ ન રાખવાની આદત હોય છે. લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ક્યારેય પણ સાફ નથી કરતા. પરંતુ શાસ્ત્રો અનુસાર તે ખુબ જ નુંકશાનકારક માનવામાં આવે છે. બાથરૂમને સાફ ન રાખવાથી ચંદ્રમાંની સ્થિતિ ખરાબ થઇ જાય છે અને જાતકને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે.
💁 ઘણા લોકો એવા પણ હોય છે જે જરૂર કરતા વધારે જમવાનું પોતાની થાળીમાં લઈને રાખે છે. પછી તેને ખાતા નથી અને થાળીમાં એઠું છોડી દે છે. શાસ્ત્રો અનુસાર થાળીમાં ખાવાનું એઠું છોડી દેવું તે પણ ગરીબીનું કારણ બને છે.
💁 એવું માનવામાં આવે છે કે જમવાનું પૂરું થઇ ગયા પછી એઠાં વાસણને વધારે સમય સુધી રાખવામાં આવે તો ભગવાન શનિદેવનો ખરાબ પ્રભાવ આપણા પર પડે છે. જો તમે જમીને તરત જ થાળીને સાફ કરી લો છો તો મહાલક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહે છે.
💁 શાસ્ત્રો અનુસાર જો તમે રોજ તમારી પથારીને સાફ નથી કરતા તો તેનાથી પણ ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે રોજ આખા ઘરની સફાઈ કરતા સમયે તમારી પથારીને પણ સાફ કરી નાખવી જોઈએ.
💁 શાસ્ત્રોમાં પથારી સાફ કરવાની વાત તો કહેવામાં આવે છે પરંતુ તે પણ કહેવામાં આવ્યું છે કે સવારે જ સાફ કરવું જોઈએ. રાત્રીના સમયે પથારી સાફ કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક પ્રભાવ પાડે છે.
💁 આસપાસ થુંકવાથી પણ દર્રીદ્રતા આવે છે. શાસ્ત્રો અનુસાર આસપાસ અથવા ગમે ત્યાં થૂંકવું તે મહાલક્ષ્મી નારાજ થઇ જાય છે. એટલા માટે રસ્તામાં અથવા આસપાસમાં ક્યાંય પણ ન થૂંકવું જોઈએ.
💁 શાસ્ત્રો અનુસાર સુર્યાસ્ત પછી ઘરમાં સાવરણી ન ફેરવવી જોઈએ. આવું કરવું ખુબ જ અશુભ હોય છે. જો તમે સુર્યાસ્ત પછી સાફસફાઈ કરો છો તમે તમારી ખુશીને સાફ કરો છો તેવું માનવામાં આવે છે.
💁 ઉત્તર દિશામાં કાળા રંગની અથવા નકારાત્મકતા ફેલાવે તેવી વસ્તુને ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
💁 ઉત્તર પૂર્વ દિશામાં ભારે વસ્તુને ન રાખવું જોઈએ. આવું કરવાથી માણસનું ભાગ્ય તેનો સાથ છોડી દે છે. અને જીવનમાં હાર અને ઘણા બધા નુંકશાનને સહન કરવા પડે છે.
💁 છેલ્લી આદત છે ઘરમાં માંસ અને મદિરા ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં આ બે વસ્તુને દુનિયાની સંહારક માનવામાં આવે છે. અને આ બે વસ્તુને જો ઘરમાં રાખવામાં આવે તો લક્ષ્મીજી રિસાઈ જાય છે. અને ઘરમાં ગરીબી આવે છે.
💁 તો મિત્રો આ હતી શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી 10 નાની નાની એવી ભૂલો જે આપણી અંદર હોય તો આપણે હંમેશા ગરીબ જ બની રહીએ છીએ. આ આપણને ક્યારેય પણ અમીર નથી બનવા દેતી.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી