અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો…..
ભગવાન રામના ધર્મપત્ની સીતાજીનું પંચવટી પાસેથી રાવણ હરણ કરીને ગયો હતો. અને બે વર્ષ સુધી રાવણે સીતાજીને પોતાના કેદમાં રાખ્યા હતા પરંતુ કેદ દરમિયાન રાવણે સીતામાતાને એક સ્પર્શ માત્ર પણ કર્યો ન હતો. શું રાવણ સીતામાતાના સતીત્વ કે રામથી ડરતો હતો ? કે પછી કોઈ શ્રાપના કારણે ડરતો હતો ? તો ચાલો જાણીએ શું હતું તેની પાછળનું કારણ.
Image Source :
લક્ષ્મણે રાવણની બહેન સૂરપંખાનું નાક કાપી નાખ્યું હતું. ત્યાર બાદ પંચવટીમાં લક્ષ્મણથી અપમાનિત સૂરપંખા પોતાનીની વ્યથા ભાઈ રાવણને સંભળાવી અને કહ્યું સીતા અત્યંત સુંદર છે અને તે રાવણની પત્ની બનવા માટે સૌથી યોગ્ય છે.
મિત્રો આ રીતે પોતાની બહેન સૂરપંખાના કહેવાથીથી રાવણે છળકપટ કરીને સીતામાતાનું હરણ કરીને પોતાની લંકામાં લઇ ગયો હતો અને રાવણે પોતાની લંકાનગરીમાં અશોક વાટિકામાં રાખ્યા હતા. જ્યાં ત્રીજટા નામની રાક્ષસીના નેતૃત્વ હેઠળ અન્ય રાક્ષસીને સીતામાતાની દેખરેખમાં રાખ્યા.
Image Source :
મિત્રો અદ્દભુત રામાયણમાં એક ઉલ્લેખ છે જેમાં રાવને કહ્યું હતું કે “જ્યારે હું ભૂલથી પણ જો મારી પુત્રી તરફથી પ્રણયની ઇચ્છા કરું તો તે મારા મૃત્યુનું કારણ બને.”
રાવણના આ કથન પરથી એવું જ્ઞાત થાય છે કે સીતા રાવણના પુત્રી હતા. અદ્દભુત ગ્રંથ રામાયણમાં આ વાત પર આગળ ઉલ્લેખ પણ છે કે ગૃત્સ્મ્દ નામનો બ્રાહ્મણ લક્ષ્મીને પોતાના પુત્રીના રૂપમાં પામવા માટે રોજ એક કળશમાં મંત્રોચ્ચાર કરીને દૂધના બે ટીપા નાખતો હતો. જ્યારે આ બ્રાહ્મણ પોતાના નિવાસ સ્થાન પર ન હતો ત્યારે રાવણ આવ્યો અને ત્યાં રહેતા બ્રાહ્મણને મારીને તે કળશમાં તેમનું રક્ત ભરીને પોતાની સાથે લઇ ગયો.
Image Source :
આ કળશ રાવણે મંદોદરીને આપ્યો અને કહ્યું આ ખુબ તેજ વિષ છે તેને સંભાળીને રાખવા કહ્યું. મંદોદરી એક દિવસ રાવણની ઉપેક્ષાથી દુઃખી હતી ત્યારે રાવણ એક દિવસ બહાર ગયો ત્યારે મંદોદરી તે કળશનું રક્ત પીય ગયા અને ત્યાર બાદ મંદોદરી ગર્ભવતી બની ગઈ.
લોક લાજના ડરથી મંદોદરીએ પોતાની પુત્રીને કળશમાં રાખીને જમીનમાં દાંટી દીધી. અને કહેવાય છે કે પછી તે જગ્યાયેથી જ જનક રાજાને આ કાળશ મળ્યો અને તેમણે પોતાની પુત્રી ગણીને પોતાના મહેલમાં લઇ ગયા.
Image Source :
આ ઉપરાંત હજુ પણ એક શ્રાપ હતો જેનો ઉલ્લેખ ત્રીજટા નામની રક્ષાશી દ્વારા થયો હતો. જ્યારે સીતામાતાને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા ત્યારે ત્યાં એક મુખ્ય રક્ષક તરીકે હતી ત્રીજટાને રાખવામાં આવી હતી. જે ધર્મને જાણનાર અને પ્રિય વચન બોલનાર હતી.
ત્રીજટાએ સીતામાતાને સાંત્વના આપતા એક રાઝની વાત પણ જણાવી હતી કે સીતામાતાને રાવણથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે તેને એક શ્રાપ છે કે કોઈ પણ પર સ્ત્રીને સ્ત્રીની ઈચ્છા વગર સંબંધ બાનાવવાનો પ્રયત કરશે તો તે ભસ્મ થઇ જશે.
Image Source :
આ શ્રાપ તેને અપ્સરા રંભા દ્વારા મળેલો હતો. કારણ કે રાવણે કુબેરના પુત્ર નલકુબેરની પત્ની અપ્સરા રંભાને કામ વાસનાથી સ્પર્શ કર્યો હતો જ્યારે રંભાએ ક્રોધિત થઈને રાવણને શ્રાપ આપેલો હતો કે જો તે કોઈ પર સ્ત્રી સાથે ઈચ્છા વિરુદ્ધ સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશે તો તે ભષ્મ થઇ જશે. અને આ શ્રાપના કારણે પણ રાવણે હરણ બાદ સીતામાતાને એક વાર પણ સ્પર્શ કર્યો ન હતો.
પરંતુ રાવણના મૃત્યુનું કારણ પણ સીતામાતા જ હતા. સીતાહરણના કારણે જ રાવણનું મૃત્યુ થયું.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
I like the article and the information about this is very nice,thanks for your help to know what is the reason why Ravan did not touch to Shree Sitamata.
Good
Very helpful 👍