આપણા હિંદુ ધર્મમાં દરેક વૃક્ષ અને દરેક નાના ફૂલ છોડનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તેમાંથી તુલસીના છોડનું મહત્વ ખુબ જ અનેરું અને અલગ છે. અને એટલા માટે તુલસીના છોડનો ઉપયોગ અલગ અલગ શુભ કાર્યમાં કરવામાં આવે છે. એટલું જ નહિ લગભગ હિંદુ ઘરોના આંગણમાં તુલસીનો છોડ હોય છે. જે આપણા ઘરની શોભાને પણ વધારે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી સૌથી વધારે પ્રિય છે.
આ કારણે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસીના પાંદનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. આમ તો મિત્રો તુલસીમાં ઘણા બધા ગુણ જોવા મળે છે. એવી પણ માન્યતા છે કે તુલસીના પાંદનું રોજ સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગથી છુટકારો મળી જાય છે. તો આજે અમે તમને આ લેખમાં તુલસીના મહત્વપૂર્ણ ઉપયોગ વિશે જણાવશું અને તે પણ જણાવશું કે ક્યાં ક્યાં તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે તુલસીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આપણા જીવનમાં તુલસીના પાંદ કોઈ વરદાનથી કમ નથી. પરંતુ તુલસીના પાંદ અમુક ખાસ દિવસોએ તોડવા ન જોઈએ. તો એ દિવસે તુલસીના પાંદને છોડ પરથી તોડવામાં આવે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. જેમ કે ચંદ્રગ્રહણ, એકાદશી અને રવિવારના દિવસે તુલસીના પાંદને તોડવા એ ખુબ જ અશુભ માનવામાં આવે છે. ત્યાર બાદ સવારે સૂર્યોદય થાય પછી જ તુલસીના પાંદને તોડવા જોઈએ અને સાંજે સુર્યાસ્ત બાદ ક્યારેય તુલસીના પાંદ ન તોડવા જોઈએ.
આપણા હિંદુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે, આપણા ઘરમાં કોઈ પૂજા કર પ્રસંગ હોય તો તેમાં તુલસી પત્રનો વિશેષ ઉપયોગ હોય છે. કોઈ પણ પૂજામાં તુલસીનું સ્થાન અવશ્ય હોય છે. જો તુલસીનો ઉપયોગ પૂજામાં ન કરવામાં આવે તો પૂજા અસફળ રહે છે. પરંતુ એક ગણેશજીની પૂજામાં તુલસી પત્ર ન રાખવું જોઈએ.
તુલસીનો છોડ ઘરમાં રાખવો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં જો તુલસીનો છોડ હોય તો તેની સવાર અને સાંજ બંને સમયે દીપક પ્રજવલિત કરીને પૂજા કરવી જોઈએ. તુલસીના છોડને ઘરના આંગણના જો રાખવામાં આવે તો આપણા ઘરની બધી જ નકારાત્મકતા દુર થાય છે. સાથે જ ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંસાર થાય છે. તુલસીના પાંદનું રોજ ખાલી પેટ સેવન કરવામાં આવે તો તેનાથી આપણી સેહ્દ ખુબ જ સારી રહે છે. તુલસીના પાંદનું સવારે ઉઠતાની સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે. સાથે જ કોઈ રોગ હોય તો તેમાંથી પણ છુટકારો મળે છે. તુલસીના સેવનથી આપણું લોહી પણ શુદ્ધ બને છે. તુલસી પત્રના સેવનથી વાળ ખરી જવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
તુલસીના છોડથી આપણા ઘરનું વાતાવરણ પણ શુદ્ધ બને છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી બાબત છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી