રોજ દિવસમાં એક વાર આ રીતે કરવી જોઈએ હનુમાન ચાલીસા…. ધનવાનથી લઈને મોક્ષ સુધીનો માર્ગ થઇ જાય છે સરળ… જાણો હનુમાન ચાલીસાના અદ્દભુત ફાયદા
મિત્રો એવી માન્યતા છે કે કળીયુગમાં એક માત્ર જ જીવિત દેવતા છે અને તે છે હનુમાનજી. જે પોતાના ભક્તો અને સાધકો પર હંમેશા કૃપા વરસાવતા જ હોય છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા હતા. હનુમાનજી વિશે એવી પણ માન્યતા છે કે જ્યાં પણ ભગવાન રામની કથા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે હનુમાનજી ઉપસ્થિત હોય છે અને વાત કરીએ હનુમાન ચાલીસાની તો કહેવાય છે કે તુલસીદાસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી હતી.
તમને જણાવી દઈએ કે હનુમાન ચાલીસાનો પાઠ બિલકુલ સરળ હોય છે પરંતુ તેના લાભો ખુબ જ ચમત્કારિક છે. તો આજે અમે તમને જણાવશું હનુમાન ચાલીસા કરવાના અદ્દભુત ફાયદાઓ.
મિત્રો લગભગ તમારી લગભગ સમસ્યાનું નિવારણ એક હનુમાન ચાલીસાના પાઠ દ્વારા જ થઇ શકે છે. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા”. તેથી હનુમાનજી તેના ભક્તોની અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પછી તે ધન સંબંધી હોય કે કોઈ અન્ય. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસના પાઠથી થતા અન્ય અદ્દભુત ફાયદાઓ.
હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.
જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.
મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાં વ્યક્તિ રાત્રે સુવાનો પ્રયત્ન કરે તો તેને બેચેનીનો અનુભવ થવા લાગે છે અને ઊંઘ પણ મોડી આવે છે, તેમ છતાં ઊંઘ બરાબર ન આવે, તેવું થતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તે સમસ્યા પણ દુર થાય છે. અનિંદ્રાનું સૌથી મોટું કારણ છે માનસિક અશાંતિ હોય છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ માનસિક શાંતિ આપે છે અને મનમાં ચાલી રહેલા ખોટા વિચારોને નષ્ટ કરે છે.
આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી પરમ પરાક્રમી અને એક સૌથી બળવાન દેવતા છે. તેથી હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિ પણ બળવાન બને છે. જે લોકો વધારે બીમાર રહેતા હોય અને ઘણા ઉપચારો અપનાવ્યા બાદ પણ તેમની બીમારી દુર ન થતી હોય, તો તે વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી રોગ અવશ્ય દુર થશે. કારણ કે હનુમાન ચાલીસમાં જ કહેવાયું છે કે “નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા”.
વિદ્યાર્થીઓ માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ લાભદાયી છે. કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ખુબ જ વધારે બુદ્ધિમાન થાય છે. વિદ્યાર્થી જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને શિક્ષણમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત હનુમાન ચાલીસાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે વ્યક્તિને મૃત્યુ બાદ ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બને છે. કહેવાય છે કે મનુષ્ય જીવન મુક્તિ મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ અને એક માત્ર માધ્યમ છે. તેથી જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે, ધ્યાન ધારે છે અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે વ્યક્તિને ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બની જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.
મિત્રો અહીં તમારે એક ધ્યાન રાખવાનું છે કે હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારના દિવસથી શરૂ કરવો અને એક પણ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ભૂલવાનું નથી. તેને નિયમિત કરવામાં આવશે તો જ ફાયદો થશે. તો મિત્રો જે વ્યક્તિ રોજે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને આટલા મહત્વપૂર્ણ ફાયદા થાય છે. તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે શું તમે પણ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરવાનું વિચારી રહ્યા છો કે નહિ ? આ ઉપરાંત જો તમે હનુમાનજીના ભક્ત હોવ તો કોમેન્ટમાં “જય હનુમાનજી” કે “જય બજરંગી” અવશ્ય લખજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Jay hanumanji maharaj
Jay Hanuman dada
Ha
જય બજરંગ બલી