મિત્રો તમે જોયું હશે કે, ઘણા લોકોના બુટ કે ચપ્પલ જ્યારે મંદિરની બહાર કાઢે છે ત્યારે તેના બુટ કે ચપ્પલ કોઈ ચોરી જાય છે અને તે સમયે લોકો નિરાશ તેમજ ઉદાસ થઈ જાય છે. પણ જો તમે તમારા બુટ કે ચપ્પલ ચોરી થાય ત્યારે દુઃખી થવાને બદલે આ કામ કરશો તો ઘણું સારું રહેશે. ચાલો તો આ કામ વિશે વધુ જાણી લઈએ.
ભગવાનનું દ્વાર એટલે કે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારમાં રોજ લોકોને આપણે આવતા- જતાં જોઈએ છીએ અને તેમાં કોઈ નવી વાત નથી. ખાસ કરીને કોઈ ઉત્સવ, તહેવાર કે પૂજાના સમયે દેવ સ્થાનોમાં ખુબ જ સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે.
આવી જગ્યાએ અંદર જતાં પહેલા લોકોને બુટ કે ચપ્પલ બહાર ઉતારીને જ અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જો કે મોટાભાગે બુટ કે ચપ્પલ મૂકવા માટે સ્ટેન્ડ મુકવામાં આવ્યા હોય છે. જ્યાં ભગવાનના ભક્તો બુટ કે ચપ્પલ મૂકી દે છે. સામાન્ય રીતે એવા વ્યક્તિની કોઈ કમી નથી કે જે બહાર ખુલ્લામાં ચપ્પલ કાઢીને અંદર જાય છે. ક્યારેક સ્ટેન્ડ કે કાઉન્ટર ન હોય તો આવું કરવું પડે છે.ખુલ્લામાં બુટ કે ચપ્પલ મૂકવાથી તે ખોવાઈ જવાની કે ચોરી થઈ જવાની બીક રહે છે. ભીડ વાળી જ્ગ્યા પર બુટ કે ચપ્પલની ચોરી થવી એ કોઈ નવી વાત નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની ચોરીથી આપણે કોઈને કોઈ રીતે નાનું એવું આર્થિક નુકશાન તો જરૂર થાય છે.
જો આપણે આપણી હિંદુ પૌરાણીક કથાઓ અને માન્યતાઓની વાત કરીયે તો એવું માનવામાં આવે છે કે, બુટ કે ચપ્પલની ચોરી થવી આ એક શુભ સંકેત છે અને જો આ ઘટના મંદિરમાં થાય તો વધુ સારું માનવામાં આવે છે. અને એ સંજોગથી આ દિવસ શનિવાર હોય તો ખુબ જ સારું માનવામાં આવે છે.
માન્યતા પ્રમાણે મનુષ્યના પગમાં શનિ ગ્રહનો પ્રભાવ હોય છે. તેવામાં જો શનિની સાડાસાતી અથવા ઢૈયયા ચાલે તો તેનો ખરાબ પ્રભાવ વધી જાય છે. આવી સ્થિતિમાં જ્યોતિષ કોઈ મંદિરમાં અથવા જરૂરતમંદ વ્યક્તિને ચપ્પલ કે બુટનું દાન કરવાની સલાહ આપે છે. એટલે કે જો મંદિર કે કોઈ જગ્યા પરથી તમારા ચપ્પલ કે બુટ ચોરી થઈ જાય તો એ વાતનું ક્યારે અફસોસ ન કરવો, પરંતુ તેના બદલામાં ખુશ થઈ જવું જોઈએ કારણ કે, તેનાથી તમને જ લાભ થશે.લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે ત્યારે બુટ-ચપ્પલ ચોરી થઈ જાય તો તે ક્યારેક આપણા જીવનમાં શુભ સંકેત પણ લઈને આવે છે, જે આપણા ભવિષ્ય માટે ખુભ લાભદાઈ છે. જો શનિવારના દિવસે તમારા બુટ કે ચપ્પલ મંદિરમાંથી ચોરી થઈ ગયા હોય તો તે વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ સારો જોવા મળે છે. તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે અને જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ ખરાબ હોય છે તે વ્યક્તિનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે અને તેને ભવિષ્યમાં ખુબ સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે મંદિરમાં બુટ કે ચપ્પલ જો શનિવારે ચોરી થાય તો એ શુભ માનવામાં આવે છે. અને કેટલીક વાર તો કેટલાક લોકો જાણી જોઈને ચપ્પલ કે બુટ મંદિરમાં છોડી આવે છે.
શનિવારના દિવસે બુટ કે ચપ્પલનું દાન જો જરૂરત મંદ લોકોને કરવામાં આવે તો શનિ ગ્રહનો સારો પ્રભાવ બની રહે છે. તેથી મંદિરની બહાર જો બુટ કે ચપ્પલ ચોરી થઈ જાય તો હેરાન થવાની જરૂર નથી. પરંતુ ખુશ થવું જોઈએ. આ બધા શુભ સંકેતો આપણા પૌરાણિક પુસ્તકમાં જોવા મળે છે અને કેટલાક ઋષિ મુનિઓ પણ એવું કહે છે કે મંદિરમાં બુટ કે ચપ્પલ ચોરી થવું એ શુભ સંકેત છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Like it. My thought, if the Mandirs arrange shoe stand, then that will make it more organised and managed for all visitors. Why is it too much for the Mandirs and other public places do not organise for all incidents ? Do the India still want the keep their poor, slave type images?