મિત્રો ઘણા એવા સંયોગ બનતા હોય છે જે ઘણા વર્ષો પછી આવતા હોય છે. એટલે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા એવા સંયોગ બનતા હોય છે જે અમુક વર્ષે ફરી બનતા હોય છે. આવા સંયોગમાં જે તે ભગવાનની આરાધના કરવામાં આવે તો ઘણા લાભ થઈ શકે છે. તો મિત્રો આવો જ એક સંયોગ 18 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યો છે. જો તમે પણ આ સંયોગનો લાભ ઉઠાવવા માંગો છો તો આજે આ લેખને અંત સુધી વાંચો.
મિત્રો 18 સપ્ટેમ્બરે શરૂ થઈ રહ્યો છે વૈભવ પ્રદાન કરતો અધિક માસ. મિત્રો, અ વર્ષે આસો માસમાં એટલે કે અધિક માસ આવે છે. જેમાં ભગવાન પુરુષોતમની આરાધના કરવામાં આવે છે. શું તમે જાણો છો કે અધિક માસમાં જપ, તપ, દાન અને વ્રતનું અધિક મહત્વ હોય છે. આ માસને પુણ્ય કરવાનો માસ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત 18 સપ્ટેમ્બરે થાય છે.
જેમ કે તમે જાણો છો કે, અધિક માસ એ દર ત્રણ વર્ષે આવે છે. પણ 19 વર્ષ પછી આસો મહિનામાં આ વર્ષે અધિક માસ છે. એટલે કે આ વર્ષે બે આસો માસ આવશે. આ પહેલાં 2001 માં આસો મહિના બે આવ્યા હતા. જ્યારે આ અધિક માસમાં ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે. જે વૈભવ વૃદ્ધિ પ્રદાન કરશે. આમ જોઈએ તો અધિક માસ એ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની આરાધનાનો માસ છે. પરંતુ આસો માસ હોવાથી આ વર્ષે લક્ષ્મીજીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આમ આ અધિક માસ એ લક્ષ્મી અને વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત કરવા માટેનો માસ છે.એવું માનવામાં આવે છે કે, આસો મહિનાની પુનમના રોજ લક્ષ્મીજીનું આ ધરતી પર આગમન થયું હતું. જેને આપણે શરદ પૂર્ણિમા કહીએ છીએ. આથી જ આસો માસને લક્ષ્મીજીની આરાધનાનો માસ માનવામાં આવે છે. આ સિવાય ધર્મગ્રંથમાં જણાવ્યું છે કે, અધિક માસમાં જપ, તપ, વ્રત અને દાન કરવાથી વધુ ફળ મળે છે. તેનું પુણ્ય ક્યારેય પૂરું નથી થતું. આ મહિના વિષ્ણુની સાથે લક્ષ્મીજી પ્રસન્નતા માટે કરવામાં આવતા ઉપાય અક્ષય ફળ પ્રદાન કરે છે.
આ અધિક માસની શરૂઆત શુક્રવારથી થાય છે. આ દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહેશે. જ્યારે પંડિતોના કહેવા અનુસાર આ નક્ષત્ર તીવ્ર ફળ પ્રદાન કરે છે. આમ આ નક્ષત્રમાં મહિનાની શરૂઆત એ અધિક શુભ અને શીઘ્ર ફળ પ્રદાન કરે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર તેજીથી સમૃદ્ધિ અને સમ્માન વધારે છે. તેથી અધિક માસમાં વૈભવ સંબંધી કાર્ય સારું ફળ આપે છે. તે સમયે શુક્લ નામનો શુભ યોગ પણ રહેશે. આ યોગ પોતાના નામની જેમ પ્રકાશ અને શીતળતા આપે છે. આ મહિનામાં સોના ચાંદીની ખરીદી તેમજ મશીન અને વાહનની ખરીદીના ઘણા સારા મુહુર્ત અને યોગ બની રહ્યા છે.
આ સિવાય અધિક માસના બીજા દિવસે એટલે �95ે 19 સપ્ટેમ્બરે દ્રીપુશ્કર યોગ બની રહ્યો છે. 20 તારીખે સ્વાતી નક્ષત્ર, 21 તારીખે વિશાખા નક્ષત્ર રહેશે. જ્યારે 26 તારીખે સર્વાર્થસિદ્ધિ યોગ તેમજ 27 સપ્ટેમ્બરે કમલા એકાદશી છે. જેને લક્ષ્મીજીનો દિવસ કહેવામાં આવે છે અને એકાદશી ભગવાન વિષ્ણુને પણ પસંદ છે.
આ ઉપરાંત અધિક માસને ગ્રંથોમાં વ્યાજનો સમય કરવામાં આવે છે. આ વર્ષના 12 મહિનામાં મળેલો વધારાનો સમય છે. જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ સિવાય ભગવાન વિષ્ણુને સૃષ્ટિના સંચાલક કહેવામાં આવે છે. તેઓ ગૃહસ્થ જીવનના દેવતા છે અને તેઓ ગૃહસ્થોને સારું એવું ફળ પ્રદાન કરે છે.