હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

મિત્રો વર્ષ 2019 માં 19 એપ્રિલના દિવસે ચૈત્ર પૂર્ણિમા છે. આ દિવસને ખુબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે જો કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તે ખુબ જ શુભ ગણાય છે. આ ઉપરાંત ચૈત્ર પૂર્ણિમાનો દિવસ  હનુમાનજીના જન્મ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતી 19 એપ્રિલ અને શુક્રવારના રોજ છે. તે દિવસે મંગળનો ચિત્ર નક્ષત્ર પણ છે. તેથી આ વખતે હનુમાન જયંતીનો દિવસ ખુબ જ લાભદાયી અને પાવન રહેશે. આ દિવસે જો હનુમાનજીની કોઈ ખાસ વિધિ અનુસાર પૂજા કરવામાં આવે તો હનુમાનજી ખુબ જ પ્રસન્ન થાય છે.

તમને જણાવી દઈએ કે પૃથ્વી પર આ કળિયુગમાં પણ જો કોઈ હાજર હજૂર દેવ હોય તો તે હનુમાનજી છે. સામાન્ય રીતે તમે હનુમાનજીની નિયમિત પૂજા કરીને પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ જો હનુમાનજીના પાવન દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે તો હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ઘણા બધા ચમત્કારિક લાભો થાય છે. તમને ધન દોલત, સુખ, સમૃદ્ધિ, વૈભવ દરેક વસ્તુ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ પૂજાની વિધિ.

હનુમાન જયંતીના દિવસે સાંજે હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો જેમાં હનુમાનજીનું મુખ દક્ષીણ દિશા તરફ આવે તે રીતે ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવાના, પરંતુ લાલ કપડા પર અને આપણે પણ સ્થાપનની સામે લાલ આસન પાથરી તેના પર બેસવું.

ત્યાર બાદ હનુમાનજી પાસે ઘી નો દીવો અને ચંદનની અગરબત્તી કરવી, ચમેલીના તેલમાં બોળીને તેના પર નારંગી રંગનું સિંદુર અને ચાંદીનું વર્ક ચડાવવું. ત્યાર બાદ હનુમાનજીને લાલ રંગના ફૂલોથી પુષ્પાંજલિ આપવી. હનુમાનજી પાસે લાડુ, ગુંદી અથવા કેળાનો ભોગ લગાવવો. હવે દીવાને નવ વખત હનુમાનજી પાસે ગોળ આકારમાં ફેરવીને હનુમાનજીની આરતી કરવી અને જેટલી વાર શક્ય હોય તેટલી વાર “ઓમ મંગલમૂર્તિ હનુમંતે નમ:” મંત્રનો જાપ કરવો.

આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત જો તમારા જીવનમાં માત્ર ધન દોલતની જ કમી હોય અને તે તમે પૂરી કરવા માંગતા હોવ, તો તમારે આ પૂજા કરવી જોઈએ.

ધન દોલત પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પુરુષ આ પૂજા કરી શકે છે. જેમાં હનુમાનજી પર જળ ચડાવવું અને ત્યાર બાદ પંચામૃત ચડાવવું. હવે તલના તેલમાં સિંદુર ઘોળીને તે પણ હનુમાનજીને ચડાવવું. ત્યાર બાદ હનુમાનજી પર ચમેલીનું તેલ અને લાલ રંગના પુષ્પો પણ ચડાવવા. હનુમાનજીને ગોળ, ઘઉંના લોટની રોટલી અને ચુરમાના લાડુનો ભોગ લગાવવો. ત્યાર બાદ “શ્રી રામ ભક્તાય હનુમંતે નમ:” મંત્રનો જાપ કરવો. હનુમાન જયંતીના દિવસે આ રીતે પૂજા કરવાથી ચમત્કારિક રીતે ધન દોલતની પ્રાપ્તિ થશે અને જીવનમાં ધનની કમી ક્યારેય નહિ રહે.

આ ઉપરાંત જો તમે તમારી નોકરીમાં ખુબ જ પ્ર્રાગતી મેળવવા માંગતા હોવ તો આ રીતે હનુમાન જયંતીના દિવસે રાત્રે ખાસ પૂજા કરવી. સૌથી પહેલા હનુમાનજીની મૂર્તિ દક્ષીણ બાજુ મુખ આવે તે રીતે રાખો. હવે લાલ કપડામાં 250 ગ્રામ પીળા સરસવ નાખી તેની એક પોટલી બનાવો અને તે હનુમાનજીની સામે રાખો. ત્યાર બાદ હનુમાનજીને દીલથી અને વિશ્વાસથી તમારી પ્રગતિ માટે પ્રાર્થના કરો. ત્યાર પછી હનુમાનજી પાસે તલના તેલનો દીવો અને ગુલાબની અગરબત્તી પ્રજ્વલ્લિત કરવી. ત્યાર બાદ લાલ ગુલાબ, લાલ રંગનું સફરજન અને ગુન્દીનો પ્રસાદ ચડાવવો અને ત્યાર બાદ હનુમાનજીની આરતી કરવી. હનુમાનજીને પગે લાગી “ઓમ હનુમન્તે નમ:” મંત્રનો જાપ કરવો. પૂજા સમાપ્ત થાય બાદ પીળા સરસો તમારી ઓફિસમાં રાખવા. આ ઉપાય તમને તમારી નોકરી કે વેપારમાં ખુબ જ પ્રગતિ અપાવશે.

તો મિત્રો આ હતી હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટેની પૂજા વિધિ. હનુમાનજી કૃપા મેળવવા માટે કોમેન્ટમાં “ઓમ હનુમન્તે નમ:” લખવાનું ભૂલશો નહિ. કારણ ઘણી વખત હનુમાનજી પર દિલથી નીકળેલો એક મંત્ર પણ સમસ્યાઓ દુર કરવા માટે કાફી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment