ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

હિંદુ શાસ્ત્ર અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશી (તેરસ) તિથિના રોજ ધનતેરસ ઉજવવામાં આવે છે. ધનતેરસ દિવાળીના આગળના અને વાઘબારસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ પર ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે. આ દિવસે લોકો પોતાના ઘરે માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરે છે, તેમજ જેની પાસે જે ધન રૂપી વસ્તુ હોય તેની પૂજા કરે છે.

એવી માન્યતા છે કે, ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને વાસણની ખરીદી કરવામાં આવે તો વર્ષ દરમિયાન સંપન્નતા જળવાઈ રહે છે. ધનતેરસ પર શું ખરીદવું જોઈએ, તેને લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ખરીદે છે. મોટા ભાગે લોકો ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન કે પછી વાસણની ખરીદી કરે છે. પણ ખરેખર આ વસ્તુ ખરીદવી જોઈએ કે નહીં તેના વિશે ઘણા લોકોને જાણ નથી હોતી. શું તમે જાણો છો કે આ ધનતેરસના દિવસે કંઈ વસ્તુ ન ખરીદવી જોઈએ ? તો આવો જાણીએ કે, ધનતેરસના દિવસે કંઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.

લોખંડની વસ્તુ : ધનતેરસના દિવસે લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ. એવું કહેવાય છે કે, આ દિવસે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ ઘરે લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા ઘરમાં આવે છે. ઘર કે વ્યક્તિ પર રાહુની નજર પડતા ઘરમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. માટે ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ઘરે ન લાવવી જોઈએ.કાચનો સામાન : માન્યતા છે કે, કાંચની વસ્તુઓનો સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે છે. તેથી ધનતેરસના શુભ પર્વના દિવસે કાચની વસ્તુ ખરીદી અને ઘરમાં ન લાવવી જોઈએ.

સ્ટીલ ન ખરીદો : ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવી છે. પરંતુ સ્ટીલનું બીજું રૂપ લોખંડ માનવામાં આવે છે. સ્ટીલનું વાસણ પણ ધનતેરસના દિવસે ન ખરીદવું હિતાવહ છે. સ્ટીલની જગ્યાએ તાંબુ કે પિત્તળના વાસણ ખરીદી શકો છો.કાળા રંગની વસ્તુ : ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુ ઘરમાં લાવવાથી બચવું જોઈએ. ધનતેરસ એક ખુબ શુભ દિવસ છે જ્યારે કાળા રંગને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર કાળા રંગની વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ.

ધારવાળી વસ્તુ : ધનતેરસના દિવસે જો તમે ખરીદી કરવા નીકળ્યા છો અને તમને ઘરની જરૂરીયાતની વસ્તુમાં કાતર, ચપ્પુ કે કોઈ પણ ધારવાળી વસ્તુ લેવાની ઇચ્છા થાય કે લેવાની યાદ આવે તો પણ ધનતેરસના દિવસે આ વસ્તુ ખરદશો નહીં.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment