જાણો એક એવી અભિનેત્રી વિશે જે એક સમયમાં ખાલી પેટ રહીને અને માત્ર રોટલી અને અથાણું ખાઈને દિવસો વિતાવ્યા હતા….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

જાણો એક એવી અભિનેત્રી વિશે જે એક સમયમાં ખાલી પેટ રહીને અને માત્ર રોટલી અને અથાણું ખાઈને દિવસો વિતાવ્યા હતા….

આજે અમે એક એવી અભિનેત્રીની વાત કરવા જઇ રહીએ છીએ જેણે પોતાની મહેનતથી બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી. મિત્રો કહેવાયને કે “ફર્શ સે અર્શ તક કા સફર” તેવી જ કહેવત આ અભિનેત્રીને લાગુ પડે છે કે જેણે પોતાના ટેલેન્ટના કારણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. પરંતુ મિત્રો તેમના શરૂઆતના દિવસો કંઈક એવી ગરીબીમાં વીતેલા છે કે તે સમયે તેણે ભૂખ્યા પેટે અથવા રોટલી અને અથાણું ખાઈને દિવસો ગાળ્યા છે.

અમે જે અભિનેત્રીની વાત કરવા જઇ રહ્યા છીએ તે બીજું કોઈ નહિ પણ ખુબ જ સુંદર અને પોતાના જાદુઈ અભિનયથી દર્શકોનું દિલ જીતી લેતી કંગના રનૌત. જેવી તેમની એક્ટિંગ છે તેવી જ તેમની જિંદગી અને વ્યક્તિત્વ પણ રોચક છે. તો ચાલો જાણીએ તે ગરીબ હોવા છતાં પણ કંઈ રીતે આટલી મશહૂર અભિનેત્રી બની ગઈ.

કંગનાનો જન્મ 1987 માં થયો હતો અને તે નાની હતી ત્યારે ખુબ જ જીદ્દી હતી. તે નાનપણમાં અલગ અલગ ફેશનનો ઉપયોગ પોતાના પર કરતી હતી. તેમની આ જ હરકતો તેમના પડોશીઓને ખુબ વિચિત્ર લાગતી હતી. આમ તો કંગના રનૌતના માતાપિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા અને કંગના પણ તેના માતાપિતાની ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. પરંતુ 12 માં ધોરણમાં કોઈ એક વિષયમાં નાપાસ થવાના કારણે તેમનું દિલ તૂટી ગયું અને તેણે અભ્યાસ છોડી દીધો.

હવે કંગના પોતાનું કરિયર બનાવવા માટે ચિંતિત રહેવા લાગી. માટે તેણે મોડલિંગ કરવાનું વિચાર્યુ. પરંતુ અભ્યાસ છોડીને મોડલિંગ કરવા પર તેના માતાપિતા તેનાથી ખુબ નારાજ થઇ ગયા હતા અને આ જ કારણથી તેમના પરિવાર સાથે તેમના સંબંધો બગડવા લાગ્યા. કંગના મહેનત પર વિશ્વાસ રાખનારી હતી માટે તેણે તેના માતાપિતાને કહી દીધું કે તેને તેમની કોઈ પણ મદદની જરૂર નથી અને તે કામ માટે મુંબઈ જતી રહી.

પરંતુ મુંબઈ આવ્યા બાદ તેમને શરૂઆતમાં કંઈ જ કામ મળ્યું નહિ જેના કારણે તેમને ક્યારેક ભૂખ્યા રહેવું પડતું હતું તો ક્યારેક અથાણું અને રોટલી ખાઈને પોતાનું પેટ ભરતી હતી. ત્યાર બાદ તેને એક મોડલિંગનો રોલ મળ્યો. ત્યાર બાદ તેણે tv શોમાં કામ કરવાનું ચાલુ કર્યું. ત્યારે તેમને કોઈએ સલાહ આપી કે તે tv શોના બદલે ફિલ્મોમાં કામ કરે. આ સલાહ તેને ખુબ સારી લાગી અને તે ફિલ્મોમાં કામ કરવા માટે વધારે મહેનત કરવા લાગી.

અને ત્યાર બાદ આખરે તેમની મહેનત રંગ લાવી તેને 2006 માં ગેંગસ્ટર ફિલ્માં ડેબ્યુ કરવાની તક મળી. તેના માટે તેમને બેસ્ટ ફિલ્મ ફેર ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેણે 2006 માં “વો લમ્હે” ફિલ્મમાં પણ પોતાની ભાવમુક ભૂમિકા નિભાવી હતી. ત્યાર બાદ તેમણે લાઈફ ઇન મેટ્રો અને ફેશન જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કરેલું છે. તેના માટે તેને બેસ્ટ સપોર્ટીંગ એકટર રાષ્ટ્રીય એવોર્ડ  અને ફિલ્મ ફેઈર એવોર્ડ મળેલો છે.

અને તેમની જ મહેનતનું આ પરિણામ છે કે આજે તે કોઈ હીરો વગર પણ પોતાની ફિલ્મને હીટ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. તો મિત્રો કંગનાના ફિલ્મો અને એક્ટિંગ તમને કેવી લાગે છે તે કમેન્ટમાં જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment