18 તારીખે શરૂ થાય છે પુરષોત્તમ માસ, આ ધાર્મિક કાર્ય કરવાથી મળે છે 10 ગણું પુણ્ય.

વિશ્વકર્મા પૂજાના આગળના જ દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરથી પુરષોત્તમ મહિનો શરૂ થઈ જશે. એવી માન્યતા છે કે, આ મહિનામાં કરવામાં આવેલ કોઈ પણ પૂજા કે અન્ય ધાર્મિક કાર્યથી અન્ય મહિનાઓ કરતા દર ગણું વધુ ફળ મળે છે. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવતો હોય છે. આ મહિનાના અધિક માસ અથવા પુરષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી પુરષોત્તમ માસ રહેશે.

ભારતીય હિંદુ કેલેન્ડર સૂર્ય માસ અને ચંદ્ર માસની ગણના અનુસાર ચાલે છે. અધિક માસ ચંદ્ર વર્ષનો એક અતિરિક્ત ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 10 કલાકના અંતરથી આવે છે. આ મહિનો સૂર્ય અને ચંદ્ર વર્ષની વચ્ચેના અંતરનું સંતુલન રાખવા માટે હોય છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર દરેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાક હોય છે, તો બીજી તરફ ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષો વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દરેક ત્રણ વર્ષમાં લગભગ 1 મહિના બરાબર થઈ જાય છે. આ અંતરને ખતમ કરવા માટે દર ત્રણ વર્ષે એક વાર ચંદ્ર માસ આવે છે, જેને અધિક માસ એવું નામ આપવામાં આવ્યું છે.

અધિક માસમાં બધા જ ધાર્મિક, ચિંતન, મનન, ધ્યાન, યોગ વગેરેના માધ્યમથી સાધક પોતાના શરીરમાં રહેલા પાંચ તત્વોમાં સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એવી માન્યતા છે કે, આ દરમિયાન કરવામાં આવેલ પ્રયાસોથી બધા જ કુંડળી દોઢોનું પણ નિરાકરણ થઈ જાય છે.વિષ્ણુ મંત્રનો જાપ લાભકારી : પુરાણો અનુસાર આ મહિના દરમિયાન યજ્ઞ-હવન સિવાય શ્રી મદ્દ દેવી ભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ વગેરેનું શ્રવણ, પઠન અને મનન કરવાથી વિશેષ રૂપે ફળદાયી બને છે. અધિક માસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, એટલા માટે આ મહિનામાં ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ વિશેષ લાભકારી હોય છે. એવું માનવામાં આવે છે કે, અધિક માસમાં વિષ્ણુ મંત્રનો જાપ કરનારા સાધકોને ભગવાન વિષ્ણુ ખુદ આશીર્વાદ આપે છે.

આ મહિનાના આધિપતિ ભગવાન વિષ્ણુ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર ભારતીય મનીષિયોએ પોતાની ગણના પદ્ધતિથી દરેક ચંદ્ર મહિના માટે એક દેવતા નિર્ધારિત કર્યા. કેમ કે અધિક માસ સૂર્ય અને ચંદ્ર માસની વચ્ચે સંતુલન બનાવવા માટે પ્રકટ થયા, તો અધિક માસના આધિપતિ બનાવવા માટે કોઈ તૈયાર ન થયા. તેવામાં ઋષિ-મુનીઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ જ આ મહિનાના ભારને પોતાના પર લે. ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કર્યો અને આ રીતે પુરષોત્તમ માસ બની ગયો.

બધા પવિત્ર કર્મ વર્જિત હોય છે : એવી માન્યતા છે કે, અતિરિક્ત હોવાના કારણે આ માસ મલીન હોય છે. એટલા માટે આ મહિના દરમિયાન હિંદુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા કે, નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા ગૃહ પ્રવેશ ન કરી શકાય. જો કે જે કામ નિયમિત રૂપે થઈ રહ્યા હોય તેને કરવામાં કોઈ પાબંધી નથી. નવી વસ્તુની ખરીદી આ મહિનામાં કરી શકાય. શ્રીમંત વિધિ, જાત કર્મ એ અન્નપ્રાશન સંસ્કાર કરી શકાય છે.

Leave a Comment