મિત્રો આપણને ઘણા પ્રકારના સપના આવતા હોય છે. આ સપનાઓ ઘણી વખત સારા હોય છે અથવા તો ખરાબ હોય છે. પણ જો તમને દરરોજ ખરાબ સ્વપ્ન આવે છે તો તેના ઘણા અશુભ પરિણામ આવી શકે છે. તેથી આવા અશુભ પરિણામથી બચવા માટે લોકો ઘણા ઘરેલું ઉપાય કરતા હોય છે. તેમ છતાં કંઈ ફર્ક પડતો નથી. તેથી અમે તમને એવા સરળ ઉપાયો જણાવીશું જે જાણીને તમને ઘણો મોટો ફાયદો થશે.
જેમ કે તમે જાણો છો સપના બધાને આવે છે. તેમાંથી કોઈ સપનું સારું એટલે કે સારું ફળ આપવા વાળું હોય છે, અથવા તો કોઈ સપનું ડરાવે પણ છે. ઘણા વ્યક્તિને તો દરરોજ ખરાબ સપનું આવે છે જેને લીધે તે વ્યક્તિ હંમેશા ડરતી રહે છે. આ ખરાબ કે ડરવાળા સપનાથી બચવા માટે અગ્નિપુરાણમાં સરળ ઉપાય બતાવામાં આવ્યો છે. આ ઉપાયને અપનાવીને આપણે ખરાબ સપનાથી છુટકારો મેળવી શકીએ છીયે.
મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો : મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો પ્રભાવશાળી મંત્ર છે. આ મંત્રના જાપથી મનુષ્યની બધી સમસ્યા અને અડચણ દૂર થાય છે. રોજ ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજયનો પાઠ કરવાથી મનુષ્યના બધા ખરાબ સપનાની સમસ્યાનું નિવારણ થાય છે.બ્રહ્મણોને દાન કરવું : ધર્મ ગ્રંથો પ્રમાણે બ્રાહ્મણો ભગવાન બ્રહ્મના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે. પુરાણોમાં બ્રહ્મણોને સૌથી ઊચું સ્થાન આપવામાં આવું છે. જ્યારે તમને કોઈ ખરાબ સપનું આવે તો સવારે સ્નાન વગેરે કરીને કોઈ યોગ્ય બ્રાહ્મણને પોતાની ઈચ્છા પ્રમાણે કંઈક દાન કરવું જોઈએ.
તલથી હવન કરવો : ઘણી વખત ખરાબ સપનું આવવા પાછળનું કારણ આપણા ઘરની આજુ-બાજુ રહેતી નકારાત્મક ઉર્જા પણ હોય શકે છે. ઘરની સુખ-શાંતિ માટે નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવી ખૂબ જરૂરી છે. માટે તલનો હવન કરો તો આ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે. નિયમિત રીતે તલનો હવન કરવાથી ખરાબ સપનાથી બચી શકીએ છીએ.તુલસીની પૂજા કરો : જો તમને ખરાબ સપનું આવે છે તો સવારે સ્નાન વગેરે કરીને તુલસીની સામે ગાયના શુદ્ધ-ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
સૂર્ય ભગવાનને પાણી ચડાવું : સૂર્યને પાણી ચડાવવાથી પાણીની જે બુંદ મનુષ્યના શરીરને સ્પર્શ કરે છે ,તે મનુષ્યની તન અને મનની શુદ્ધિ કરે છે. રોજ સૂર્યને પાણી ચડાવવાથી મનુષ્યનું મન અને વિચાર શુદ્ધ રહે છે અને તેને ખરાબ સપનું નથી આવતું. સૂર્યને પાણી ચડાવવાનો પ્રાચીન કાળથી મહારાજાઓ કે ઋષિ મુનિઓ કરતાં આવે છે. પરંતુ તેની પાછળ પણ એક કારણ છે કે, જે સૂર્યની કિરણો આપણા શરીર પર પડે છે તેનાથી આપણા શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.આમ તમને ક્યારેક ખરાબ સપનું આવે તો શિવજીનું મહામૃત્યુંજયનું પાઠ કરવો જોઈએ, શિવજીની ઉપાસના કરવાથી ઘણી સમસ્યાનું સમાધાન પણ મળે છે અને સમસ્યા દૂર થાય છે. શિવજીનું મહામૃત્યુંજયનું પાઠ ખુબ લાભદાયી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી