કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

બાળકોને ‘PM Cares for Children’ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવશે. આ વિશે પ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે જે ઉપાયોની ઘોષણા કરવામાં આવી રહી છે તે પીએમ કેયર્સ ફંડ માં લોકોના ઉદાર યોગદાનને કારણે જ સંભવ થયું છે.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કોરોના મહામારી માં પોતાના માતા-પિતા ને ગુમાવનાર બાળકો માટે મુફત શિક્ષા, સ્વાસ્થ્ય વીમો, અને અન્ય લાભ આપવાની ઘોષણા કરી છે. બાળકોને આ લાભ ‘PM Cares Fund’ થી મળશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, અને સરકાર બાળકોની મદદ અને સુરક્ષા માટે બધું કરવા તૈયાર છે.

આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવીડ-19 ના કારણે આપણા દેશના ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ને ગુમાવ્યા છે. સરકાર તેની સારસંભાળ કરશે. તેની ગરિમા અને અવસરનું જીવન સુનિશ્ચિત કરશે, બાળકોની શિક્ષા અને અન્ય સહાયતા સરકાર તરફથી નક્કી કરવામાં આવશે.

બાળકોને મફત શિક્ષા સિવાય અન્ય લાભ પણ આપવામાં આવશે

  • 10 વર્ષ થી નાના બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કુલમાં ડે સ્કોલર ના રૂપમાં એડમીશન આપવામાં આવશે.
  • સ્કુલ ડ્રેસ, પુસ્તકો, નોટબુક પર થતો ખર્ચ પણ સરકાર આપશે.
  • 11 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કેન્દ્ર સરકાર કોઈપણ આવાસીય વિદ્યાલય જેવી કે સૈનિક સ્કુલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે.
  • 18 વર્ષની ઉંમર ના બાળકોને માસિક સ્કોલરશીપ અને 23 વર્ષના બાળકોને 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.
  • બાળકોને તેની ઉચ્ચ શિક્ષા માટે લોન અપાવવામાં મદદ કરવામાં આવશે. અને PM cares લોન પર વ્યાજની ચુકવણી કરશે.
  • આયુષ્માન ભારત અંતર્ગત 18 વર્ષ સુધીના બાળકો ને 5 લાખ રૂપિયા નો મફત સ્વાસ્થ્ય વીમા આપવામાં આવશે અને પ્રીમીયમ ની ચુકવણી પીએમ કેયર્સ દ્વારા કરવામાં આવશે.

બાળકોને ‘PM Cares for Children’ યોજના નીચે સહાયતા આપવામાં આવશે. પ્રધાનમંત્રી એ કહ્યું છે કે જે વિષયની વાત કરવામાં આવી છે, તેની પાછળ લોકો દ્વારા આપવામાં આવેલ યોગદાનને કારણે જ આ કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે એક સમાજના રૂપમાં આ આપણું કર્તવ્ય છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment