પોતાના શરીરમાં 135 થી પણ વધુ ફ્રેકચર સાથે પોતાના અવાજથી આખું અમેરિકા ગજાવે છે આ ગુજરાતી ટેણીઓ…
“If there is will There is a way”
હા મિત્રો, બિલકુલ સાચો સુવિચાર છે કે મન હોય તો માળવે તો શું મંગળ પર પણ જઇ શકાય. તો આવા જ મજબુત મનોબળ ધરાવતા 14 વર્ષના અસધારણ બાળકના ચમત્કારિક જીવન વિશે જણાવવા જઇ રહ્યા છીએ અમે કે જેના શરીરમાં તેની ઉંમરના 10 ગણા તો ફ્રેકચર થયેલા છે તેમ છતાં પણ અમેરિકામાં પોતાના ટેલેન્ટથી કમાઈ છે કરોડો રૂપિયા.
તેમના પિતા હીરેન શાહ અને માતા જીગીષા શાહ જે મૂળ સુરત ગુજરાતના વતની છે. પરંતુ હાલ અમેરિકામાં રહે છે. મિત્રો તેમના ઘરે એક એવા બાળકનો જન્મ થયો કે જેના શરીરમાં જન્મતાની સાથે જ હતા 40 ફ્રેકચર અને ડોકટરે કહેલુ કે તે બે દિવસથી પણ વધારે નહિ જીવે. પરંતુ કહેવાય છે ને કે જીવન આપવું ભગવાનના હાથમાં છે અને તે જીવી ગયો. તેને જન્મતાની સાથે જ એક બીમારી છે જેનું નામ છે ઓસ્ટીયોજેન્સીસ ઈમ્પરફેક્ટા. જેમાં વ્યક્તિના હાડકા ખુબ જ નાજુક હોય છે અને માચીસની સળી જેવા બટકણા હોય છે જો જરા પણ હલવામાં ભૂલ થાય કે તરત જ ફ્રેકચર થઇ જાય છે.
મિત્રો આ અસાધારણ બાળકનું નામ છે સ્પર્શ શાહ. જેના બંને હાથના 30 હાડકા ભાંગેલા છે. બંને પગમાં 60-60 ફ્રેકચર છે તેમજ ખોપડીના અમુક હાડકા પણ ક્રેક થયેલા છે. તેના શરીરમાં રહેલા 19 સ્ક્રુ અને સળીયાના ટેકે માંડ માંડ ચાલી શકે છે. પરંતુ તેની સરળતા માટે એક સ્પેશીયલ વ્હીલ ચેઈર બનાવેલી છે જેના કારણે તેના શરીરમાં ઓછા ફ્રેકચર થાય.
પરંતુ મિત્રો આ બીમારી તો કંઈ નથી અસલી સ્ટોરી તો હવે ચાલુ થાય છે. હા મિત્રો આ 14 વર્ષનો બાળક અમેરિકામાં એક પ્રખ્યાત રેપ સિંગર અને મોટીવેશનલ સ્પીકર છે અને કમાઈ છે કરોડો રૂપિયા. અમેરિકા, કેનેડા અને યુરોપમાં પણ તેણે પોતાનો ટેલેન્ટ દેખાડ્યો છે. એટલું જ નહિ પરંતુ અત્યાર સુધીમાં તે 100 જેટલા પરફોર્મન્સ આપી ચુક્યો છે અને લાખો લોકોને પોતાના અવાજના દીવાના બનાવી ચુક્યો છે.
તેણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરેલો છે અને વેસ્ટર્ન ગીતોની તાલીમ મેળવેલી છે. માટે તે શાસ્ત્રીય અને વેસ્ટર્ન બંને સંગીતમાં પારંગત છે અને તે પોતાની રેપ પોતે જ બનાવે છે અને પોતે જ ગાય છે. એટલું જ નહિ તે જ્યારે ગીતો વગાડવાની સાથે ગાય છે તો અમેરિકાના યુવક યુવતીઓ પણ જુમવા લાગે છે એટલું જબરદસ્ત પરફોર્મ કરે છે.
મિત્રો તેની ખોપરીના અમુક હાડકા ભલે ભાંગેલા હોય પરંતુ તેનો IQ ગજબનો છે તે જ્યારે છ વર્ષનો હતા ત્યારે 45 અક્ષરનો સ્પેલિંગ એકવારમાં યાદ રાખી શકતો. આ હતો તે સ્પેલિંગ Pneumonoultramicroscopicsillicovolcaniosis જેને જોઇને વાંચવામાં પણ ઘણી વાર વિચારવું પડે જ્યારે તે એકદમ સાચા ઉચ્ચાર સાથે યાદ રાખી શકતો. એટલું જ નહિ પરંતુ મિત્રો તે માત્ર 18 જ સેકન્ડમાં અંગ્રેજોના લાંબા બાર સ્પેલિંગ અને 250 આંકડાની પાઈ એક જ વારમાં કડકડાટ યાદ રાખી શકે છે. તે કોઈ પણ ગીત એક વાર સાંભળે છે તેને લગભગ યાદ રહી જાય છે.
તે ભણવામાં પણ તેટલો જ હોંશિયાર છે તેને રોબોટીક્સ હરીફાઈમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. મિત્રો આ એક ભગવાનનો ચમત્કાર જ કહેવાય કે એક બાજુ તે એક ગંભીર બીમારીથી શારીરિક રીતે લાચાર છે તો બીજું બાજુ ભગવાને તેને અવાજ અને મગજ શક્તિ ભેટ આપી છે. મિત્રો આજે તે જીવે છે અને અમેરિકામાં ધમાલ મચાવે છે તે બધું માત્ર તેના મજબુત મનોબળના અને માતા પિતાના સાથથી જ શક્ય બની શકે છે.
અને મિત્રો સ્પર્શના ઈરાદાઓ પણ ખુબ જ નેક છે તેઓ કેન્સરના દર્દીઓ માટે ફાળો ભેગો કરવા માંગે છે જેના કારણે પરફોર્મન્સ આપે છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી