મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકોને હાથમાં ઘણી ધાતુઓ પહેરાવી ખુબ ગમતી હોય છે. તેમજ તેઓ એટલા શોખીન હોય છે કે, તેમની પાસે આવી ધાતુઓની વસ્તુઓના ઢગલા હોય છે. જો કે આજે અમને તમને તાંબાના કડા પહેરવાના કેટલાક અદ્દભુત ફાયદાઓ વિશે જણાવશું.
રત્નોની જેમ ધાતુઓ પણ આપણા જીવન પર ઘણો પ્રભાવ પાડતી હોય છે. સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, પિત્તળ વગેરેનો ગ્રહો સાથે ખુબ જ ઊંડો સંબંધ છે. તાંબાનો સૂર્ય સાથે અને પિત્તળનો ગુરુ સાથે, ચાંદીનો ચંદ્રમાં સાથે સંબંધ છે. આ ધાતુઓ પહેરવાથી તેમજ રોજીંદી જીંદગીમાં તેનો ઉપયોગ કરવાથી આ ગ્રહો મજબુત બને છે. આથી જ લોકો આ ધાતુઓની અંગુઠી, કડું પહેરે છે. લાલ કિતાબમાં તાંબાનું કડું પહેરવાના ફાયદાઓની સાથે તેને પહેરવાના જરૂરી નિયમો પણ જણાવવામાં આવ્યા છે.
તાંબાનું કડું પહેરવાના ફાયદાઓ : 1 ) તાંબાનું કડું પહેરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તે જુનામાં જુના ઓસ્ટીયો આર્થરાઈટીસમાં પણ રાહત આપી શકે છે. એવા લોકો કે જેને શિયાળામાં હાથ પગ જકડાઈ જવાની તકલીફ રહેતી હોય છે. તે લોકો જો તાંબાનું કડું પહેરે છે તો ઘણી રાહત મળે છે.
2 ) તાંબુ એ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરી શકે છે. તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે. બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરે છે. તમારા ગુસ્સા પર અંકુશ રાખે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબુત કરવાનું કામ કરે છે. આમ જોઈએ તો શરીરમાં આવતી ઘણી બીમારીઓ સામે તમારા શરીરનું રક્ષણ કરે છે.
3 ) જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે, જો તે લોકો તાંબાનું કડું પહેરે તો તેને જલ્દી સફળતા મળે છે. તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.
આ વાતોનું સદા ધ્યાન રાખવું : જો તમે તાંબાનું કડું પહેરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તો કોઈ વિશેષજ્ઞ અથવા તો જ્યોતિષીને પોતાની કુંડળી એક વખત જરૂર દેખાડો. કારણ કે કાંડામાં, આંગળીઓમાં અથવા તો ગળામાં કોઈ પણ પ્રકારની જાણ વગર ધાતુ પહેરવી તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.
એક વાતનું ધ્યાન રાખો કે કડું પહેર્યા પછી કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. કોઈ ખરાબ કામ પણ ન કરો. આ સિવાય તમે જ્યારે પણ કડું પહેરો ત્યારે સારું મુર્હુત જોઈને જ પહેરો. સાથે જ કોઈ અપવિત્ર કાર્ય આ કડું પહેરીને ન કરો. તેનાથી આ કડું પ્રભાવ હીન થઈ જાય છે.
આમ તમે જો તાંબાનું કડું પહેરો છો તો તમારે પોતાની કુંડળીના ગ્રહ અનુસાર જ કોઈ પણ ધાતુ પહેરવી જોઈએ. જો તમે કોઈ પણ માહિતી જાણ્યા વિના કોઈ પણ ધાતુ પહેરો છો તો તેનાથી તમારા જીવનમાં ખરાબ પ્રભાવ પડી શકે છે. અને તમે કારણ વગર કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આથી જે લોકોનો સૂર્ય કમજોર હોય તેમણે જ તાંબાનું કડું પહેરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી