ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ.. નહીતો પુણ્ય કરવા છતાં જવું પડશે નરકમાં.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ.. નહીતો પુણ્ય કરવા છતાં જવું પડશે નરકમાં.

મિત્રો ગરુડ પુરાણ એક ખુબ જ મહત્પૂર્ણ ગ્રંથ છે. જેમાં આપણા જીવનથી જોડાયેલી ઘણી બધી રહસ્યમય વાતોનું વર્ણન કરેલું છે.
Image Source
આજે અમે ગરુડ પુરાણમાં દર્શાવેલ એવા ત્રણ કામો વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેને ક્યારેય અધૂરા ન છોડવા જોઈએ અને જો અધૂરા છોડવામાં આવે તો તે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે તે ત્રણ કામ ક્યાં છે.
Image Source
મિત્રો વાત કરીએ સૌથી પહેલા કામની તો તે છે દેવું અથવા ઉધાર. ઉધાર લીધેલા પૈસા કોઈના કોઈ સમયે પૂરેપૂરા પાછા આપી દેવા જોઈએ. જો દેવું કે ઉધાર પૂરેપૂરું ન ચુકવવામાં આવે તો તે વ્યાજના કારણે વધવા લાગે છે.

જેના કારણે આપણા ઘરમાં પૈસાની વધારેને વધારે અછત ઉભી થાય છે અને એવું પણ બને કે આપણે વધારેને વધારે દેણામાં ફસાતા જઈએ.

Image Source
આ ઉપરાંત ઉધાર લીધેલા ધનના કારણે સંબંધો બગડી પણ શકે છે. આવી સ્થિતિથી છૂટકારો મેળવવા માટે પૂરેપૂરું ઉધાર જેમ બને તેમ ઝડપથી ચૂકવી દેવું જોઈએ.

જીવનમાં ક્યારેય કોઈની ઉધારી ચૂકવ્યા વગરની ન રાખવી જોઈએ. તેનાથી આપણું જ નુકશાન થાય છે માટે જ્યારે સમય મળે ત્યારે પણ જીવનમાં તે ઉધારનો બોજો ઉતારી દેવો જોઈએ.

Image Source
બીજું કામ છે કોઈ બીમારીને ઠીક કરવાનું કામ. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને દવા લઈને તેમજ જરૂરી પરેજ રાખીને ઝડપથી ઠીક કરી દેવી જોઈએ. જે લોકો થોડા ઠીક થઇ જાય અને દવા લેવાનું બંધ કરી દે છે તેમજ કોઈએ પરેજી રાખવાનું કહ્યું હોય તેને ટાળી દેતા હોય છે.

તે ત્યારે તો ઠીક થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં ફરીથી તેને તે રોગ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. તેમજ તે બીમારી ખુબ વધારે ખતરનાક પણ બની શકે છે. માટે તેનો ઉપાય તરત જ અને સચોટ કરવામાં આવે તે જ સૌથી આવશ્યક કાર્ય બની જાય છે.

Image Source
જો કોઈ બીમારીના ઈલાજને વચ્ચેથી જ છોડી દેવામાં આવે તો આગળ જણાવ્યું તેમ તે બીમારી સમય જતા એક ભયંકર રોગ થઈને સામે આવી શકે છે. જેનાથી સમસ્યાઓ વધી જાય છે તેમજ બીમારી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે.

માટે ગરુડ પુરાણ અનુસાર જો તમને કોઈ બીમારી થાય તો પુરતો સમય લઈને તેનું ચોક્કસ નિદાન અને તેની યોગ્ય સારવાર કરીને તેને સંપૂર્ણ રીતે ઠીક કરી દીવી જોઈએ.

Image Source
ત્રીજું અને છેલ્લું કામ છે આગને બુજાવવી. તો મિત્રો ક્યાંય પણ આગ લાગી હોય તો તેને તરત જ સંપૂર્ણ રીતે બુજાવી દેવી જોઈએ. જો તેમાં આગની નાનામાં નાની ચિંગારી પણ જો બાકી રહી ગઈ હોય તો તે ભયાનક આગનું રૂપ ધારણ કરી શકે છે.

જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય શકે છે અને લોકોનો જીવ પણ જોખમમાં આવી શકે છે. માટે યોગ્ય છે કે તે આગને બને તેટલી ઝડપથી બુજાવી દેવી જોઈએ. ક્યારેય એક પણ તણખલા જેટલી પણ આગ બાકી ન રાખવી જોઈએ તેને સંપૂર્ણ પણે બુજાવી દેવી જોઈએ.

Image Source
તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ ત્રણ કામો હતા કે જેને ક્યારેય અધૂરા છોડવાની ભૂલ ન કરવી જોઈએ. નહિ તો તે આપણું ભવિષ્ય બરબાદ કરી શકે છે. આ ત્રણ કામ જો તમે ક્યારેય જીવનમાં છોડ્યા હોય તો સાવચેત થઇ જવું અને તેને વહેલી તકે પૂર્ણ કરી દેવા જોઈએ.

Image Source
👉આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment