મિત્રો આપણા દેશમાં અનેક ધર્મના લોકો વસે છે. અને દરેક લોકોને પોતાનો ધર્મ અનુસરવા માટેની છૂટ છે. પણ આજે આપણે વાત કરીશું. જૈન ધર્મની. જેના વિશે તમે જાણો છો તેમ આજના સમયમાં મોટે ભાગે યુવાનો જૈન ધર્મમાં દીક્ષા લઇ રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.
ગુજરાતનાં સુરતમાં એક મોટા હીરાના વ્યાપારીની આઠ વર્ષની દીકરીએ આલીશાન જીવન છોડીને સન્યાસ લઈ લીધો છે. માત્ર 8 વર્ષની ઉંમરમાં દેવાંશીએ જૈન ધર્મ દીક્ષા કાર્યક્રમમાં દીક્ષા ગ્રહણ કરી છે. જોવામાં આવ્યું છે કે, જૈન ધર્મમાં પાછલા અમુક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સારી જિંદગી, એશો આરામ અને સારું એવી કરિયર છોડીને જૈન સાધુ બની રહ્યા છે. જેમનું જીવન હકીકતમાં ખૂબ જ કઠિન હોય છે.
પાછલા મહિને જ દેવાસમાં કરોડો રુપિયાનું પેકેજ છોડીને 28 વર્ષીય પાર્યાન્ષુક કરાઠેએ જૈન દીક્ષા લઈ લીધી. હવે તે જૈન સંત છે. તેઓ 15 વર્ષની ઉંમરથી આવું કરવા માંગતા હતા પરંતુ અટક્યાં હતા. 1 ફેબ્રુઆરીએ 2020ના રોજ ગુજરાતના સુરતમાં 65 લોકોએ દીક્ષા લઈ લીધી. દરેક આરામ છોડી દીધો. દીક્ષા લેનારા 65 લોકોમાં 17ની ઉંમર 20 વર્ષથી પણ ઓછી છે.ઘણી એવી ખબરો સાંભાળવા અને વાંચવામાં આવે છે, જ્યાં નાની ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓ બધા સુખ છોડીને સાધુ અને સાધ્વી બનવાના કઠિન રસ્તા પર નીકળી પડે છે. જે ઉંમરમાં દુનિયા પૈસા, પ્રેમ અને સફળતા વિશે વિચારે છે. તેઓ આ બધુ જ ત્યાગી દે છે. આખરે શું કારણ છે કે, આટલી નાની ઉંમરમાં આટલા બધા લોકો જૈન ધર્મની દીક્ષા લઈ લે છે.
શું છે જૈન ધર્મમાં દીક્ષા લેવી?:- જૈન ધર્મમાં દીક્ષા લેવી એટલે કે, બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ ત્યાગ કરીને એક સન્યાસીનું જીવન વિતાવવા માટે પોતાને સમર્પિત કરી દેવા. જૈન ધર્મમાં તેને ‘ચરિત્ર’ અથવા ‘મહાભીશ્રમણ’ પણ કહેવામા આવે છે. દીક્ષા સમારોહ એક કાર્યક્રમ હોય છે. જેમાં થતાં રીત રિવાજો પછીથી દીક્ષા લેનારા છોકરાઓ સાધુ અને છોકરીઓ સાધ્વી બની જાય છે.
ત્યાર બાદ શું કરવાનું હોય છે:- દીક્ષા લેતા જ આપણે બધાએ આ પાંચ વ્રતોનું પાલન કરવા માટે સમર્પિત થવું પડે છે.
- અહિંસા- કોઈ પણ જીવિત પ્રાણીને પોતાના તન, મન કે વચનથી હાનિ ન પહોંચાડવી.
- સત્ય- હંમેશા સાચું બોલવું અને સાચાનો જ સાથ આપવો.
- અસ્તેય- કોઈ બીજાના સામાન પર ખરાબ નજર ન રાખવી અને લાલચથી દૂર રહેવું.
- બ્રહ્મચર્ય- પોતાની બધી જ ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અને કોઇની પણ સાથે સંબંધ ન બનાવવો.
- અપરિગ્રહ- જેટલી જરૂરિયાત હોય એટલું જ પોતાની પાસે રાખવું. જરૂર કરતાં વધારે સંચિત ન કરવું.
પોતાના વાળ જાતે જ ખેંચવાના હોય છે:- દીક્ષા લેવા માટે અને તે પછી બધા જ સાધુ અને સાધ્વીઓએ પોતાનું ઘર, કારોબાર, મોંઘા કપડાં, એશોઆરામની જિંદગી છોડીને એકદમ સન્યાસી જીવનમાં ડૂબી જવું પડે છે. આ પ્રક્રિયાનું છેલ્લું ચરણ પૂરું કરવા માટે બધા જ સાધુઓ અને સાધ્વીઓએ પોતાના વાળ પોતાની જાતે જ ખેંચીને માથાથી અલગ કરવાના હોય છે.
માત્ર એક સુતરાઉ કપડામાં રહે છે આ જૈન સાધુઓ અને સાધ્વીઓ:- બધા જ સાધ્વીઓએ ત્યાર બાદ સફેદ રંગની સુતરાઉ સાડી પહેરવા માટે આપવામાં આવે છે. તેમ જ સાધુ સાવ કપડાનો ત્યાગ કરી દે છે. તેઓ દીક્ષા લીધા બાદ જરા પણ એવું સુખ મેળવતા નથી જેને ભૌતિક સુખ કહેવામા આવે છે. સાચા અર્થમાં તે દુનિયામાં જે પ્રકારે કઠિન જીવનશૈલીને અજમાવે છે, તે દુનિયામાં કોઈ બીજા ધર્મમાં તો દેખાતા નથી.
શા માટે વધી રહ્યો છે યુવાનોમાં તેનો ક્રેઝ:- પાછલા અમુક વર્ષોમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઓછી ઉંમરના બાળકો અને યુવાનો જૈન ધર્મમાં દીક્ષા લઈ રહ્યા છે. તેનું કારણ શું છે. તેમાં બધાના કારણ ભલે અલગ-અલગ હોય પરંતુ તેનું મૂળ એક જ છે. તેમાંથી દરેકનું માનવું છે કે, વિતેલા ઘણા સમયથી તેઓ ખૂબ જ બેચેની અનુભવી રહ્યા હતા. ભૌતિક સુખ-સુવિધાઓ તેમણે એ ખુશી આપી શકતી ન હતી જેની તેઓને શોધ હતી. માટે જ તેમણે દુનિયાની નશ્ચરતાને ત્યાગ કરીને સાદું જીવન જીવવાનું અને પોતાને ઈશ્વરની ભક્તિમાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.
- મનમાં વૈરાગ્ય જાગવા લાગે છે.
- જૈન ધર્મના મુનિઓની કઠિન જીવનશૈલી તેમણે અસલી જીવનનો સાર લાગવા માંડે છે.
- જૈન ધર્મમાં ઘણા લોકો નાની ઉંમરમાં જૈન બાળકો પોતાના ધર્મ મુજબ સાધુ અને સાધ્વીઓના સંપર્કમાં આવે છે અને તેમના જીવનને જુએ છે તો તેઓ પ્રભાવિત થવા લાગે છે.
- ઘરમાં પેરેન્ટ્સનો ધર્મથી જોડાયેલ લગાવ પણ તેમને આ પ્રત્યે લઈ જાય છે.
દીક્ષા લીધા બાદ આવું હોય છે જીવન:- દીક્ષા લેવા માટે સાધુ અને સાધ્વીઓ નું જીવન ખૂબ જ સંતુલિત અને અનુશાષિત થઈ જાય છે. સૂર્યાસ્ત બાદ, જૈન સાધુ અને સાધ્વી પાણીના એક ટીપાં અને અન્નનો એક દાણો પણ લેતા નથી. સૂર્યોદય થયા પછી પણ આ લોકો લગભગ 48 મિનિટ સુધી રાહ જુએ છે. ત્યાર બાદ જ પાણી પીવે છે.
ભીખ માંગીને જ ખાવાનું હોય છે:- જૈન સાધુ અને સાધ્વીઓ પોતાના માટે ભોજન પકવતા નથી, ના તો તેમના માટે આશ્રમમાં કોઈ ભોજન બનાવે છે. પરંતુ આ લોકો ઘરે ઘરે જઈને ભોજન માટે ભિક્ષા માંગે છે. જે રીતે ગાય દરેક દ્વારથી થોડું-થોડું ભોજન કરે છે, તે જ રીતે જૈન સાધુઓને પણ એક જ ઘરેથી ઘણું બધુ ભોજન કરવાની અનુમતિ હોતી નથી
વિહાર કે પદયાત્રા કરવાની હોય છે:- જૈન મુનિઓ કોઈ પણ પ્રકારની ગાડી કે યાત્રા માટે સાધનનો પ્રયોગ કરતાં નથી. તેઓ જેટલું બની શકે ચાલીને જ યાત્રા કરે છે. તેઓ લાંબા રસ્તા પણ ચાલીને જ પૂરા કરવામાં વિશ્વાસ રાખે છે. આ યાત્રા તેમને ખુલ્લા પગે અને કોઈ પણ ચપ્પલ કે બુટ વગર કરવાની હોય છે. તેમનું જીવન ધ્યાન અને ધર્મ પ્રતિ સમર્પિત થઈ જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી