અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤴ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવું ભોજન કરો….🤴
💁વ્યક્તિનું ભોજન શાકાહારી હોય કે માંસાહારી હોય બંને માંથી ક્યો આહાર આપણે લેવો જોઈએ તેના વિશે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે છે તે અમે બતાવવા જઈ રહ્યા છીએ.
💁વિશ્વમાં લગભગ બધા લોકો આ વાત પર ચર્ચા કરતા હોય છે કે શાકાહારી રહેવું જોઈએ કે માંસાહારી રહેવું જોઈએ કે બંને રહેવું જોઈએ. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ શાકાહારી અને માંસાહારી ભોજન વિશે શું કહ્યું છે તે આપણે જોઈશું.📖 સૌથી પહેલા આપણે જોઈએ કે 17 માં અધ્યાયમાં 2 શ્ર્લોકમાં કહેવામાં આવ્યું છે. દેહધારી જીવ દ્વારા અર્જિત ગુણોની અનુસાર વ્યક્તિની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી, આ સંસાર પણ આ ત્રણ ગુણો દ્વારા બનેલો છે. આ સંસારની જેમ આપણા ખોરાક પણ ત્રણ પ્રકારના જ હોય છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ 17 માં અધ્યાય અને 7 માં શ્ર્લોકમાં કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ જે ભોજન પસંદ કરતા હોય તે પણ પ્રકૃતિ અનુસાર ત્રણ પ્રકારનો જ હોય છે. અને તે ત્રણ પ્રકાર છે સાત્વિક આહાર, રાજસી આહાર, તામસી આહાર.
🥦પહેલા આપણે સાત્વિક આહાર વિશે જાણીએ. શ્રી કૃષ્ણ કહે છે કે જે ભોજન સાત્વિક લોકોને પસંદ હોય છે તે આયુષ્યને વધારે છે, જીવનને શુદ્ધ કરવા વાળા, બળ સ્વાસ્થ્ય તથા તૃપ્તિ પ્રદાન કરવા વાળા ભોજનમાં લચીલા અને હૃદયને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. ભોજનનો ઉદ્દેશ્ય આયુષ્યને વધારવા, મસ્તીષ્કને શુદ્ધ કરવું થતા શરીરને શક્તિ પહોંચાડવાનું કામ છે. આવું ભોજન આપણી દીર્ઘ આયુંને વધારે છે. પ્રાચીન કાળમાં જે વિદ્વાન લોકો હતા તે એવું ભોજન પસંદ કરતા હતા જે સ્વાસ્થ્ય અને આયુર્વેદ પ્રમાણે આયુને વધારવા વાળું હોય. જેમ કે દુધની વાનગી, દાળ, દેશી ખાંડ, ચોખા, ઘઉં, બાજરો, ફળ, લીલાશાકભાજી, અને અન્ય શાકાહારી ભોજનનો તેમાં સમાવેશ થાય છે.🥘 આવા ભોજન રસદાર અને પ્રાકૃતિક રૂપે સ્વાદિષ્ટ અને હળવા હોય છે અને આપણા શરીરને ફાયદો કરે છે. આપણે ઉપર લખેલા જે પ્રકારના ભોજન છે તે સાત્વિક લોકોની પસંદનો ખોરાક છે. કેમ કે તે એકદમ સાત્વિક આહાર છે. તેમાં વધારાના મસાલા અને તળેલું નથી હોતું. આ ભોજન ઉપયોગ માટે હોય છે ઉપભોગ માટે નથી બનતા.
ભોજન ખાવામાં સારા લાગે તેના માટે નથી હોતા તે આપણા શરીરને લાભદાયક થાય તેના માટે હોય છે. અથવા આપણે સાત્વિક ભોજનને શુદ્ધ શાકાહારી કહી શકીએ છીએ. શુદ્ધ શાકાહારી ભોજન મનુષ્યના આધ્યાત્મિક જીવનમાં પણ વધારો કરે અને ખુબ જ મહત્વ ધરાવે છે. જે લોકો વધારે આધ્યાત્મ સાથે જોડાયેલા હોય છે તે લોકો સાત્વિક ભોજન જ આરોગતા હોય છે.
હવે આવે છે બીજું ભોજન રાજસી આહાર : 🥪 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વધારે ખાટું, નમકીન, ગરમ, ચટપટું, શુષ્ક, અને બળતરા ઉભું કરે તેવું ભોજન રજોગુણી વ્યક્તિઓને પસંદ હોય છે. આવા ભોજન શોક, દુઃખ, રોગ ઉત્તપન્ન કરવા વાળા હોય છે. જ્યારે શાકાહારી ભોજન વધારે ખાટું, નમકીન, ગરમ, શુષ્ક વધારે તીખું, મીઠું અને વધારે પડતા ગરમ મસાલા સાથે બનાવવામાં આવે તો તે રાજસી ભોજન બની જાય છે. આવું ભોજન બીમાર, સ્વાસ્થ્ય, નિરાશા ઉત્તપન્ન કરે છે. આ ભોજન ખાવું ખુબ જ મજા આવે છે પરંતુ તેના પરિણામ સમયે સમયે અલગ અલગ રોગોના રૂપમાં આપણી સામે આવે છે.
💁 તો જે આહાર વધારે તીખું અને મસાલેદાર હોય તે આહાર રાજસી આહાર તરીકે આવે છે.
💁 હવે આપણે જોઈએ ત્રીજું તામસી આહાર : 💁🍖 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખાવાના ત્રણ કલાક પહેલા પકાવવામાં આવેલું સ્વાદહીન, સ્પર્શ ન કરાય તેવું, સડેલું અને વાસી ભોજન તે લોકોને પસંદ હોય છે જે લોકો તામસી પ્રકારના હોય છે. અને તામસી ભોજન અશુદ્ધ અને વાસી હોય છે. આ પ્રકારનો ખોરાક આપણા શરીરમાં રોગોને વધારે અને આપણા મગજમાં દુષણ ફેલાવે છે. ખાવાના ત્રણ કલાક પહેલા બનેલું કોઈ પણ ભોજન હોય પછી તે શાકાહારી હોય તો પણ, પરંતુ તે બધો જ ખોરાક તામસી માનવામાં આવે છે.
🍔 ખોરાક બગડવાના કારણે તેમાંથી દુર્ગંધ આવે છે. અને એવા તામસી આહારથી લોકો આકૃષ્ટ થાય છે. મશરૂમ, શરાબ, ડુંગળી, બધા પેકેટમાં બંધ ભોજન વગેરે ઘણા બધા પદાર્થો તામસી પ્રકારમાં આવે છે. અને બધી જ પ્રકારના માંસાહારી ભોજનને પણ તામસી ખોરાક જ માનવામાં આવે છે.
🍗 ખરેખર જો આપણે જોઈએ તો માનવ શરીર માંસાહાર કરવા માટે નથી બનેલું. કેમ કે જે માણસના આંતરડા હોય છે તે ખુબ જ મોટા હોય છે અને જે માંસાહારી જીવના આંતરડા નાના હોય છે. કેમ કે માંસ હોય છે તે ફટાફટ બગડી જાય છે અને વાસ આવવા લાગે છે એટલા માટે માંસને વધારે આપણા પેટમાં રાખવું તે આરોગ્ય માટે ખુબ નુંકશાનકારક સાબિત થાય છે. માંસાહાર કરતા હોય તે પ્રાણીઓના આંતરડા નાના હોય છે એટલા માટે તેના પેટમાંથી નીકળી જાય છે. અને માનવ શરીરના આંતરડા ખુબ જ લાંબા હોય છે એટલા માટે નોનવેજ પચતું નથી અને આપણા શરીરમાં પડ્યું રહે છે અને સડવા લાગે જેનાથી કેન્સર થાવની સંભાવના વધી જાય છે. વધારે સમય માંસ આપણા પેટમાં રહે છે તેના કારણે આપણા પેટની અંદર રોગ થાય છે. અને મેડીકલ ફેક્ટસ પણ કહે છે કે જે લોકો માંસ ખાતા હોય છે તેને કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
🍎 આપણે હંમેશા શાકાહારી જીવન જીવવું જોઈએ. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ. મોટા મોટા મહાન વ્યક્તિ જેમ કે મહાત્મા ગાંધી, પાયથા ગોરસ, લિયોનાર્ડો દ વિન્ચી, રામાનુજ જેવા લોકો પણ શાકાહારી જ હતા. અને તેનાથી પણ વધારે લોકો શાકાહારી હતા જે મહાન થઇ ગયા છે. એટલા માટે એક સ્વસ્થ જીવન માટે આપણે શાકાહારી જીવન જીવવું જોઈએ. જે વર્ષો પહેલા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Its like you read my mind! You appear to know a lot about this, like
you wrote the book in it or something. I think that you could do with some pics to
drive the message home a bit, but other than that, this
is fantastic blog. A fantastic read. I will definitely bee back.