ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

મિત્રો, આપ જો કોમેડી સિરિયલ જોવાના શોખીન હો, તો તમે જેઠાલાલની “તારક મહેતા કાં ઉલટા ચશ્માં” સિરિયલ જરૂરથી જોતા જ હશો. આમ જોઈએ તો આ સિરિયલ એવી છે કે નાનાથી લઈને મોટા સુધીના દરેક વયનાં લોકો જોવાનું પસંદ કરે છે. એટલે જ આ સિરિયલના ફ્રેન્સ અક્સર સિરિયલના એક્ટરો વિશે જાણવા ઉત્સુક હોય છે. તો આજે અમે તમને આ સિરિયલમાં લીડ રોલ કરી રહેલા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે વિગતે વાત કરીશું.

કહેવાય છે કે, સફળતા ક્યારેય સહેલાઈથી નથી મળતી, પરંતુ તેના માટે સંઘર્ષ કરવો પડે છે. તો મિત્રો, જેઠાલાલે એટલે કે દિલીપ જોશીએ પણ પોતાના મુકામ સુધી પહોંચવા માટે અનેક મુસીબતોનો સામનો કર્યો છે.

‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ આ સિરિયલની શરૂઆત 28 જુલાઈ 2008 માં થઈ હતી. અત્યાર સુધીના તેના 2500 થી પણ વધુ એપિસોડ પ્રકાશિત થઈ ચુક્યા છે. આમ તે ભારતની સૌથી વધુ લાંબા સમય સુધી ચાલી રહેલી સિરિયલ બની ચુકી છે. દરેક વયના લોકોની મનપસંદ આ સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલ અને તેમની પત્ની દયા ખુબ જ ફેમસ છે.આમ આટલા લાંબા સમય સુધી ચાલનારી આ સિરિયલ વિશે દિલીપ જોશી કહે છે કે, ‘જ્યારે આ સિરિયલનો પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે આ સિરિયલ આટલા લાંબા સમય સુધી ચાલશે.’ આ ઉપરાંત દિલીપ જોશી એવું પણ જણાવે છે કે, આટલા વર્ષોમાં જાણે એવું લાગી રહ્યું છે કે મારી અસલ ઓળખ તો જાણે ખોવાઈ જ ગઈ છે.

આ વિશે તેઓ પોતાની સાથે થયેલી એક ઘટના અંગે જણાવતા કહે છે કે, ‘એક સમયે અમે અમદાવાદ શુટિંગ માટે ગયેલા ત્યારે આમારી ઓપન જીપ એક સિગ્નલ પર આવીને ઉભી રહી ત્યારે એક ભિખારી મને જોઈને બોલ્યો કે ‘જેઠાલાલ’ અને હું વિચારવા લાગ્યો કે આ ભિખારીએ મને ટીવીમાં કેવી રીતે જોયો હશે, પછી વિચાર આવ્યો કે કદાચ કોઈ જગ્યાએ સિરિયલ જોઈ હશે.’ તે સમયે મને એક એક્ટરની શક્તિનો અહેસાસ થયો.

આ સિવાય પોતાના એક અન્ય અનુભવ વિશે જણાવતા જેઠાલાલે કહ્યું હતું કે, ‘તે એક લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે એક મહિલાએ આવીને કહ્યું કે, તેની માતાની ઉંમર લગભગ 85 વર્ષ આસપાસ છે અને તેઓ મોટાભાગના લોકોને ઓળખી નથી શકતી. પરંતુ જ્યારે તેમની સિરિયલ આવે છે ત્યારે તમને જોઈ ખુબ જ આનંદિત થઈ જાય છે.’દિલીપ જોશીનો જન્મ 1968 માં 26 મે ના રોજ ગુજરાતના પોરબંદર જીલ્લામાં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે જ ગુજરાતી નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આમ તેમણે પોતાના કરિયર તરફ પગલા ભરવાનું શરૂ કરી દીધું હતું. આમ તેઓ લગભગ 10 વર્ષ સુધી નાના રોલ કરતા રહ્યા. આમ તેમણે પોતાનું ગ્રેજ્યુએશન N. M. કોલેજ મુંબઈથી કર્યું છે. તેમણે બી.કોમ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

આમ તેઓ અભ્યાસની સાથે નાટકોમાં પણ પોતાનું કામ કરતા રહ્યા. આ દરમિયાન તેઓને 3 વખત ઇન્ડિયન નેશનલ થિયેટર એવોર્ડ પણ મળ્યો. જે તેના બેસ્ટ એક્ટર રૂપે મળ્યો છે. આમ ગુજરાતી નાટકોમાં પોતાનું નામ કર્યા બાદ તેમને 1997 માં ‘ક્યાં બાત હે’ નામની એક સિરિયલમાં એક નાનો એવો રોલ મળ્યો હતો. આ પછી તેમણે લગાતાર ‘દાલ મેં કાલા’, કોરા કાગજ, દો ઓર દો પાંચ, હમ સબ એક હે, યે દુનિયા હે રંગીન અને શુભ મંગલ સાવધાન જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તેમણે ફિલ્મ દુનિયામાં પણ કામ કર્યું છે. જેમ કે સલમાન ખાન સાથે મેંને પ્યાર કિયા, હમ આપકે હે કોન, અને શાહરૂખ ખાન સાથે ફિર ભી દિલ હે હિન્દુસ્તાનીમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ખિલાડી 420, વન 2 કા 4, દિલ હે તુમ્હારા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ફિલ્મ દુનિયામાં કંઈ ખાસ સફળતા ન મળી.

તે છતાં તેઓએ હાર ન માની અને તે લગભગ એક વર્ષ સુધી બેરોજગાર જ ભટકતા રહ્યા. પરંતુ તેમણે હાર માનવાને બદલે પોતાના કામ પર જ આગળ વધતા રહ્યા. આમ લગભગ એક વર્ષ માટે બેકાર રખડ્યા પછી તેમને ‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ સિરિયલમાં લીડ રોલ કરવાનો ચાન્સ મળી ગયો.

કહેવાય છે ને કે, ‘હાર માનવાથી દરેક જગ્યા પર હાર જ મળે છે.’ પરંતુ હાર માનવાને બદલે સતત પ્રયત્ન કરતા રહેવાથી સફળતા એક દિવસ જરૂર મળે છે. આમ જેઠાલાલના રૂપે તેઓ આજે લાખો ઘરમાં મશહુર થઈ ગયા. આ સિરિયલ માટે કુલ 17 વખત અલગ અલગ રોલ માટે એવોર્ડ મળી ગયો છે.

દિલીપ જોશીનું કહેવું છે કે, મને બોલીવુડમાં સફળતા ન મળી તો શું થયું, પરંતુ મને ટીવી સિરિયલમાં સારી સફળતા મળી છે. જેમાં અનેક એક્ટિંગ કરવા મળે છે. જેમ કે રોમાન્સ, એક્શન અને ઈમોશન વગેરે. માટે હું કોઈ હીરોથી કમ નથી.

દિલીપ જોશીની ફેમિલીમાં તેમની પત્ની જયમાલા જોશી છે અને તેમને બે સંતાનો છે, એક રિતિક જોશી અને નિયતિ જોશી. આમ દિલીપ જોશી (જેઠાલાલ) આજે લાખો લોકોના દિલ જીતીને પોતાની કમાયાબીની વાત કરે છે. મિત્રો, આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો.

Leave a Comment